મુંબઈ, 23 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,136ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,349 અને નીચામાં રૂ.58,096ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.39 વધી રૂ.58,235ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.106 વધી રૂ.47,811 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.19 ઘટી રૂ.5,792ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.31 વધી રૂ.58,175ના સ્તરે પહોંચ્યો હતો.

અમદાવાદ હાજર બજારના ભાવો (23-6-2023)

વિગતકિંમત
ચાંદી ચોરસા68500- 69500
ચાંદી રૂપું68300- 69300
સિક્કા જૂના700-900
999 સોનું60000- 60300
995 સોનું59800- 60100
હોલમાર્ક59095

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.67,784ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,141 અને નીચામાં રૂ.67,515ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.323 ઘટી રૂ.67,985ના સ્તરે બોલાઈ રહ્યો હતો.

ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.404 ઘટી રૂ.68,056 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.420 ઘટી રૂ.68,022 બોલાઈ રહ્યો હતો. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 4,00,254 સોદાઓમાં કુલ રૂ.29,638.95 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,288.06 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.21322.92 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 92,180 સોદાઓમાં રૂ.5,010.42 કરોડનાં કામકાજ થયાં હતાં.

મેન્થા તેલમાં સુધારો, સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે તાંબુ જૂન વાયદો રૂ.724.55ના ભાવે ખૂલી, રૂ.7.25 ઘટી રૂ.719.60 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.3.20 ઘટી રૂ.196.45 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.50 ઘટી રૂ.182ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.2.05 ઘટી રૂ.214ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.3.30 ઘટી રૂ.196.60 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.45 ઘટી રૂ.182.05 જસત-મિની જૂન વાયદો રૂ.2.10 ઘટી રૂ.213.95 બોલાઈ રહ્યો હતો. 14,810 સોદાઓમાં રૂ.1,543.73 કરોડના વેપાર થયા હતા.

ક્રૂડ તેલમાં નરમાઈ, નેચરલ ગેસમાં વૃદ્ધિ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,678ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,685 અને નીચામાં રૂ.5,608ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.64 ઘટી રૂ.5,641 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.64 ઘટી રૂ.5,648 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.213ના ભાવે ખૂલી, રૂ.1.90 વધી રૂ.215.40 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 2.1 વધી 215.5 બોલાઈ રહ્યો હતો. 47,339 સોદાઓમાં રૂ.1,694.99 કરોડનો ધંધો થયો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.28 કરોડનાં કામકાજ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે કોટન ખાંડી જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.55,480ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,200 અને નીચામાં રૂ.55,340ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.560 ઘટી રૂ.55,400ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.80 વધી રૂ.889.60 બોલાયો હતો. રૂ.38.92 કરોડનાં કામકાજ થયા હતા.

કોમોડિટી વાયદાઓમાં રૂ.8,288 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.21322 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,903.83 કરોડનાં 3,268.761 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3,106.59 કરોડનાં 454.499 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.849.94 કરોડનાં 15,04,490 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.845.05 કરોડનાં 3,88,21,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.239.53 કરોડનાં 12,079 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.57 કરોડનાં 3,110 ટન તાંબાના વાયદાઓમાં રૂ.823.25 કરોડનાં 11,380 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.423.95 કરોડનાં 19,758 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.21.29 કરોડનાં 3,792 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.17.63 કરોડનાં 195.48 ટનનાં કામકાજ થયાં હતાં.