CORPORATE NEWS
ICICI પ્રુડેન્શિયલની મોબાઇલ એપનું ડાઉનલોડિંગ 10 લાખને પાર
icici પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ મોબાઇલ એપનું ડાઉનલોડિંગ 10 લાખના મહત્વપૂર્ણ સીમાચિહ્નને સર કરી ગયું છે, જે આ એપ કંપનીની પોલિસીઓને ગ્રાહકોના નિયંત્રણમાં રાખવા માટે આપતી સુવિધાને સૂચવે છે. કંપનીએ તેની વિવિધ પોલિસી પર માહિતી ગ્રાહકોને આપવા તેમજ મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટીના અભાવમાં પણ સર્વિસ રિક્વેસ્ટ ઇનિશિયેટ અને પૂર્ણ કરવાની સુવિધા આપવા તેની મોબાઇલ એપ અપગ્રેડ કરી છે. અત્યારે કંપનીના દર ચાર સર્વિસ વ્યવહારોમાંથી એક વ્યવહાર ગ્રાહકો મોબાઇલ એપ કરે છે. icici પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સના ચીફ માર્કેટિંગ ઓફિસર મનિષ પાંડેએ કહ્યું કે, “કોવિડ-19 મહામારીએ ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપ્યું છે. અમારી ઇનોવેટિવ અને અપગ્રેડ કરેલી મોબાઇલ એપ અમારા ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરવા હંમેશા સર્વિસ ટચપોઇન્ટ છે. મોબાઇલ એપ 1 મિલિયનથી વધારે વાર ડાઉનલોડ થઈ છે અને અત્યારે દર 4 સર્વિસ રિક્વેસ્ટમાંથી 1 રિક્વેસ્ટનું મેનેજમેન્ટ ગ્રાહકો તેમની રીતે એપ દ્વારા કરે છે.
જૉય ઇ-બાઇકે આયર્લેન્ડમાં ભારતીય ક્રિકેટ ટીમના પ્રવાસ માટે અધિકૃત ‘જૉય ઇ બાઇક પાવર્ડ બાય’ સ્પોન્સર બનવા જોડાણ કર્યું
ક્રિકેટ સાથે પોતાના લાંબા ગાળાના સંબંધને મજબૂત કરીને વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડ આયર્લેન્ડમાં વર્ષ 2022માં ભારતીય ટીમના આગામી પ્રવાસની અધિકૃત પાવર્ડ બાય સ્પોન્સર બની છે. વોર્ડવિઝાર્ડ દેશમાં અગ્રણી ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બ્રાન્ડ જૉય ઇ-બાઇકની ઉત્પાદક છે અને સીરિઝના અધિકૃત સ્પોન્સર જૉય ઇ-બાઇક પાવર્ડ બાય સ્પોન્સર તરીકે ઓળખાશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે 26 અને 28 જૂન, 2022ના રોજ ડબ્લિનમાં મેલાહાઇડ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડમાં ટી20 સીરિઝની બે મેચ રમાશે. આ જોડાણના ભાગરૂપે જૉય ઇ-બાઇક બંને મેચો માટે જૉય ઇ બાઇક ઇલેક્ટ્રિફાઇંગ સુપર 6’s એવોર્ડ અને ‘જૉય ઇ-બાઇક ઇલેક્ટ્રિફાઇંગ પાવર્ડ બાય’ મેન ઓફ ધ સીરિઝ એવોર્ડ એનાયત કરશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2021 એડિશન માટે જૉય ઇ-બાઇકે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે એના અધિકૃત ઇવી પાર્ટનર તરીકે જોડાણ કર્યું હતું. વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર યતિન ગુપ્તેએ કહ્યું હકે, “એક બ્રાન્ડ તરીકે વોર્ડવિઝાર્ડે ક્રિકેટની રમત અને એની રોમાંચકતાને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. “આયર્લેન્ડની ભારતની વર્ષ 2022ની આગામી ટૂર” માટે મુખ્ય સ્પોન્સર – જૉય ઇ બાઇક-પાવર્ડ બાય સ્પોન્સરશિપ તરીકે “આયરિશ ક્રિકેટ યુનિયન કંપની લિમિટેડ” સાથે જોડાણ કરવાની ખુશી છે.