CORPORATE/ BUSINESS NEWS
Tata Power Solarને ગુજરાતમાં 100MWનો ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેક્ટ સ્થાપવા મંજૂરી
- SJVN લિમિટેડ (SJVN) માટે માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ માટે ₹612 કરોડનો ‘લેટર ઓફ એવોર્ડ’
અમદાવાદ: તાતા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ (TPREL)ની પેટાકંપની તાતા પાવર સોલર સિસ્ટમ્સ લિમિટેડ (TPSSL)ને SJVN લિમિટેડ (SJVN) માટે માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ માટે ₹612 કરોડનો ‘લેટર ઓફ એવોર્ડ’ (LoA) પ્રાપ્ત કર્યો છે. સરકારી કંપની SJVN એ હાઇડ્રો, થર્મલ, સોલાર, વિન્ડ અને પાવર ટ્રાન્સમિશન અને પાવર ટ્રેડિંગમાં બિઝનેસ ધરાવે છે. જે ભારત સરકાર અને હિમાચલ પ્રદેશ સરકાર વચ્ચેનું સંયુક્ત સાહસ છે. ગુજરાતના રાઘાનેસડા સોલાર પાર્ક પ્લોટ સી ખાતે સ્થિત પ્રોજેક્ટ માટેની બિડ આ વર્ષની શરૂઆતમાં આમંત્રિત કરવામાં આવી હતી. તાતા પાવર સોલારને LoA મળ્યાની તારીખથી 11 મહિનાની અંદર પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવાની રહેશે. TPRELના સીઈઓ આશિષ ખન્નાએ જણાવ્યું હતું કે, “ગ્રાઉન્ડ-માઉન્ટેડ સેગમેન્ટમાં આ 100MWનો સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે SJVN સાથે જોડાવા બદલ ઉત્સુક છીએ. આ પ્રોજેક્ટની બીડ અમારી કુશળતાને વધુ મજબૂત બનાવી ગ્રોથમાં સહભાગી બનશે. દેશભરમાં જાહેર અને કોર્પોરેટ સેક્ટરના ગ્રાહકો માટે મોટા પાયે રિન્યુએબલ પ્રોજેક્ટ્સ હાથ ધરી રહ્યા છે.
તાતા પાવર સોલાર પાસે 15520 કરોડના ઓર્ડર બુક
TPSSL એ દેશમાં ઘણા મોટા પાયે સોલાર ગ્રાઉન્ડ-માઉન્ટેડ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. TPSSL કસ્ટમાઇઝ્ડ સ્ટ્રેટેજિક રિન્યુએબલ પ્રોજેક્ટને ક્યુરેટ કરવામાં અગ્રણી છે અને આ જીત સાથે તેનો કુલ પોર્ટફોલિયો 9.9GWpને સ્પર્શશે. અત્યારસુધીમાં TPSSL પાસે કુલ ₹15,520 કરોડના ઓર્ડર બુક છે.
ICICI લોમ્બાર્ડ અને Skit.aiએ AI ડિજિટલ વોઈસ એજન્ટ પ્રસ્તુત કરવા ભાગીદારી કરી
મુંબઈ: ICICI લોમ્બાર્ડે આરોગ્ય અને મોટર વીમા પૉલિસીઓ માટે તેમના વીમા દાવાની સ્થિતિ તપાસી રહેલા ગ્રાહકોને મદદ કરવા માટે એક એઆઈ-આધારિત SaaS વૉઇસ ઑટોમેશન પ્લેટફોર્મ Skit.ai સાથે ભાગીદારી કરી છે, જે અંતર્ગત પ્રથમ પ્રકારનો એઆઈ-સંચાલિત ડિજિટલ વૉઇસ એજન્ટ રજૂ કરાશે. Skit ઓગમેન્ટેડ વોઈસ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને, ICICI લોમ્બાર્ડ ગ્રાહકના અનુભવ અને સહાનુભૂતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને, દાવાની સ્થિતી જાણવાની પરંપરાગત રીતે જટિલ પ્રક્રિયાને સરળ બનાવવામાં સક્ષમ બનશે. ડિજિટલ વૉઇસ એજન્ટ સરેરાશ કૉલ હેન્ડલિંગ સમયને અસરકારક રીતે ઘટાડશે, કૉલ કન્ટેઈનમેન્ટ રેટમાં સુધારો કરશે અને સાહજિક, માનવીય ભાવના સાથેના સંવાદ દ્વારા ગ્રાહકની ક્રિયાપ્રતિક્રિયાઓને સ્વચાલિત કરશે.