અદાણી ટોટલ ગેસે પીએનજી, સીએનજીની કિંમતમાં ઘટાડો કર્યો

નવી દિલ્હી: તાજેતરમાં કેન્દ્રના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે શહેરી ગેસ વિતરણ કંપનીઓને ફાળવવામાં આવતા ઘર વપરાશના ગેસની ફાળવણીમાં વધારો કરી અને CNG અને હોમ PNG માટે લાગુ પડતા યુનિફાઇડ બેઝ પ્રાઈસ (UBP)માં ઘટાડો કરવા કરેલા નિર્ણય મારફત સીટી ગેસ વિતરણ કંપનીઓને અપાતા સતત સહયોગને અદાણી ટોટલ ગેસે આવકારવા સાથે તેની જાહેર નીતિને અનુરૂપ ભાવમાં થયેલા વધારાને તત્કાળ ઉલટાવી અને સ્થાનિક પીએનજીના ભાવમાં એસસીએમ દીઠ રૂ. ૩.૨૦ અને સીએનજીના ભાવમાં કીલોદીઠ  રૂ. ૪.૭ સુધીનો ઘટાડો જાહેર કર્યો છે. ગેસના ભાવમાં ઘટાડો અદાણી ટોટલ ગેસ લિ. દ્વારા આવરી લેવામાં આવેલા ૧૯ ભૌગોલિક વિસ્તારોમાં ૧૭ ઓગસ્ટ ૨૦૨૨થી લાગુ કરવામાં આવ્યો છે, જેના પરિણામે અમે જેઓને સેવા આપીએ છીએ તેવા લાખો ગ્રાહકોને નોંધપાત્ર બચત થશે.

CoinDCX ક્રિપ્ટો માર્કેટને વેગ આપવા UNFOLD 2022 ઇવેન્ટ યોજશે

અમદાવાદઃ યુનિકોર્ન ક્રિપ્ટો સ્ટાર્ટઅપ CoinDCX ક્રિપ્ટો માર્કેટને વેગ આપવા બેંગલુરૂ ખાતે ‘UNFOLD 2022’ ઈવેન્ટ યોજી રહી છે. તા.26- 28 ઓગસ્ટ દરમિયાન યોજાનારી ઈવેન્ટમાં ડેવલપર્સ, રોકાણકારો, Web3 સ્ટાર્ટઅપ્સ તેમજ નિયમનકારો પોતાના બિઝનેસનું પ્રદર્શન તેમજ ચર્ચા વિચારણા કરી શકશે. તદુપરાંત ભારતને તેની વેબ 3 પ્રતિભા અને નોલેજનો વર્લ્ડ લીડર બનાવવા માટેના લાભો ઉઠાવવા અંગે નિર્ણયો લેવામાં આવશે. UNFOLD 2022 વેબ 3.0ના વલણોમાં ભારતની તત્પરતા અને વેબ 3.0 સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટેના પડકારો અને તકોની ચર્ચા કરવા માટે ઉદ્યોગના દિગ્ગજ લોકો માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. BuidlersTribe અને Devfolio દ્વારા સંચાલિત આ ઇવેન્ટ અનફોલ્ડ 2022 હેકાથોન અને ડેમો ડેની પ્રથમ આવૃત્તિ પણ રજૂ કરશે.
ટેક્નોલોજી સેંકડો વર્ષોથી વિકસિત થઈ રહી છે. બ્લોકચેન ટેક્નોલોજી દ્વારા સંચાલિત વેબ 3.0 આગામી ઈન્ટરનેટ ક્રાંતિ છે. વેબ 3.0ની આ તકનીકી ક્રાંતિનું નેતૃત્વ કરવા આપણે સક્ષમ છીએ.

– નીરજ ખાંડેવાલ, ફાઉન્ડર, CoinDCX

થીમ ઇનોવેશન છે. ઈનોવેશન અને Web3 સ્પેસમાં આગામી સીમાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશેઅનફોલ્ડ 2022 વેબ 3.0 કોન્ફરન્સ: વેબ3 ઇકોસિસ્ટમ, ભૌગોલિક અને પડકારો અંગે ચર્ચા થશે.
ડેવફોલિયો ડેવલપર્સ, સલાહકારો, માર્ગદર્શકો અને કંપનીઓને એકસાથે લાવશેસામૂહિક ધોરણે ડિસેન્ટ્રલાઈઝ્ડ એપ્લિકેશન્સનું નિર્માણ કરવાની તકો વધારશે.
ક્રોસ ચેઈન હેકાથોન વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ દૂર કરવા પ્રયાસ કરાશે$50,000થી વધુની કિંમતની બાઉન્ટીઝ જીતવા માટે Web3 બિલ્ડરો માટે મેલ્ટિંગ પોટ ઓફર કરશે.
25 હજાર ડોલરની ગ્રાન્ટ તેમજ 10 લાખ ડોલરનું ફંડિંગ સહિતની સુવિધાઓ ડેમો ડેમાં મેળવી શકાશે.ઈવેન્ટમાં ડેવલપર્સ, રોકાણકારો, Web3 સ્ટાર્ટઅપ્સ તેમજ નિયમનકારો પ્રદર્શન- ચર્ચા વિચારણા કરશે

કેશફ્રી પેમેન્ટ્સે પેમેન્ટ સેટલમેન્ટની સુવિધા માટે ફાર્મઇઝી સાથે જોડાણ કર્યું

બેંગાલુરુ: પેમેન્ટ્સ અને એપીઆઈ બેંકિંગ સોલ્યુશન્સ કંપની કેશફ્રી પેમેન્ટ્સએ ડિજિટલ હેલ્થકેર પ્લેટફોર્મ્સ પૈકીને એક ફાર્મઇઝી સાથે જોડાણ કર્યું છે. જેનો આશય એના રિટેલ પાર્ટનર્સને ઝડપી અને સુવિધાજનક પેમેન્ટ સેટલમેન્ટની સુવિધા આપવાનો છે. આ જોડાણ રિટેલ નેટવર્ક માટે નાણાકીય વ્યવહારોને ઓટોમેટિક કરવા કેશફ્રી પેમેન્ટ્સના પેઆઉટ્સ સોલ્યુશનનો ઉપયોગ કરશે. સોલ્યુશન વિશ્વસનિય અને 99.98 ટકા પેઆઉટ સફળતા દર આપે છે. માર્કેટપ્લેસ/વચગાળાની સંસ્થાની ક્ષમતા સાથે ફાર્મઇઝી આ સુવિધા આપે છે અને આ માટે સક્ષમ બનાવે છેઃ (એ) સમગ્ર દેશમાં એના થર્ડ-પાર્ટી રિટેલ પાર્ટનર્સ દ્વારા વિવિધ કેટેગરીઓમાં ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર ઉત્પાદનોનું વેચાણ, અને (બી) ઉપભોક્તાઓ અને રિટેલ પાર્ટનર્સ વચ્ચે વેચાણ અને ખરીદીના વ્યવહારો માટે ચુકવણી કરવી. કોઈ પણ ગ્રાહક ફાર્મઇઝીની વેબસાઇટ કે મોબાઇલ એપ પર ઓર્ડર આપી શકે છે તથા ઓનલાઇન ચુકવણી કરી શકે છે અથવા સીઓડી (કેશ ફોર ડિલિવરી) માટે પસંદગી કરી શકે છે. એક વાર ગ્રાહક પેમેન્ટ કરે પછી ફાર્મઇઝી રિટેલ પાર્ટનર્સને તમામ ચુકવણી કરે છે અને રોજિંદા ધોરણે તેની વહેંચણી કરે છે તેવું કેશફ્રી પેમેન્ટ્સના સહ-સ્થાપક રીજુ દત્તાએ જણાવ્યું હતું.

વધુ એક ક્રિપ્ટો લેન્ડિંગ કંપનીએ 80 ટકા કર્મચારીઓ છૂટા કર્યા

અમદાવાદઃ સિંગાપોર સ્થિત ક્રિપ્ટો લેન્ડિંગ પ્લેટફોર્મ હોડલનોટ (Hodlnaut)એ ખોટ જતાં 80 ટકા કર્મચારીઓને નોકરીમાંથી છુટા કર્યા છે. કંપનીએ ખર્ચ પર કાપ મૂકવા માગતી હોવાથી તેમજ 1500 કરોડ ડોલરની ખોટ જતાં નાણાકીય અછત સર્જાઈ હોવાથી કર્મચારીઓની છટણી પ્રક્રિયા હાથ ધરી હોવાનું જણાવ્યુ છે. હોડલનોટે બ્લોગમાં જણાવ્યું હતું કે તેણે 40 લોકોને (હેડકાઉન્ટના 80%) નોકરીમાંથી છૂટાં કર્યાં છે. વ્યાજ દરો 0% APR સુધી ઘટાડી દીધા છે. કંપનીએ ઓગસ્ટની શરૂઆતમાં જ તેના યુઝર્સની સંપત્તિ ફ્રીઝ કરી હતી. Hodlnautમાં હવે 20 ટકા જ કર્મચારીઓ કાર્યરત છે. હોડલનોટની સંપત્તિઓ જપ્ત કે ડિફોલ્ટ ન થાય તે માટે સિંગાપોરની એક કોર્ટમાં ક્રેડિટર પ્રોટેક્શન માટે અરજી કરી છે. ટેરા-લુના કૌંભાંડના કારણે ટેરા-લુના ક્રિપ્ટો આધારિત હોડલનોટ ઉપરાંત થ્રી એરોઝ કેપિટલ, વોયેજર ડિજિટલ અને સેલ્સિયસ નેટવર્ક સહિત કંપનીઓને મોટાપાયે નુકસાન થયુ છે. અહેવાલો અનુસાર, હોડલનોટ પાસે અંદાજિત 18.7 કરોડ ડોલર (રૂ. 1490 કરોડ)ના ટેરાયુએસડી (TerraUSD) છે. TerraUSD ટેરા-લુના ક્રેશના લીધે તળિયે પહોંચતાં કંપનીની મુશ્કેલીઓ શરૂ થઈ હતી. તેના લીધે કંપનીની 90 ટકા સંપત્તિને નુકસાન થયુ હતું. સિંગાપોરની કોર્ટ 22 ઓગસ્ટ, 2022ના રોજ હોડલનોટની કાનૂની સુરક્ષાની અરજી પર સુનાવણી કરશે. કોર્ટ તેના વર્તમાન ડિરેક્ટરોની જગ્યાએ કંપનીની નાણાકીય બાબતોની દેખરેખ રાખવા માટે વચગાળાના જ્યુડિશિયલ મેનેજરની નિમણૂક કરી શકે છે.