BPCLએ ભારતમાં પ્રથમ પ્રકારના સ્વદેશી સુપર એબ્સોર્બન્ટ પોલીમર રવાના કર્યું

મુંબઈ: ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ કોચીમાં BPCL રિફાઇનરીમાં પ્રોપીલીન ડેરિવેટિવ્સ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સમાંથી પ્રથમ સ્વદેશી સુપર એબ્સોર્બન્ટ પોલીમર રવાના કર્યું છે.સેનિટરી નેપ્કિન્સ અને અન્ય ઇન્કન્ટિનન્સ ઉત્પાદનોના મુખ્ય ઘટક સુપર એબ્સોર્બન્ટ પોલીમરનું ભારતમાં પહેલી વાર ઉત્પાદન થયું છે. પ્રથમ કન્સાઇન્મેન્ટનું પરિવહન મેસર્સ બાપુજી સર્જિકલ, બેંગલોરને રવાના કરવામાં આવ્યું હતું, જેને BPCLની કોચી રિફાઇનરીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી અજિત કુમાર કેએ લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે BPCLના અન્ય અધિકારીઓ ઉપસ્થિત હતા.

આ પ્રસંગે અજિત કુમાર, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (કોચી રિફાઇનરી)એ કહ્યું કે પ્રથમ સ્વદેશી સુપર એબ્સોર્બન્ટ પોલીમર રવાના કરવું એ BPCLના પથપ્રદર્શક આરએન્ડડી પ્રયાસનું પરિણામ છે, જે BPCL દ્વારા ભારતમાં સ્થાપિત પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્તરના એક્રીલિક એસિડ યુનિટમાંથી ઉત્પાદિત એક્રીલિક એસિડનું મૂલ્ય સંવર્ધન છે.કંપનીએ જણાવ્યું હતું કે, ડેમો પ્રોજેક્ટ પછી દર વર્ષે 50,000 ટનની ક્ષમતા ધરાવતા વાણિજ્યિક પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે, જેથી ભારતને 1,000 કરોડના વિદેશી હૂંડિયામણની બચત થશે અને આ ઝડપથી વિકસતાં અને આકર્ષક સેગમેન્ટમાં દેશ #AtmaNirbhar બનશે.

FIEO LEI જારી કરવાની સુવિધા માટે રુબિક્સ ડેટા સાયન્સ સાથે ભાગીદારી કરે છે

ભારતીય નિકાસ સંસ્થાઓ ફેડરેશન (FIEO) એ ભારતીય નિકાસકારોને કાનૂની એન્ટિટી આઇડેન્ટિફાયર (LEI) જારી કરવા માટે સુવિધા આપવા માટે Rubix Data Sciences Pvt. Ltd. સાથે ભાગીદારી કરી છે. લિ.એ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.રુબિક્સ ડેટા સાયન્સ એ એક બિઝનેસ ઇન્ટેલિજન્સ કંપની છે જે ટેક્નોલોજી અને એનાલિટિક્સ આધારિત B2B રિસ્ક મેનેજમેન્ટ અને મોનિટરિંગ પ્લેટફોર્મ ઑફર કરે છે. એપ્રિલ 2022માં, ગ્લોબલ લીગલ એન્ટિટી આઇડેન્ટિફાયર ફાઉન્ડેશન (GLEIF) અને કાનૂની એન્ટિટી આઇડેન્ટિફાયર ઇન્ડિયા લિમિટેડ (LEIL) એ ગ્રાહકોને LEI મેળવવામાં મદદ કરવા માટે રૂબિક્સને ભારતના પ્રથમ LEI માન્યતા એજન્ટ તરીકે નિયુક્ત કર્યા.FIEO સાથેના એમઓયુના ભાગરૂપે, રૂબિક્સ પ્રથમ ભારતીય નિકાસકારોને દસ્તાવેજીકરણ પ્રક્રિયા દ્વારા મદદ કરશે અને ઝડપી અને ખર્ચ-અસરકારક LEI જારી કરવાની સુવિધા આપશે. રૂબિક્સ તેમના LEI ને સક્રિય રાખવા માટે LEI ના સમયસર નવીકરણની ખાતરી કરવા માટે નિકાસકારો સાથે પણ કામ કરશે.

લીગલ એન્ટિટી આઇડેન્ટિફાયર (LEI) શું છે?

કાનૂની એન્ટિટી આઇડેન્ટિફાયર (LEI) 20-અક્ષરનો, આલ્ફાન્યૂમેરિક કોડ છે જે અનન્ય રીતે કાનૂની એન્ટિટી અથવા માળખાને ઓળખે છે જે કોઈપણ અધિકારક્ષેત્રમાં નાણાકીય વ્યવહારનો પક્ષ છે. LEI મુખ્ય સંદર્ભ માહિતી સાથે જોડાય છે જે નાણાકીય વ્યવહારોમાં ભાગ લેતી કાનૂની સંસ્થાઓની સ્પષ્ટ અને અનન્ય ઓળખને સક્ષમ કરે છે.

એક્સિસ AMC- તિશમેન સ્પીયર વચ્ચે રિયલ એસ્ટેટ વિકસાવવા ભાગીદારી

મુંબઇઃ એક્સિસ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (“એક્સિસ એએમસી”)એ તિશમેન સ્પીયર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કર્યાંની જાહેરાત કરી છે. પ્લેટફોર્મનો ઉદ્દેશ્ય આઠ મહત્વપૂર્ણ માર્કેટ્સમાં ગ્રીનફિલ્ડ કમર્શિયલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સના પ્રારંભિક તબક્કામાં રોકાણ કરવાનો છે, જેથી મહત્વપૂર્ણ ક્લાયન્ટ્સને ભાડે આપવા માટે બેસ્ટ ઇન ક્લાસ ઓફિસ બિલ્ડિંગ્સ તૈયાર કરી શકાય. આ પ્લેટફોર્મ “3 એસ”: “સસ્ટેનેબિલિટી”, “સેફ્ટી” અને “સર્વિસિબિલિટી” ઉપર ભાર મૂકતાં બિલ્ડિંગ્સ વિકસાવશે. પ્લેટફોર્મ તિશમેન સ્પ્રેયર સાથેની તેની ભાગીદારી દ્વારા પ્રોજેક્ટની સમગ્ર લાઇફસાઇકલમાં ડિઝાઇન, ડેવલપમેન્ટ, લિઝિંગ અને પ્રોપર્ટી મેનેજમેન્ટ ઉપર એન્ડ ટુ એન્ડ કંટ્રોલનો ઉપયોગ કરીને આ ઉદ્દેશ્યને હાંસલ કરવાની યોજના ધરાવે છે. તિશમેન સ્પીયર પ્લેટફોર્મ માટે એક્સક્લુઝિવ ડેવલપમેન્ટ મેનેજર તરીકેની ભૂમિકા નિભાવશે. આ ભાગીદારીના લોંચ અંગે એક્સિસ બેંક લિમિટેડના એમડી અને સીઇઓ અમિતાભ ચૌધરીએ કહ્યું કે, આ પ્લેટફોર્મ ફરી એકવાર એક્સિસ એએમસીને અમારા રોકાણકારો માટે પ્રોડક્ટ ઇનોવેશન, ગુણવત્તાયુક્ત લાંબાગાળાના સોલ્યુશન્સ પ્રદાન કરવામાં અગ્રેસર હોવા તરીકે પ્રદર્શિત કરે છે. તિશમેન સ્પીયરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રોબ સ્પીયરે કહ્યું કે, અમે મુંબઇ, પૂના, બેંગ્લોર, હૈદરાબાદ અને એનસીઆર જેવાં મહત્વપૂર્ણ માર્કેટ્સમાં સંભાવનાઓ તપાસવા માટે આતુર છીએ.

ગોદરેજ પ્રોસેસ ઇક્વિપમેન્ટ દહેજ સુવિધાનું વિસ્તરણ કરશે

મુંબઈ: ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સે જાહેરાત કરી હતી કે, એના વ્યવસાય ગોદરેજ પ્રોસેસ ઇક્વિપમેન્ટ ગુજરાતના દહેજમાં એની અત્યાધુનિક સુવિધાનું વિસ્તરણ કરશે. તેઓ વર્ષ 2025 સુધીમાં તેમની આવક બમણી કરવાની યોજના ધરાવે છે અને આ વિસ્તરણ તેની ક્ષમતા બમણી કરવાની અને ક્ષમતા વધારવાની યોજનામાં નોંધપાત્ર પ્રદાન કરશે. હાલ ચાલુ વિસ્તરણ તેના ઉત્પાદન વિસ્તારમાં અંદાજે 25,000 ચોરસ મીટરનો વધારો કરશે. અત્યારે તેમાં વધુ રૂ. 300 કરોડનું રોકાણ થઈ રહ્યું છે. આ સુવિધા વિવિધ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ માટે મહત્વપૂર્ણ અને ઓવર-ડાઇમેન્શનલ કન્સાઇન્મેન્ટ્સ (ઓડીસી)નું ઉત્પાદન અને પ્રદાન કરવા સારી રીતે સજ્જ છે. ગોદરેજ પ્રોસેસ ઇક્વિપમેન્ટના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ અને બિઝનેસ હેડ હુસૈન શરિયારે કહ્યું કે, દહેજ ઉત્પાદન સુવિધા એની મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પ્રદાન કરવાની ક્ષમતા અને એની સારી સજ્જતાને કારણે કેટલાંક સીમાચિહ્નો હાંસલ કરવા સક્ષમ બનાવે છે. દહેજ સુવિધાને ડાઇમેન્શનની સાથે જટિલતાની દ્રષ્ટિએ પણ વિશેષ ઉપકરણ ઊભું કરવાના આશય સાથે વિકસાવામાં આવી હતી. ઉપરાંત અમારો ઉદ્દેશ આ સુવિધાને ઉદ્યોગમાં પર્યાવરણને સૌથી વધુ અનુકૂળ સુવિધાઓ પૈકીની એક બનાવવાનો પણ છે.