માસ ફાઇનાન્સિયલ સર્વિસિસનો Q1FY23 PAT 26.33 ટકા વધ્યો

અમદાવાદઃ અમદાવાદ સ્થિત અગ્રણી ફાઇનાન્સ કંપની માસ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિ.એ જૂન-22ના અંતે પૂરાં થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 26.33 ટકા વૃદ્ધિ સાથે રૂ. 46.54 કરોડ (રૂ. 36.83 કરોડ) નોંધાવ્યો છે. આ ગાળા દરમિયાન કંપનીની કોન્સોલિડેટેડ AUM પણ રૂ. 7000 કરોડની સપાટી ક્રોસ કરી ગઇ છે. જે વાર્ષિક ઘોરણે 29 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. પરીણામ અંગે કંપનીના ફાઉન્ડર ચેરમેન અને એમડી કમલેશ ગાંધીએ જણાવ્યું કે, અમે છેલ્લા અઢી દાયકામાં સિદ્ધ કર્યું છે કે, અમે નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરી રહ્યા છીએ. કંપની વાર્ષિક ધોરણે 20-25 ટકાના ગ્રોથ રેટ સાથે વૃદ્ધિ હાંસલ કરી રહી છે.

Particulars (in CR)Q1’23Q1’22QoQFY 22
AUM6683.925161.6329.49%6246.80
Total Income198.33148.5033.56%657.45
Profit Before Tax62.2649.5325.69%211.67
Profit After Tax46.5236.8326.33%157.83
AUMJun-22Jun-21YoY
Micro-Enterprise loans3519.122761.8627.42%
SME loans2445.911813.0634.91%
2-Wheeler loans386.43374.963.06%
Commercial Vehicle loans332.45211.7656.99%
TOTAL AUM6684516229.49%