CORPORATE NEWS/ TRENDS
જીમ અને યોગાના વર્ગો માટેની માગમાં 234 ટકાનો વધારોઃ જસ્ટ ડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સ
- ટિઅર-1 શહેરોની સરખામણીમાં ટિઅર-2 શહેરો અને નગરોમાં ફિટનેસ વર્ગો માટેની માગમાં વધારો જોવા મળ્યો
- જીમ માટેની માગ ટિઅર-1 શહેરોમાં દિલ્હી અને મુંબઈ બંનેમાં સૌથી વધુ હતી
- જીમ માટેના સર્ચમાં ટિઅર-1 શહેરોમાં વાર્ષિક ધોરણે 280 ટકાનો અને ટિઅર-2 શહેરોમાં 276 ટકાનો વધારો થયો
- યોગાના વર્ગો માટેની માગમાં ટિઅર-1 શહેરોમાં 211 ટકાનો અને ટિઅર-2 શહેરોમાં 255 ટકાનો વધારો થયો
મુંબઈ: કોવિડ પછી ભારતીયો બેઠાળું જીવનશૈલીમાંથી વધાર ફિટ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તરફ વળ્યાં હોવાથી ફિટનેસ ટ્રેનિંગ ક્લાસીસની માગમાં 234 ટકાનો વધારો (વર્ષ-દર-વર્ષ)નો જોવા મળ્યો છે, જેમાં સર્ચની દ્રષ્ટિએ ટિઅર-1ને ટિઅર-2 શહેરોએ પાછળ છોડી દીધા છે એવું તારણ જસ્ટ ડાયલ લેટેસ્ટ કન્ઝ્યુમર ઇનસાઇટ્સમાં બહાર આવ્યું છે. કોવિડ મહામારી પછી ભારતના ફિટનેસ તાલીમ ઉદ્યોગને માઠી અસર થઈ છે. જ્યારે જીમ બંધ હતા, ત્યારે યોગા જેવા અન્ય ફિઝિકલ ફિટનેસ વર્ગો વર્ચ્યુઅલ મોડમાં ચાલતા હતા, જેના પગલે ફિટનેસ ટ્રેનર્સને મોટો ફટકો પડ્યો હતો. પણ હવે કોવિડ સાથે સંબંધિત તમામ નિયંત્રણો દૂર થવાથી જીમ અને યોગના વર્ગોમાં અનેકગણો વધારો થયો છે, જે દેશમાં ફિટનેસ તાલીમ ઉદ્યોગ માટે આશાનાં કિરણ સમાન છે. ભારતના નંબર લોકલ સર્ચ એન્જિન જસ્ટ ડાયલ પર સંકેત મળ્યો છે કે, ટિઅર-2 શહેરોમાં પણ નજીકમાં શ્રેષ્ઠ ફિટનેસ વર્ગો શોધવા ઓનલાઇન સર્ચમાં વધારો થયો છે અને ટિઅર-1 શહેરોની સરખામણીમાં આ શહેરોમાં થોડો વધારો જોવા મળ્યો છે. એપ્રિલ-મે-જૂન (એએમજે) 2022 ત્રિમાસિક ગાળામાં જસ્ટ ડાયલ પર ટિઅર-1 શહેરોની સરખાણમીમાં ટિઅર-2 શહેરો અને નગરોમાં કુલ સર્ચ 6.3 ટકા વધારે જોવા મળ્યું હતું. આ ટ્રેન્ડ પર જસ્ટ ડાયલના સીએમઓ શ્રી પ્રસૂન કુમારે કહ્યું હતું કેઃ “ફિટનેસ તાલીમ વર્ગો માટેની માગમાં વધારાનો સંકેત ફિટનેસ ટ્રેનર્સ અને જીમના માલિકો માટે વ્યવસાયમાં સુધારાનો સંકેત છે. છેલ્લાં બે વર્ષમાં લોકો ફિટ અને સ્વસ્થ રહેવાનું મહત્વ સમજ્યાં છે તથા એટલે આ જસ્ટ ડાયલ પર ફિટનેસ તાલીમ માટે સર્ચની સંખ્યામાં પ્રતિબિંબિત થાય છે. સામાન્ય જીમ અને યોગના વર્ગો ઉપરાંત અમે ડાયેટિશિયન્સ અને પર્સનલ યોગા ટ્રેનર્સ જેવી વિશેષ સેવાઓ માટેની માગમાં વધારો જોયો છે, જેમાં વર્ષ-દર-વર્ષ 38 ટકાની વૃદ્ધિ થઈ છે. આના પરિણામે જસ્ટ ડાયલ જીમના તમામ માલિકો અને ફિટનેસ ટ્રેનર્સ માટે તેમના વ્યવસાય અને સેવાઓના લિસ્ટિંગ માટે ગો-ટૂ માધ્યમ બની ગયું છે.” જસ્ટ ડાયલ પર ફિટનેસ તાલીમ પર સર્ચમાં જીમ મોખરે છે, જેણે એએમજે 2022 ત્રિમાસિક ગાળામાં કુલ સર્ચમાં લગભગ 62 ટકા પ્રદાન કર્યું છે. વર્ષ 2021ના આ જ ગાળા દરમિયાન જીમે ફિટનેસ તાલીમ વર્ગો માટેની સર્ચમાં 53 ટકા પ્રદાન કર્યું હતું. જ્યારે એએમજે, 2022 ત્રિમાસિક ગાળા દરમિયાન યોગાના વર્ગો માટેની માગ બીજા સ્થાને 19 ટકા હતી, ત્યારે જીમ્નાસ્ટિક્સ વર્ગો માટેની માગ ત્રીજા સ્થાને 5 ટકા હતી. ભારતમાં જીમ માટેની સર્ચ ટિઅર-1 શહેરોમાં વર્ષ-દર-વર્ષ 280 ટકા વધી હતી અને ટિઅર-2માં 276 ટકા વધી હતી. જ્યારે યોગા માટેના વર્ગોની માગમાં ટિઅર-1 શહેરોમાં 211 ટકાનો વધારો જોવા મળ્યો હતો, ત્યારે ટિઅર-2 શહેરોમાં 255 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જીમ્નાસ્ટિક્સ વર્ગો માટેની માગ ટિઅર-1 શહેરોમાં 300 ટકા સુધી અને ટિઅર-2 શહેરોમાં 207 ટકા સુધી વધી હતી.
ટિઅર-1 શહેરોમાં જીમ માટેની સૌથી વધુ માગ દિલ્હી અને મુંબઈમાં હતી, જે ત્રીજા સ્થાને રહેલા ચેન્નાઈમાં લગભગ સરખી હતી. યોગા માટે મુંબઈમાં સૌથી વધુ સર્ચ જોવા મળી હતી અને બીજા સ્થાને દિલ્હી અને ત્રીજા સ્થાને બેંગાલારુથી 40 ટકા વધારે હતી. જીમ્નાસ્ટિક્સ વર્ગો માટેની સર્ચ દિલ્હીની સરખામણીમાં મુંબઈમાં 50 ટકા વધારે હતી, તો આ દ્રષ્ટિએ પૂણે બીજા સ્થાને હતું. ટિઅર-2 શહેરો અને નગરોમાં જીમ માટેની સૌથી વધુ માગ ધરાવતા ટોપ-5 બજારો હતા – લખનૌ, ચંદીગઢ, પટણા, જયપુર અને સુરત. જીમ માટેની સૌથી વધુ સર્ચ અનુભવનાર ટોપ-5 ટિઅર-2 બજારો હતા – ચંદીગઢ, સુરત, લખનૌ, ઇન્દોર અને જયપુર. જીમ્નાસ્ટિક્સના વર્ગો માટે મહત્તમ સર્ચ જયપુર, લખનૌ, ચંદીગઢ, ઇન્દોર અને સુરતમાં જોવા મળી હતી.