CORPORATE NEWS

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને ઈઝમાયટ્રિપ દ્વારા કો–બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડની રજૂઆત
મુંબઇઃ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે આજે ભારતમાં બીજા સૌથી મોટા ઓનલાઈન ટ્રાવેલ ટેક પ્લેટફોર્મ ઈઝમાયટ્રિપ સાથે કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ રજૂ કરવાની જાહેરાત કરી છે. ઈઝમાયટ્રિપ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ક્રેડિટ કાર્ડ મેમ્બર્સને ત્વરિત ડિસ્કાઉન્ટ અને રિવોર્ડ પોઈન્ટ્સ સાથે પ્રવાસના વિશિષ્ટ લાભ પૂરા પાડે છે, જે તેને સૌથી વધુ લાભદાયી ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ બનાવે છે. આ ક્રેડિટ કાર્ડ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હોટેલ બુકિંગ પર ફ્લેટ 20 ટકા ત્વરિત ડિસ્કાઉન્ટ પૂરું પાડે છે; ઈઝમાયટ્રિપ વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન પર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બુકિંગ પર ફ્લેટ 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપે છે. કાર્ડ મેમ્બર્સ ફ્લાઈટ, સ્ટેન્ડઅલોન એરલાઈન્સ અને હોટેલ વેબસાઈટ/એપ્સ ઉપર હોટેલ બુકિંગ પર વિશિષ્ટ રિવોર્ડ પોઈન્ટ્સ પણ મેળવી શકશે. પ્રાપ્ત કરેલા રિવોર્ડ પોઈન્ટ્સને ઈઝમાયટ્રિપ સહિત બહુવિધ બ્રાન્ડ્સમાં, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના રિવોર્ડ કેટલોગ ઉપર રિડીમ કરી શકાય છે.
ક્રેડજેનિક્સ સાથે જોડાણમાં મહિન્દ્રા ફાઇનાન્સ એના ડિજિટલ કલેક્શન્સને વેગ આપશે
મુંબઈ: મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (Mahindra Finance)એ આજે SaaS (સોફ્ટવેર એઝ એ સર્વિસ) આધારિત કલેક્શન્સ અને ડેટ સમાધાન ટેકનોલોજી પ્લેટફોર્મના અગ્રણી પ્રોવાઇડર ક્રેડજેનિક્સ સાથે જોડાણની જાહેરાત કરી હતી. આ જોડાણ સાથે મહિન્દ્રા ફાઇનાન્સ એના રિટેલ લોન કલેક્શનની કામગીરીને ડિજિટલ રીતે સક્ષમ બનાવવાની યોજના ધરાવે છે. ક્રેડજેનિક્સ પ્લેટફોર્મ મહિન્દ્રા ફાઇનાન્સને ઋણધારકોના સંચારને મુખ્ય પ્રવાહમાં લાવવામાં અને એનું ડિજિટાઇઝેશન કરવા સક્ષમ બનાવશે, જેમાં તમામ લોન પોર્ટફોલિયોમાં કાયદેસર વિવાદના મોડ્યુલ્સ સામેલ હશે. તમામ વિવિધ વિક્રેતાઓ વચ્ચે વિતરણની ક્ષમતાને વધારીને ક્રેડજેનિક્સ પ્લેટફોર્મ પ્રોસેસિંગ સમયમાં ઘટાડો કરશે તથા લોનની ટીમોને પિનકોડ અને ગ્રામીણ સ્તરે વિસ્તૃત ટ્રેકિંગ અને મોનિટરિંગ ક્ષમતા પ્રદાન કરશે.
જીસીપીએલએ રેડી-ટૂ-મિક્સ બોડીવોશ ગોદરેજ મેજિક બોડીવોશ પ્રસ્તુત કર્યું
મુંબઈ: ગોદરજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ)એ ફક્ત રૂ. 45માં ભારતનું પ્રથમ રેડી-ટૂ-મિક્સ બોડીવોશ ગોદરેજ મેજિક બોડીવોશ પ્રસ્તુત કર્યું છે. ગોદરેજ મેજિક બોડીવોશના બ્રાન્ડ એમ્બેસેડર અભિનેતા શાહરૂખ ખાનને બનાવવામાં આવ્યો છે. ભારત દર વર્ષે પ્લાસ્ટિકનો 3.5 મિલિયન ટન કચરો પેદા કરે છે. ત્વચા અને શરીરની સારસંભાળ રાખતા ઉત્પાદનોમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, જેના પરિણામે ઉત્પાદન અગાઉ ટનબંધ પાણીનો ઉપયોગ થાય છે અને જ્યારે તેનું પરિવહન કરવામાં આવે છે, ત્યારે અંતિમ ઉત્પાદનનું વજન વધી જાય છે. નિયમિત બોડીવોશની સરખામણીમાં ગોદરેજ મેજિક બોડીવોશને પેકેજિંગમાં પ્લાસ્ટિકની ફક્ત 16 ટકાની અને ઉત્પાદન કરવા ફક્ત 19 ટકા ઊર્જાની જરૂર છે તેમજ સાબુનો બાર બનાવવા માટે કુલ ઊર્જાના ફક્ત 10 ટકાની જરૂર છે. જેલ-આધારિત સેશે નાનાં અને લાઇટ હોવાથી વધારે સેશેનું દરેક ટ્રકમાં પરિવહન થઈ શકશે, જે નિયમિત બોડીવોશના પરિવહનની સરખામણીમાં ડિઝલના 44 ટકા ઓછા ઉપભોગ અને કાર્બનના 44 ટકા ઓછા ઉત્સર્જન તરફ દોરી જાય છે.
