ક્લિક્સ કેપિટલનો 1000 કરોડની MSME લોન વહેંચણીનો લક્ષ્યાંક

સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ (‘ક્લિક્સ કેપિટલ’)એ ભારતમાં લોનની પાત્રતા ન ધરાવતા અતિ નાનાં ઉદ્યોગસાહસોને રૂ. 1000 કરોડની અનસીક્યોર્ડ એમએસએમઇ લોનનું વિતરણ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ ઓફર દિલ્હી, જયપુર, ચંદીગઢ, મુંબઈ, પૂણે, અમદાવાદ, બેંગલોર, હૈદરાબાદ અને ચેન્નાઈમાં એમએસએમઇને ઉપલબ્ધ છે. તાજેતરમાં જયપુર અને અમદાવાદમાં એની કામગીરી શરૂ થઈ છે. હવે કંપની ચાલુ નાણાકીય વર્ષના અંતે વધુ પાંચ શહેરોમાં એની કામગીરી શરૂ કરવાની યોજના ધરાવે છે. ક્લિક્સ કેપિટલના સીઇઓ રાકેશ કૌલે કહ્યું હતું કે, “સમગ્ર ભારતમાં એમએસએમઇ માટે કાર્યકારી મૂડીનું ધિરાણ મોટા પડકાર તરીકે જળવાઈ રહ્યો છે, ખાસ કરીને મહામારી ફેલાયા પછી. જ્યારે ડિજિટલાઇઝેશન અ મહામારી સાથે સંબંધિત સમસ્યાઓથી ડિજટિલ ધિરાણમાં પુરવઠા અને માગનું ડિજિટાઇઝેશન કરવામાં મદદ મળી છે, ત્યારે ભારતમાં નાનાં વ્યવસાયો હજુ પણ ઔપચારિક ડિજિટલ કામગીરી ધરાવતા નથી. ક્લિક્સ કેપિટલમાં અમે આ સમસ્યાનું સમાધાન કરવા અવિરતપણે કામ કરી રહ્યાં છીએ. કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે, કંપનીએ પાંચ વર્ષ અગાઉ જીઇ કેપિટલમાંથી નામ બદલ્યાં પછી અત્યાર સુધી રૂ. 15,000 કરોડના લોનની વહેંચણી કરવાનું સીમાચિહ્ન સર કર્યું છે. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 4000 કરોડથી વધારે લોનની વહેંચણી કરવાનો છે.

VIએ પૂણેમાં 5.92 જીબીપીએસની રેકોર્ડ ડાઉનલોડ સ્પીડ હાંસલ કરી

વોડાફોન આઇડિયા (VI) અને એરિક્સ્સન (NASDAQ: ERIC)એ 5.92 જીબીપીએસની સૌથી વધુ ડાઉનલોડ સ્પીડ પ્રદર્શિત કરીને હાલ ચાલુ 5જી પરીક્ષણો દરમિયાન ટેકનોલોજીકલ સીમાચિહ્ન હાંસલ કરવાની જાહેરાત કરી હતી. VIએ નવી રેકોર્ડ સ્પીડ સ્વતંત્ર માળખા અને એનઆર-ડીસી (ન્યૂ રેડિયો-ડ્યુઅલ કનેક્ટિવિટી) સોફ્ટવેર માટે એરિક્સ્સન મેસિવ મિમો રેડિયો, એરિક્સ્સન ક્લાઉડ નેટિવ ડ્યુઅલ મોડ 5જી કોરનો ઉપયોગ કરીને મિડ-બેન્ડ અને હાઇ-બેન્ડ (એમએમવેવ) 5જી ટ્રાયલ સ્પેક્ટ્રમ પર હાંસલ કરી હતી. 5જી સ્વતંત્ર એનઆર-ડીસી સોફ્ટવેર સાથે એનાં વાણિજ્યિક નેટવર્ક પર 5જી સ્થાપિત થયા પછી ઉપભોક્તાઓ અને ઉદ્યોગસાહસો માટે VI લેટેન્સી-સેન્સિટિવ અને અતિ કાર્યદક્ષ ઉપયોગિતા પ્રદાન કરી શકે છે, જેમ કે એઆર/વીઆર અને 8કે વીડિયો સ્ટ્રીમિંગ તેમજ નવીન યુઝ કેસો. આ સીમાચિહ્નરૂપ સફળતા પર VIના ચીફ ટેકનોલોજી ઓફિસર જગ્બીર સિંઘે કહ્યું હતું કે, “પરીક્ષણે દર્શાવ્યું છે કે, VI નવી 5જી આધારિત એપ્લિકેશન્સ માટે સતત પરીક્ષણ અને તૈયારી કેવી રીતે કરે છે, જે 5જીની લૉ લેટન્સી, વિશ્વસનિય અને ઊંચી સ્પીડ પર નિર્ભર હશે. સંપૂર્ણ મીડિયા અને વીડિયો સ્ટ્રીમિંગ સેવાઓ માટે ઉપભોક્તાની વધતી માગને ધ્યાનમાં રાખીને અમે દર્શાવેલી 5જી સ્પીડ અમને મોબાઇલ બ્રોડબેન્ડ સ્પીડ અને ગ્રાહકોની નેટવર્કની ક્ષમતાની વધારે જરૂરિયાત માટે તૈયાર કરવામાં મદદરૂપ થશે.

L&T કન્સ્ટ્રક્શને વોટર એન્ડ એફ્લૂઅન્ટ ટ્રીટમેન્ટ બિઝનેસ માટે કોન્ટ્રાક્ટ મેળવ્યો

L&T કન્સ્ટ્રક્શનના વોટર એન્ડ એફ્લૂઅન્ટ ટ્રીટમેન્ટ બિઝનેસે રાજસ્થાનના જોધપુરના સરકારી આરોગ્ય ઇજનેરી વિભાગ પાસેથી સિંગલ પોઇન્ટ જવાબદારીના આધારે રાજીવ ગાંધી લાઇન્ડ કેનાલ (આરજીએલસી ફેઝ 3)ની પેરેલલ કેરિયર સિસ્ટમનો અમલ કરવા ડિઝાઇન અને નિર્માણનો ઓર્ડર મેળવ્યો છે. આ કામગીરીમાં 21 કિલોમીટર રૉ વોટર માઇલ્ડ સ્ટીલ ટ્રાન્સમિશન મેઇન્સ, 4 પમ્પ હાઉસ તેમજ સંલગ્ન ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશ કાર્ય સામેલ છે. પ્રોજેક્ટ જોધપુર, પાલી અને બાડમેર જિલ્લાઓની પાણીની જરૂરિયાત પૂરી કરશે તથા દિલ્હી મુંબઈ ઔદ્યોગિક કોરિડોર (ડીએમઆઇસી) અને રાજસ્થાન ઔદ્યોગિક ઔદ્યોગિક વિકાસ અને રોકાણ નિગમ લિમિટેડ (આરઆઇઆઇસીઓ)ને કાચું પાણી પણ પ્રદાન કરશે. લાર્સન એન્ડ ટૂબ્રો ઇપીસી પ્રોજેક્ટ, હાઇ-ટેક ઉત્પાદન અને સેવાઓમાં કાર્યરત ભારતીય બહુરાષ્ટ્રીય ગ્રૂપ છે. આ દુનિયાના 50થી વધારે દેશોમાં કાર્યરત છે. મજબૂત, ગ્રાહક-કેન્દ્રિત અભિગમ અને શ્રેષ્ઠ ગુણવત્તા હાંસલ કરવા માટે સતત કામગીરીને પગલે L&Tએ આઠ દાયકામાં એના મુખ્ય વ્યવસાયોમાં લીડરશિપ મેળવી છે અને જાળવી છે.