સિકિચે એક્સલરેટેડ ગ્રોથના હસ્તાંતરણ સાથે શિકાગો અને ભારતમાં વિસ્તરણ કર્યું

શિકાગો: સિકિચે શિકાગો સ્થિત એકાઉન્ટિંગ, ફાઇનાન્સ અને ટેક્નોલોજી કન્સલ્ટિંગ કંપની એક્સલરેટેડ ગ્રોથ હસ્તગત કરવા માટે કરાર ઉપર હસ્તાક્ષર કર્યાંની જાહેરાત કરી છે.

સિકિચના સીઇઓ ક્રિસ ગાયરે જણાવ્યું હતું કે, આ વિસ્તરણ અમારા આઉટસોર્સ કરાયેલા એકાઉન્ટિંગ અને આંતરરાષ્ટ્રીય કામગીરીની વૃદ્ધિને આગળ ધપાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.

એક્સલરેટેડ ગ્રોથે એકાઉન્ટિંગ, ફાઇનાન્સ અને ટેક્નોલોજી માળખામાં સુધારો કરવા અને તેને અમલમાં મૂકવા માટે 300થી વધુ ઉદ્યોગસાહસિક સંસ્થાઓ સાથે કામ કર્યું છે. કંપનીના ક્લાયન્ટ્સ વૃદ્ધિના વિવિધ તબક્કામાં છે, જેમાં સ્ટાર્ટઅપ, મીડલ માર્કેટથી લઇને ફોર્ચ્યુન 500 કંપનીઓના વેન્ચર વિભાગો સામેલ છે.

એક્સલરેટેડ ગ્રોથના સ્થાપક અને સીઇઓ બોબી અચેતુએ જણાવ્યું હતું કે, એક્સલરેટેડ ગ્રોથના આશરે 120 કર્મચારીઓ સિકિચ સાથે જોડાશે, જેમાં અમેરીકાના 50 અને ભારતના 70 સામેલ છે. આ ટીમ સિકિચની ડાઉનટાઉન શિકાગો ઓફિસ સાથે સંકળાશે તથા તેમની બેંગ્લોર અને અમદાવાદ ઓફિસ પણ જાળવશે. આ ટ્રાન્ઝેક્શન 30 નવેમ્બરે થશે.