કોર્પોરેટ ન્યૂઝ એટ એ ગ્લાન્સ
અદાણી જૂથની 3 કંંપનીઓમાં બે અબજ ડોલરનું રોકાણ કરશે અબુધાબીની કંપની
અદાણી સમૂહના ગ્રીન પોર્ટફોલિઓમાં હોલ્ડીંગ કંપની બે અબજ રોકશેઅબુ ધાબી સ્થિત સમૂહ, ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની પીજેએસસી ભારતના અદાણી જૂથની ત્રણ પોર્ટફોલિયો કંપનીઓમાં પ્રાથમિક મૂડી તરીકે 2 બિલિયન યુએસ ડોલરનું રોકાણ કરશે. આ કંપનીઓમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ અને અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડનો સમાવેશ થાય છે. આ કંપનીઓ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર પ્રેફરન્શિયલ એલોટમેન્ટ રૂટ મારફત લિસ્ટેડ છે. હોલ્ડીંગ કંપની અદાણી ગ્રીન એનર્જી લિ.અને અદાણી ટ્રાન્સમિશન લિ. દરેકમાં રૂ. 3850 કરોડ અને અદાણી એન્ટરપ્રાઇઝમાં રૂ. 7700 કરોડનું રોકાણ કરશે
એન્જલ વનએ 9.21 મિલીયન ક્લાયન્ટ્સ સાથે FY 22 પૂર્ણ કર્યુ
ફિનટેક કંપની એન્જલ વન લિમીટેડે (અગાઉ એન્જ્લ બ્રોકીંગ લિમીટેડ તરીકે જાણીતી) પોતાની FY 22માં વૃદ્ધિ હાંસલ કરતા તેનો ક્લાયન્ટ વર્ગ વધીને 9.21 મિલીયન સુધીનો થઇ ગયો છે, જે વાર્ષિક ધોરણે 123. 7 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. માર્ચ 2022માં 0.48 મિલીયન ક્લાયન્ટસનો ઉમેરો કર્યો હતો જે FY 22માં કુલ મેળવેલા ક્લાયન્ટ્સ કરતા બમણા થાય છે જ્યારે ટકાવારીની દ્રષ્ટિએ વાર્ષિક ધોરણે 123.7 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીના ટેકનોલોજી-આધારિત પ્રયાસો અને ટેકનોલોજીકલ પ્રગતિ માર્ચ 2022માં 73.55 મિલિયન ઓર્ડરમાં પરિણમી છે, જે વાર્ષિક ધોરણે 76.3% વધારે છે. માર્ચ 2022માં કંપનીનું સરેરાશ દૈનિક ટર્નઓવર (ADTO) રૂ. 8.84 ટ્રિલિયન હતું, જે વાર્ષિક ધોરણે 121.6% વધુ છે. એવરેજ ક્લાયન્ટ ફંડિંગ બુક રૂ. 15.64 અબજ સુધી પહોંચી, જે 24.1%નો વાર્ષિક વધારો છે.
કોર્પોરેટ એક્શન
ડિવિડન્ડ જાહેરાત
સનોફીઃ શેરદીઠ રૂ. 181નું ડિવિડન્ડ તેમજ રૂ. 309નું સ્પેશિયલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. તેની બુકબંધ તા. 16થી 26 એપ્રિલ રહેશે. એક્સ-ડેટ 12 એપ્રિલ રહેશે.
મહિન્દ્રા સીઆઇઆઇ ઓટોમોટિવઃ કંપનીએ શેરદીઠ રૂ. 2.50 ડિવિડન્ડ જાહેર કર્યું છે. તેની એક્સ ડેટ 13 એપ્રિલ છે. બુકબંધ તા. 19- 25 એપ્રિલ રહેશે.
કોર્પોરેટ રિઝલ્ટ કેલેન્ડરઃ ટીસીએસ તા. 11, ઇન્ફોસિસ 13 એપ્રિલ
કંપની તારીખ
ટીસીએસ 11 એપ્રિલ
ઇન્ફોસિસ 13 એપ્રિલ
વીપ્રો 29 એપ્રિલ
જીટીપીએલ 8 એપ્રિલ
રોલ્ટા 10 એપ્રિલ
ડેલ્ટા કોર્પ 11 એપ્રિલ
હેથવે 12 એપ્રિલ
એચડીએફસી બેન્ક 16 એપ્રિલ
માઇન્ડટ્રી 18 એપ્રિલ
તાતા મેટાલીક 19 એપ્રિલ
એસીસી 19 એપ્રિલ
એલટીઆઇ 20 એપ્રિલ
તાતા એલેક્સી 20 એપ્રિલ
એચસીએલ ટેક 21 એપ્રિલ
નેસલે 21 એપ્રિલ
તાતા કોમ 21 એપ્રિલ
ICICI બેન્ક 23 એપ્રિલ
બજાજ ફાઇ. 26 એપ્રિલ
બજાજ ઓટો 27 એપ્રિલ
પર્સિસ્ટન્સ 27 એપ્રિલ
એચડીએફસી એએમસી 27 એપ્રિલ
એમ્ફેસિસ 28 એપ્રિલ
વેદાન્તા 28 એપ્રિલ
અલ્ટ્રાટેક 29 એપ્રિલ
જીએચસીએલ 30 એપ્રિલ
સ્ટોક સ્પ્લીટ
પીસીબીએલઃ કંપનીએ તેના શેરદીઠ રૂ.2ની મૂળકિંમત વાળા શેરનું રૂ. 1ની મૂળકિંમત વાળા શેરમાં વિભાજન કર્યું છે. શુક્રવારે શેરનો ભાવ 6.31 ટકા વધી રૂ. 239.25 બંધ રહ્યો હતો.
અરિહંત કેપિટલઃ કંપનીએ તેના શેરદીઠ રૂ. 5ની મૂળકિંમત ધરાવતાં શેરનું રૂ. 1ની મૂળકિંમત ધરાવતા શેરમાં વિભાજન કર્યું છે. શુક્રવારે શેરનો ભાવ 4.99 ટકાની તેજીની સર્કીટ સાથે રૂ. 463.50ની સપાટીએ બંધ રહ્યો હતો.