CORPORATE NEWS
અદાણી સમૂહની સંયુક્ત ગ્રૂપ માર્કેટ મૂડી 200 અબજ ડોલર ક્રોસ થઇ ગઇઃ ગૌતમ અદાણી

આપણે બહુ ઓછા એવા દેશોમાંના એક છીએ કે જેણે કોવિડની મહામારી અને ઉર્જા કટોકટીની તંગ સ્થિતિ હોવા છતાં પોતાના રીન્યુએબલ એનર્જીની ફુટપ્રિન્ટને વેગ આપ્યો છે. 2015થી ભારતની રિન્યુએબલ એનર્જીની ક્ષમતા લગભગ 300% વધી છે. હકીકતમાં 20-21ની સરખામણીમાં ગત વર્ષમાં રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં મૂડી રોકાણમાં 125%નો આશ્ચર્યજનક વધારો જોવા મળ્યો હતો. ભારતની જરૂરિયાતના 75%થી અધિક વધારાની માંગ રીન્યુએબલ એનર્જીના ઉત્પાદનના ઉમેરા દ્વારા પૂરી થવાની અપેક્ષા હોવાના કારણે આ ક્ષેત્રમાં ભારત હવે અટકશે નહી. આ વર્તમાન વર્ષમાં ભારતનો અંદાજિત જીડીપી વૃદ્ધિનો 8%નો આંક ઘણો હાંસલ કરી શકાય તેમ છે.
ગ્રીન ટ્રાન્ઝિશનની સુવિધા માટે 70 અબજ ડોલરનું રોકાણ
2021-22નું વર્ષ અદાણી સમૂહ માટે બીજું બ્રેકઆઉટ વર્ષ હતું. ભારતના ગ્રીન ટ્રાન્ઝિશનની સુવિધા માટે અમારું 70 બિલિયન ડોલરનું રોકાણ ભવિષ્યમાં અમારા વિશ્વાસ અને માન્યતાના દર્શનનો શ્રેષ્ઠ પુરાવો છે. રિન્યુએબલ્સમાં અમારી તાકાત ગ્રીન હાઇડ્રોજનને ભવિષ્યનું બળતણ બનાવવાના પ્રયાસમાં આપણને વિશાળ પ્રમાણમાં સશક્ત બનાવશે. અમે છેલ્લા 12 મહિનામાં અન્ય ઘણા ઉદ્યોગોમાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. એક જ હરણફાળ ભરી અમે ભારતમાં સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર બની ગયા છીએ. આજે આપણે જે એરપોર્ટનું સંચાલન કરીએ છીએ તેની આસપાસ એરો-ટ્રો-પોલીસ વિકસાવવા અને સ્થાનિક સમુદાય આધારિત આર્થિક કેન્દ્રો બનાવવાના વ્યવસાયો તરફ અમે ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
અમે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના નિર્માણકાર તરીકે વિકાસ કરી રહ્યા છીએ, દેશના કેટલાક સૌથી મોટા રોડ કોન્ટ્રાક્ટ અમોને મળ્યા છે અને બંદરો, લોજિસ્ટિક્સ, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન, સિટી ગેસ અને પાઇપ્ડ નેચરલ ગેસ જેવા વ્યવસાયમાં પહેલેથી જ અમે નોંધપાત્ર બજાર હિસ્સો વધારતા રહ્યા છીએ. અદાણી વિલ્મરના અમારા સફળ આઇપીઓએ અમોને દેશની સૌથી મોટી FMCG કંપની બનાવી છે અને ભારતમાં હોલ્સિમની મિલ્કતોના સંપાદન કે જેમાં સમગ્ર ભારતની બે સૌથી વધુ માન્યતા પ્રાપ્ત બ્રાન્ડ નામો એસીસી અને અંબુજા સિમેન્ટ્સ નો સમાવેશ થાય છે તેને પગલે હવે અમે ભારતમાં બીજા નંબરના સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક છીએ. કારોબારના સ્થળો નજીક અમારા સંલગ્નતા-આધારિત બિઝનેસ મોડલનું આ ઉત્તમ ઉદાહરણ છે. ઉપરાંત અમે ડેટા સેન્ટર્સ, ડિજિટલ સુપર એપ્સ અને ઔદ્યોગિક ક્લાઉડથી લઈને સંરક્ષણ અને એરોસ્પેસ, ધાતુઓ અને સામગ્રી સુધીના ક્ષેત્રોમાં પણ પ્રવેશ કર્યો છે આ તમામ ભારત સરકારના આત્મનિર્ભર વિઝન સાથે જોડાયેલા છે.
આ વર્ષે અમારી સંયુક્ત ગ્રૂપ માર્કેટ મૂડી 200 બિલિયન ડોલરને વટાવી ગઈ છે. અમે આંતરરાષ્ટ્રીય બજારોમાંથી અબજો ડોલર એકત્ર કરવામાં સક્ષમ રહ્યા છીએ. હવે કેટલીક વિદેશી સરકારો તેઓના ભૌગોલિક વિસ્તારોમાં કામ કરવા અને તેમનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મદદ કરવા માટે અમારી પાસે આવી રહી છે. તેથી 2022માં અમે ભારતની સરહદ પાર વ્યાપક વિસ્તરણ મેળવવાનો પાયો પણ નાખ્યો છે.
અમારા રોકડ પ્રવાહમાં મજબૂત અને સતત વૃદ્ધિ દ્વારા અમારા વધતા બજાર મૂડીકરણને સમર્થન મળ્યું છે. અમારા સમગ્ર પોર્ટફોલિયોમાં ઓપરેશનલ ઉત્કૃષ્ટતા પર અમારું ધ્યાન અને એક્ક્રેટિવ ક્ષમતા વધારાએ 26% ની EBITDA વૃદ્ધિ પહોંચાડી છે. પોર્ટફોલિયો EBITDA રુ. 42,623 કરોડ હતો. નાણાકીય વર્ષ- 22માં આ વૈવિધ્યસભર વૃદ્ધિ અમારા વ્યવસાયોની શ્રેણીમાં પ્રતિબિંબિત થઈ હતી. અમારા યુટિલિટી પોર્ટફોલિયોમાં 26%નો વધારો થયો છે. અમારો ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ પોર્ટફોલિયો 1૯% વધ્યો છે. અમારો FMCG પોર્ટફોલિયોમાં 34%નો વધારો અને અદાણી એન્ટરપ્રાઇઝ લિ.,ના અમારા ઇન્ક્યુબેટર બિઝનેસમાં 45%ના થયેલા વધારાએ પુરવાર કર્યું છે કે અદાણી એન્ટરપ્રાઇઝ લિ.,(AEL) ના અનોખા બિઝનેસ મોડલની સમકક્ષ કોઈ નથી તેનો અમે તેનો મહત્તમ લાભ લેવા ઈચ્છીએ છીએ. AEL ની આ ઊંચી ઉડાન હવે પછી આવનારા મોટા દસકા સુધી નવા વ્યવસાયોના સતત વિકાસ માટે અદાણી સમૂહને વિશ્વસનીય પાયો પૂરો પાડે છે.
રૂ. 60 હજાર કરોડનું આરોગ્યસંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે યોગદાન
અહીં હું 2022 ને વિશેષ વ્યક્તિગત અર્થ સાથે એક વર્ષ તરીકે પ્રતિબિંબિત કરવા માટે થોડો સમય લેવા ઇચ્છુ છું. મારા માટે પ્રેરણાદાયી અને મારા આદર્શ પિતા શાંતિલાલ અદાણીની ચાલુ વર્ષમાં એકસોમી અને મારી 60મી જન્મજયંતિનું ચાલુ વર્ષ પ્રતિનિધિત્વ કરે છે. આ સિમાચિહ્નને વિશિષ્ટ રીતે અલગ તારવવા માટે અદાણી પરિવારે ભેગા મળીને ખાસ કરીને ગ્રામીણ ભારત પર ધ્યાન કેન્દ્રિત આરોગ્યસંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસને લગતી સખાવતી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે રુ.60 હજાર કરોડનું યોગદાન આપવા નિર્ણય કર્યો છે.