આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડનું નિફ્ટી  ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇટીએફ લોન્ચ

મુંબઇ, 20 જુલાઇ, 2022: આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફન્ડની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડની પેટાકંપની આદિત્ય બિરલા સન લાઇફ એએમસીએ રોકાણકારોને વિવિધ ફાઇનાન્સિયલ સર્વિસિસમાં વૃધ્ધિનો લાભ લેવામાં મદદ કરવા નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસને ટ્રેક કરતું અનોખું ઇટીએફ લોંચ કર્યું છે. આદિત્ય બિરલા સન લાઇફ નિફટી ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇટીએફ 14 જુલાઇ, 2022થી 27 જુલાઇ, 2022 વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લું રહેશે. ફન્ડનાં લોંચ અંગે ટિપ્પણી કરતા આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડના એમડી અને સીઇઓ એ બાલાસુબ્રમણિયને જણાવ્યું હતું કે, “તાજેતરની વોલેટિલિટીને જોતાં અનેક રોકાણકારો હવે પેસિવ પ્રોડક્ટ્સમાં રોકાણ કરી રહ્યા છે, જે તેમને બજારનાં વિવિધ સેગમેન્ટ્સમાં નીચા ખર્ચે અન્ડરલાઇંગ ઇન્ડેક્સમાં રોકાણ કરવાનો વિકલ્પ પૂરો પાડશે. આ ઇટીએફ બીએફએસઆઇ સેક્ટરનાં મહત્વને જોતાં રોકાણની અનોખી તક પૂરી પાડે છે.

મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મીરે એસેટ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડની રજૂઆત

મુંબઈઃ ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસમાંના એક મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડએ એક ઓપન-એન્ડેડ ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ મીરે એસેટ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ (“ફંડ/સ્કીમ”) પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે. ફંડ માટેનો એનએફઓ 21 જુલાઈ, 2022ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 3 ઓગસ્ટ, 2022ના રોજ બંધ થશે. ફંડનું સંચાલન ઇક્વિટી માટે ફંડ મેનેજર અને રિસર્ચ હેડ શ્રી હર્ષદ બોરાવેકે અને ડેબ્ટ માટે ફિક્સ્ડ ઈનકમના સીઆઈઓ શ્રી મહેન્દ્ર જાજૂ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. ફંડ માટે બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 50 હાઇબ્રિડ કમ્પોઝિટ ડેબ્ટ 50:50 ઇન્ડેક્સ હશે. ફંડમાં લઘુત્તમ પ્રારંભિક રોકાણ રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં કરી શકાશે.

મુખ્ય મુદ્દા:

1.      ઇક્વિટી, આર્બિટ્રેજ અને ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં તેની ડાયનેમિક એસેટ ફાળવણીને કારણે વોલેટાઈલ સમયમાં રોકાણ માટેનો એક સારો વિકલ્પ.

2.      ફંડનો હેતુ તેજી દરમિયાન લાભ મેળવવાનો અને મંદીના તબક્કામાં નુક્શાનને મર્યાદિત કરવાનો છે.

3.      ફંડ મેનેજરો ઇક્વિટીમાં એડજસ્ટેડ પીઈ (પ્રાઈસ ટુ અર્નિંગ્સ) અને પીબીવી (પ્રાઈસ ટુ બુક વેલ્યુ) રેશિયો અને ડેબ્ટ એલોકેશનમાં બાય એન્ડ હોલ્ડ વ્યૂહરચના પર આધારિત આંતરિક મોડલને અનુસરશે.

4.      અસ્કયામતની ફાળવણીની ખાતરી કરવા માટે લવચીક અભિગમ અપનાવવામાં આવશે.

5.      ઇક્વિટી અને આર્બિટ્રેજ સાધનોનું રોકાણ રોકાણકારો માટે ઇક્વિટી કરવેરા સુનિશ્ચિત કરશે.

બજાજ આલિઆન્ઝ લાઇફ ઇન્સ્યોરન્સનું ડીબીએસ બેંક ઇન્ડિયા સાથે જોડાણ

મુંબઈ/પૂણે: ભારતમાં ખાનગી ક્ષેત્રની વીમાકંપનીઓ પૈકીની એક બજાજ આલિઆન્ઝ લાઇફ ઇન્સ્યોરન્સે ડીબીસી બેંક લિમિટેડ, સિંગાપોરની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ડીબીએસ બેંક ઇન્ડિયા સાથે વ્યૂહાત્મક જોડાણની જાહેરાત કરી હતી, જેનો આશય બેંકના 3 મિલિયન ગ્રાહકોને જીવન વીમાના સમાધાનો ઓફર કરવાનો છે. આ જોડાણ સાથે બજાજ આલિઆન્ઝ લાઇફ અને ડીબીએસ બેંકનો ઉદ્દેશ ગ્રાહકોને જીવન વીમાયોજનાઓમાં રોકાણ કરીને લાઇવ મોર એન્ડ બેંક લેસ માટે ગ્રાહકોને સક્ષમ બનાવવાનો છે, જેથી તેઓ આયોજીત રીતે તેમના જીવનની જરૂરિયાતો શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરી શકે. હવે ડીબીએસ બેંકની 550+ શાખાઓના નવા અને હાલના ગ્રાહકો બજાજ આલિઆન્ઝ લાઇફના રિટેલ ઉત્પાદનોમાંથી પસંદગી કરી શકે છે, જેમાં ટર્મ, સેવિંગ્સ, નિવૃત્તિ અને રોકાણ ઉત્પાદનો સામેલ છે. બજાજ આલિઆન્ઝ લાઇફ ઇન્સ્યોરન્સના એમડી અને સીઇઓ શ્રી તરુણ ચુગ અને ડીબીએસ બેંક ઇન્ડિયાના કન્ઝ્યુમર બેંકિંગ ગ્રૂપના એમડી અને હેડ શ્રી પ્રશાંત જોશીએ મુંબઈમાં કોર્પોરેટ એજન્સી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે બંને કંપનીઓના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

MMTC- PAMPના 999.9 શુદ્ધ ગોલ્ડ- સિલ્વર કોઇન સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી

નવી દિલ્હી: ભારતના આઝાદીના સ્વતંત્રતા સંગ્રામ અને આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરવા અને તેને સન્માન આપવા ભારતની એકમાત્ર લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (એલબીએમએ) ગૂડ ડિલિવરી ગોલ્ડ એન્ડ સિલ્વરી રિફાઇનરી એમએમટીસી-પીએએમપીએ ભારત સરકારના આઝાદી કા અમૃતોત્સવની ઉજવણીના ભાગરૂપે 24 કેરેટ 999.9 કેરેટમાં બનાવેલા વિશેષ સિક્કાઓની રેન્જ પ્રસ્તુત કરી છે. એમએમટીસી-પીએએમપીના સીઇઓ અને એમડી વિકાસ સિંહે નવી દિલ્હીમાં ગુરુવારે ધ ઓબેરોયમાં એક વિશેષ કાર્યક્રમમાં લિમિટેડ એડિશન ઉત્પાદનો પ્રસ્તુત કર્યા હતા. 24 કેરેટ, 10 ગ્રામના 999.9 શુદ્ધ ગોલ્ડ કોઇનની મર્યાદિત એડિશન છે અને આ બે વિશિષ્ટ ડિઝાઇનોમાં છે – 999.9 શુદ્ધ સિલ્વર, એકનું વેજન 31.1 ગ્રામ (1 ઔંસ) અને અન્ય સિક્કો 50 ગ્રામનો છે. આ લોંચ પર એમએમટીસી-પીએએમપીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ વિકાસ સિંહે કહ્યું હતું કે, આ લિમિટેડ એડિશન 999.9 શુદ્ધ ગોલ્ડ અને સિલ્વર કોઇન સાથે અમારો ઉદ્દેશ ભારતની અસાધારણ ગાથા પર ગર્વ કરવાનો અને આઝાદીના જુસ્સાને અપનાવવાનો છે.

રેલીસ ઇન્ડિયાની Q1 આવક 16.5 ટકા વધી પીએટી ₹ 67 કરોડ થયો

મુંબઈ: ટાટા એન્ટરપ્રાઇઝની કંપની રેલીસ ઇન્ડિયા લિમિટેડએ એપ્રિલ, 2022થી શરૂ થયેલા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે એના નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. ₹ 863 કરોડની આવક કરી હતી, જે અગાઉના વર્ષની ₹ 741 કરોડથી 16.5 ટકા વધારે છે. કરવેરાની ચુકવણી અગાઉ નફો (અપવાદરૂપ ખર્ચ અગાઉ) ₹ 90 કરોડ હતો, જે અગાઉના વર્ષમાં ₹ 109 કરોડ હતો અને કરવેરાની ચુકવણી પછીનો નફો (અપવાદરૂપ ખર્ચ પછી) ₹ 67 કરોડ હતો, જે અગાઉના વર્ષમાં ₹ 82 કરોડ હતો.

આઈસીઆઈસીઆઈ  લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સની ગ્રોસ પ્રિમિયમ આવક વધી

આઈસીઆઈસીઆઈ  લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સે 30 જૂન, 2022 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાની કામગીરી જાહેર કરી છે. તે અનુસાર કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ આવક (જીડીપીઆઈ) વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં રૂ. 53.70 અબજ રહી હતી જે વર્ષ 2022ના પહેલા ત્રિમાસિકમાં રૂ. 41.88 અબજ હતી, આ 28.2 ટકાની વૃદ્ધિ છે. આ વૃદ્ધિ સમાન સમયગાળા દરમિયાન ઉદ્યોગની 23.0 ટકાની વૃદ્ધિ કરતાં વધુ છે. વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં સંયુક્ત ગુણોત્તર 104.1 ટકા નોંધાયો હતો જે વર્ષ 2022ના પહેલા ત્રિમાસિકમાં  123.5 ટકા હતો. વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં વેરા પહેલાનો નફો (પીબીટી)  80.1 ટકા વધીને રૂ. 4.65 અબજનો થયો હતો જે વર્ષ 2022ના પહેલા ત્રિમાસિકમાં રૂ. 2.58 અબજનો હતો. વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં મૂડીગત લાભ રૂ. 0.32 અબજ રહ્યો હતો જે વર્ષ 2022ના પહેલા ત્રિમાસિકમાં  રૂ.3.27 અબજ હતો. પરિણામે, વેરા પછીનો નફો (પીએટી) વર્ષ 2022ના પહેલા ત્રિમાસિકમાં રૂ. 1.94 અબજ ની સામે વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં 79.6 ટકા વધીને રૂ. 3.49 અબજ થયો છે.

એસબીઆઈએ આર્મી સેન્ટ્રલ વેલ્ફેર ફંડમાં રૂ. 4.70 કરોડનું પ્રદાન કર્યું

મુંબઈ: સશસ્ત્ર દળોને ટેકો આપવાના પ્રયાસરૂપે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ આર્મી સેન્ટ્રલ ફંડમાં રૂ. 4.70 કરોડનું પ્રદાન કર્યું છે. મુખ્યત્વે આ ફંડ મોહાલીમાં ઇન્ડિયન આર્મી પેરાપ્લેજિક હોમની પ્રવૃત્તિઓ અને દિવ્યાંગ સૈનિકો/નિવૃત્તો માટે અન્ય કલ્યાણકારક પ્રવૃત્તિઓને ટેકો આપશે. એસબીઆઈના ચેરમેન દિનેશ ખારાએ ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ જનરલ મોજન પાંડે, પીવીએસએમ, એવીએસએમ, વીએસએમ, એડીસીને આર્મી હેડક્વાર્ટર, નવી દિલ્હીમાં શ્રી પી સી કંડપાલ, ડીએમડી (એસબીઆઈ) અને શ્રી દેવેન્દ્ર કુમાર, સીજીએમ (એસબીઆઈ), લેફ્ટનન્ટ જનરલ સી બી પોન્નપ્પા, એવીએસએમ, વીએસએમ, એડજ્યુટન્ટ જનરલ (ભારતીય સેના)ની હાજરીમાં ચેક સુપરત કર્યો હતો.