એક્સિસ બેંકે ડાઇનિંગ ડિલાઇટ્સ પ્રસ્તુત કરવા ઇઝીડાઇનર સાથે જોડાણ કર્યું

  • ભારત અને દુબઈમાં 10,000થી વધારે પ્રીમિયમ રેસ્ટોરામાંથી પસંદ કરવાનો વિકલ્પ
  • ભારત અને દુબઈમાં પસંદ કરેલ પ્રીમિયમ રેસ્ટોરાં પર ચોક્કસ ક્રેડિટ કાર્ડ પર 40 ટકા ડિસ્કાઉન્ટ
  • પ્રીમિયમ કાર્ડધારકો માટે કસ્ટમાઇઝ બર્થડે ઉજવણી ઓફર કરે છે

મુંબઈ: ભારતમાં ખાનગી ક્ષેત્રની ત્રીજી સૌથી મોટી બેંક એક્સિસ બેંકે ભારતનાં અગ્રણી ટેબલ રિઝર્વેશન, ફૂડ ડિસ્કવરી અને રેસ્ટોરાં પેમેન્ટ પ્લેટફોર્મ ઇઝીડાઇનરએ બેંકના ગ્રાહકો માટે વિશિષ્ટ અને શ્રેષ્ઠ ડાઇનિંગ અનુભવ આપવા ડાઇનિંગ ડિલાઇટ્સ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે. પ્રોગ્રામ અનેક ફાયદા ઓફર કરશે, જેમાં ભારત અને દુબઈમાં 10,000થી વધારે પ્રીમિયમ રેસ્ટોરામાંથી પસંદ કરવાનો વિકલ્પ, ટેબલ રિઝર્વેશન પર તાત્કાલિક પુષ્ટિ અને ઇઝીડાઇનર એપ દ્વારા ડાઇનિંગ રિઝર્વેશન પર વિશિષ્ટ ઓફર સામેલ હશે. ઇઝીડાઇનર રિયલ ટાઇમ ડેટા એનાલીટિક્સ મુજબ, મહામારી પૂર્વેના સમયગાળાની સરખામણીમાં પ્રીમિયમ રેસ્ટોરા શોધવાનું અને બહાર ભોજન લેવાનું પસંદ કરતા ગ્રાહકોની સંખ્યામાં ~132% ટકાનો વધારો થયો છે. આ નોંધપાત્ર સુધારો દિલ્હી એનસીઆર, મુંબઈ અને બેંગાલુરુમાં સૌથી વધુ તથા ત્યારબાદ ગોવામાં જોવા મળે છે, જે છેલ્લાં બે વર્ષમાં મજબૂત ડેસ્ટિનેશન તરીકે બહાર આવ્યું છે. ઉપરાંત ગ્રાહકો મહિનામાં 3.2 વાર બહાર ભોજન લે છે, જે કોવિડ-પૂર્વે મહિનામાં 2.1થી વધારે છે, કારણ કે સમગ્ર દેશમાં આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. એક્સિસ બેંક અને ઇઝીડાઇનર દ્વારા આ નવી પહેલ બહાર ભોજન કરવા એકસાથે પસંદગી, વિવિધતા અને સુવિધા ઇચ્છતાં ગ્રાહકોની સંખ્યામાં વધારાને સેવા સાથે સુસંગત છે. ડાઇનિંગના વિશિષ્ટ અનુભવ ઉપરાંત ડાઇનિંગ ડિલાઇટ્સ ટૂંક સમયમાં પ્રીમિયમ કાર્ડધારકો માટે એક્સક્લૂઝિવ બર્થડે સેલિબ્રેશનનો અનુભવ ‘સેલિબ્રેશન વિથ એક્સિસ બેંક એન્ડ ઇઝીડાઇનર’ ઓફર કરશે, જેઓ ઇઝીડાઇનર પર કલિનરી કન્સીઅર્જ દ્વારા તેમના બર્થડે માટે પર્સનલાઇઝ ડાઇનિંગ ભલામણો કરી શકે છે અને તેમના ભોજન પર 50 ટકા ડિસ્કાઉન્ટનો લાભ પણ મેળવી શકે છે. તમામ વ્યવસ્થાઓ અને બુકિંગ્સ પર્સનલ કલિનરી કન્સીઅર્જ દ્વારા થશે. આ ઉજવણીને ભવ્ય બનાવવા એક્સિસ બેંક પૂરક બર્થડે કેક કે સિગ્નેચર ડિઝર્ટ ઓફર કરશે. આ પ્રસંગે એક્સિસ બેંકના કાર્ડ્સ એન્ડ પેમેન્ટ્સના પ્રેસેડિન્ટ અને હેડ સંજીવ મોઘેએ કહ્યું હતું કે, “એક્સિસ બેંકમાં અમે અમારા ગ્રાહકોની જરૂરિયાતો અને તેમની સુવિધાને હંમેશા પ્રાથમિકતા આપીએ છીએ. અમે જોયું છે કે, ગ્રાહકો નવા રેસ્ટોરાંમાં જવાનું, નવી વાનગીઓ માણવાનું અને તેમના ભોજનનો સંપૂર્ણ શ્રેષ્ઠ અનુભવ મેળવવાનું પસંદ કરે છે.

ICICI ડાયરેક્ટએ ICICIડાયરેક્ટ આઇલર્ન લર્નિંગ એપ પ્રસ્તુત કરી

મુંબઈ: વિવિધ નાણાકીય સેવાઓ માટે ડિજિટલ પ્લેટફોર્મ આઇસીઆઇસીઆઇડાયરેક્ટ ઓપરેટ કરતી ICICI સીક્યોરિટીઝ (આઇ-સેક)એ એક લર્નિંગ એપ ‘ICICIડાયરેક્ટ આઇલર્ન’ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી, જે ગ્રાહકોને કેટલાંક નાણાકીય ઉત્પાદનો અને બજારના મુદ્દાઓ આસપાસ બનાવેલી લર્નિંગ કન્ટેન્ટની સરળ સુલભતા પ્રદાન કરશે. બીએસઈએ તાજેતરમાં પ્રકાશિત કરેલા ડેટા મુજબ, જૂન, 2022 સુધી રોકાણકારોની કુલ સંખ્યા ~109 મિલિયન હતી, જેમાં વાર્ષિક ધોરણે 51 ટકાનો વધારો થયો છે. છેલ્લાં ત્રણ વર્ષમાં આઇ-સેકનાં સંપૂર્ણ ગ્રાહક આધારમાંથી સક્રિય ગ્રાહકોમાં મિલેનિયલ્સ અને જનરેશન ઝેડ 80 ટકાથી વધારે હિસ્સો ધરાવે છે. ઉપરાંત નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળામાં આઇ-સેકએ એક્વાયર કરેલા 85 ટકાથી વધારે ગ્રાહકો ટિઅર 2 અને 3 શહેરોમાંથી હતાં. ‘ICICIડાયરેક્ટ આઇલર્ન’નો ઉદ્દેશ નવા રોકાણકારો અને અનુભવી રોકાણકારો એમ બંને પ્રકારના રોકાણકારોની જરૂરિયાતો પૂરી કરતી પ્રમાણભૂત અને સમકાલીન એમ બંને પ્રકારની સામગ્રી સહિત નાણાકીય કે રોકાણના માધ્યમો પર જાણકારી આપે છે. અત્યારે એપ વિવિધ સેક્શનમાં 550થી વધારે કન્ટેન્ટ પીસ ધરાવે છે. આ કન્ટેન્ટ કે સામગ્રી વિવિધ મુદ્દાઓ પર નિયમિત સમયાંતરે અપડેટ થશે, જેમાં બજારમાં વર્તમાન ચાલી રહેલી હિલચાલ સામેલ હશે. આ લોંચ પર ICICIડાયરેક્ટના રિટેલ ઇક્વિટીના હેડ વિશાલ ગુલેચાએ કહ્યું કે, “દાયકાઓથી ICICI ડાયરેક્ટ ફિઝિકલ ફોર્મેટમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો દ્વારા ભારતીય રોકાણકારોને નાણાકીય જાણકારી આપે છે.

આરઆર કેબલે ₹ 1 કરોડથી વધારેની સ્કોલરશિપની જાહેરાત કરી

નવી દિલ્હી: 1.25 અબજ ડોલરના આરઆર ગ્લોબલ જૂથની કંપની તથા ભારતમાં અગ્રણી વાયર અને કેબલ ઉત્પાદક આરઆર કેબલએ ભારતમાં ઇલેક્ટ્રિશિયન્સના બાળકોને મદદ કરવા માટે કેબલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામની જાહેરાત કરી છે. આ પહેલ આરઆર ગ્લોબલના મિશન રોશનીના પ્રયાસનો એક ભાગ છે, જેનો આશય સક્ષમ અને શિક્ષિત ભારતનું નિર્માણ કરવાનો છે. આ પહેલ દ્વારા આરઆર કેબલ ઇલેક્ટ્રિશિયન્સના બાળકોના હાયર સેકન્ડરી શિક્ષણ માટે ₹ 1 કરોડથી વધારેનું રોકાણ કરશે. કેબલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામ એવા ઇલેક્ટ્રિશિયન્સના બાળકો માટે છે, જેમણે ચાલુ વર્ષે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી છે. ટોચના 1,000 વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવશે અને દરેકને ₹ 10,000ની સ્કોલરશિપ આપવામાં આવશે. પસંદગી માટેની માર્ગદર્શિકા સરળ અને તેમાં નીચેની બાબતો સામેલ છેઃ

  • ધોરણ 10ના બોર્ડની પરીક્ષા પ્રથમ પ્રયાસે ઓછામાં ઓછા 60 ટકા માર્ક સાથે પાસ કરી હોય એવા વિદ્યાર્થીઓ
  • અરજદારના પિતા/માતાએ આરઆર કેબલમાં ઇલેક્ટ્રિશયન તરીકે પોતાની નોંધણી કરાવેલી હોવી જોઈએ.

માયTVSએ લાઇફ360 પ્રસ્તુત કર્યું: આફ્ટરમાર્કેટ માટે ભારતનું પ્રથમ કનેક્ટેડ કાર પ્લેટફોર્મ

ચેન્નાઈ: ભારતની સૌથી મોટી સ્વતંત્ર સંકલિત મલ્ટિ-બ્રાન્ડ કાર સર્વિસ પ્રોવાઇડર માયTVSએ આજે તમામ પોસ્ટ-વોરન્ટી પેસેન્જર કાર માટે કનેક્ટેડ કાર પ્લેટફોર્મ ‘માયTVS લાઇફ360’ શરૂ કરી છે. આ ભારતમાં પહેલી વાર છે, જેમાં આફ્ટરમાર્કેટ કંપનીએ પેસેન્જર કાર ગ્રાહકોને સુપર એપ ઓફર કરી છે, જે ઉત્પાદનોની બહોળી સેવા સાથે વાહનની સેવા, ઇમર્જન્સીમાં મદદ, પાર્ટ્સ, વીમો, પેમેન્ટનું પ્લેટફોર્મ, એક્સ્સેસરીઝ પૂરી પાડશે. આફ્ટરમાર્કેટ માટે ભારતનું પ્રથમ કનેક્ટેડ કાર પ્લેટફોર્મ ‘માયTVS લાઇફ360’ આફ્ટરમાર્કેટ માટે સેવાઓની સંપૂર્ણ રેન્જ પ્રદાન કરશે, જેમાં એના ગ્રાહકોને સંપૂર્ણ પારદર્શકતા અને નાણાં સામે શ્રેષ્ઠ મૂલ્ય મળશે. આ સુપર એપ દ્વારા ગ્રાહકો સઘન અને વ્યક્તિગત અનુભવનો લાભ લઈ શકે છે તથા આગળ જતાં સુપર એપ લીઝના વિકલ્પો સાથે યુઝ કારના વેચાણ માટે એક પ્લેટફોર્મ તરીકે પણ કામ કરશે. મેમ્બરશિપ ત્રણ વર્ષના સબસ્ક્રિપ્શન માટે રૂ. 4999ના લાભદાયક કિંમત પર છે, જે 15 જુલાઈ, 2022થી ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે. સુપર એપ માયટીવીસી દ્વારા પ્રદાન કરવામાં આવેલા પર્સનલાઇઝ ડિવાઇઝ સાથે જોડાયેલી છે એટલે કારના માલિકોને સલામત, અંગત અનુભવો મેળવવા સક્ષમ બનાવે છે, જેમાં ડ્રાઇવિંગનો અભિગમ, જિયો-ફેન્સિંગ, માઇલેજ વધારવા અંગત ભલામણ, એન્જિનનું પર્ફોર્મન્સ અને સેફ્ટી એલાર્મ તથા યુઝર માટે નોટિફિકેશન સામેલ છે. આ માયTVS નેટવર્ક, ફ્યુઅલ સ્ટેશન્સ, નજીકના પોલીસ સ્ટેશનો અને હોસ્પિટલોની સુલભતા આપવા વ્યક્તિગત ટ્રાવેલ મેપ પણ ધરાવે છે, જેથી આ સંપૂર્ણ લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ બની છે. આ લોંચ પર કિ મોબિલિટી સોલ્યુશન્સના મેનેજિંગ ડિરેક્ટર શજી શ્રીનિવાસ રાઘવને કહ્યું હતું કે, “માયTVS લાઇફ360 ભારતીય ઓટોમોટિવ આફ્ટરમાર્કેટમાં ઘણી ખાસિયતો પહેલી વાર ધરાવે છે. આ પ્રથમ પ્રકારની અખિલ ભારતીય પ્રોડક્ટ છે, જે ગ્રાહકોને તેમની કારની સંપૂર્ણ જાળવણી, ઇમર્જન્સી અને રિપેરની તમામ જરૂરિયાતો માટે રિયલ-ટાઇમમાં 1000+ માયTVS નેટવર્કમાં આફ્ટરમાર્કેટ ઇકોસિસ્ટમ સાથે જોડે છે.

એરટેલ પેમેન્ટ્સ બેંકે લાસ્ટ માઇલ કેશ કલેક્શનને ડિજિટાઇઝ કરવા માટે એક્સિસ બેંક સાથે ભાગીદારી કરી

નવી દિલ્હી:એરટેલ પેમેન્ટ્સ બેંકે ભારતના ટીયર ।।।શહેરો અને અર્ધ-શહેરી વિસ્તારોમાં રોકડ સંગ્રહ પ્રણાલીને ડિજિટાઇઝ કરવા માટેભારતની ત્રીજી સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંકએક્સિસ બેંક સાથે ભાગીદારી કરી છે. એરટેલ પેમેન્ટ્સ બેંક પોતાના ડિજિટલ નેતૃત્વ હેઠળના નેબરહૂડ બેકિંગ મૉડલની વ્યાપક પહોંચનો લાભ ઉઠાવશે, જેથી એક્સિસ બેંકને લાસ્ટ-માઇળ કેશ કલેક્શનના ડિજિટાઇઝેશનને સમર્થન આપી શકાય. આ ભાગીદારીના માધ્યમથી એક્સિસ બેંક અને તેના ગ્રાહકોને રોકડ વ્યવસ્થાપન પ્રક્રિયામાં ઓપરેશનલ ક્ષમતાનું નિર્માણ કરી નોંધપાત્ર લાભ થશે. આનાથી પેમેન્ટ સાયકલ પણ ઝડપી બનશે અને દેશભરમાં કાર્યરત ફિલ્ડ એજન્ટોની બેન્ડવિડ્થને મુક્ત કરવામાં પણ મદદ મળશે. આ એજન્ટોએ હવેથી એકત્રિત કરેલી ઇએમઆઇ (EMI)રકમ જમા કરાવવા માટે શાખામાં ફરીથી જવાની જરૂરિયાત પડશે નહીં. તેઓ હવે નજીકના કોઈપણ એરટેલ પેમેન્ટ્સ બેંકના આઉટલેટ પર સરળતાથી રકમ જમા કરી શકે છે અને જે તરત જ એક્સિસ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ પ્રક્રિયા લાંબા અંતરની મુસાફરી દરમિયાન એજન્ટો દ્વારા રોકડ સંગ્રહ વહન કરવાના જોખમમાં પણ વધુ ઘટાડો કરશે. વધુમાં, આ પ્રક્રિયા કોઈપણ વિલંબને ટાળવામાં મદદ કરશે, કારણ કે એરટેલ પેમેન્ટ્સ બેંકના આઉટલેટ પરંપરાગત બેંકિંગ કલાકોથી પર છે અને સપ્તાહાંતમાં પણ કામ કરે છે. ટૂંક સમયમાં, એક્સિસ બેંકના ગ્રાહકો એરટેલ પેમેન્ટ્સ બેંકના 5,00,000 બેંકિંગ પોઈન્ટ્સ પર લોનની ચૂકવણી માટે સીધી ઇએમઆઇડિપોઝિટ કરી શકશે. હવે, ગ્રાહકો નજીકના એરટેલ પેમેન્ટ્સ બેંકના આઉટલેટ પર તેમના ઇએમઆઇચૂકવવાના વિકલ્પનો ઉપયોગ કરીને સમય અને મુસાફરીની બચત કરશે. ગૌરવ સેઠ, ચીફ ફાઇનાન્સ ઓફિસર અને હેડ ઇન્સ્ટિટ્યુશનલ બિઝનેસ, એરટેલ પેમેન્ટ્સ બેન્કનાએ જણાવ્યું, “લાસ્ટ-માઇલ કેશ કલેક્શનના ડિજિટાઇઝેશન માટે એક્સિસ બેન્ક સાથે હાથ મિલાવીને અમને આનંદ થાય છે. અમારી કલેક્શન મેનેજમેન્ટ સેવાઓ ભૌતિક રોકડના સંચાલનના પડકારોને ઘટાડે છે અને સમગ્ર સાંકળને ડિજિટાઇઝ કરીને ટ્રાન્ઝિટમાં રોકડના જોખમને પણ ઘટાડે છે. આ અમારા પાર્ટનર તેમજ તેમના ગ્રાહકો માટે વિશાળ ઓપરેશનલ કાર્યક્ષમતા લાવે છે.” આ પ્રસંગે મુનીશ શારદા, ગ્રુપ એક્ઝિક્યુટિવ અને હેડ – ભારત બેંકિંગ, એક્સિસ બેંકનાએજણાવ્યું,“એક્સિસ બેંક ખાતેઅમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ મૂલ્ય પ્રસ્તાવ આપવા માટે ઉદ્યોગની અગ્રણી સંસ્થાઓ સાથે સતત કામ કરીએ છીએ. એરટેલ પેમેન્ટ બેંક સાથેની આ ભાગીદારી દેશના અર્ધ-ગ્રામીણ વિસ્તારોમાં અમારા વિશાળ ગ્રાહક આધારને વધુ સગવડતા અને ઝડપી ઉકેલો પ્રદાન કરીને ડિજિટાઇઝેશનને અપનાવવા તરફનું એક બીજું પગલું છે.”