અમદાવાદ, 20 જૂનઃ શહેરી વિકાસમાં સમાજના તમામ લોકોને પાયાની સુવિધાઓ પ્રદાન કરવામાં મદદરૂપ બની શકાય તેવા હેતુને અનુલક્ષી બાંધકામ વ્યવસાયના સંવર્ધન અને સંરક્ષણ માટે કાર્યરત સંસ્થા ક્રેડાઈ અમદાવાદ-ગાહેડે સી. એસ. આર. આર ફાઉન્ડેશનની રચના કરી તેના નેજા હેઠળ સમાજોપયોગી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરેલ છે. ક્રેડાઈ અમદાવાદ- ગાહેડના પ્રેસિડેન્ટ શ્રી તેજસ જોશીએ જણાવ્યું હતું કે, ક્રેડાઈ અમદાવાદ સી. એસ. આર. ફાઉન્ડેશનની સ્થાપનાના મુખ્ય હેતુઓમાં અસંગઠિતક્ષેત્રે કાર્યરત કન્સ્ટ્રકશન સાઈટના શ્રમિકોના સ્વાસ્થ્ય માટે હેલ્થ ચેક-અપનું આયોજન કરી સ્વસ્થ્ય સંવર્ધન પ્રક્રિયામાં સહાયતા કરવા, કુપોષણ ન થાય તેવા હેતુસર શ્રમિકોના બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે ઘટતી કાર્યવાહી કરવા, નિરક્ષરતા અભિયાનના ભાગરૂપે સાઈટો ઉપર પ્રાથમિક શિક્ષણની સુવિધા મળે તે દિશામાં કામગીરી, શ્રમિકોના સ્કીલમાં વધારો થાય તે માટે લેબર સ્કીલ ટ્રેનીંગ પ્રોગ્રામ તથા મેગા બલ્ડ ડોનેશન કેમ્પ યોજવા જેવા મહત્વના ઉદ્દેશ્યોને આવરી લેવાયેલ છે.
ઉપરોકત હેતુઓના ભાગરૂપે ક્રેડાઈ અમદાવાદ ગાહેડ શીલજ વિસ્તારમાં ક્રેડાઈ અમદાવાદ હાઉસની બાજુમાં આવેલ વિશાળ મ્યુનિસિપલ પ્લોટમાં પ્રેરણાદાયી “મિશન મિલિયન ટ્રી’’ના અભિયાનને અનુલક્ષી મિયાવાકી પધ્ધતિથી થીક પ્લાન્ટેશન કરી મ્યુનિસિપલ ગાર્ડન – પીપલ્સ પાર્ક તૈયાર કરેલ છે. આ પીપ્લસ પાર્કનું લોકાર્પણ ૨૦/૦૬/૨૦૨૩ના રોજ સવારે ૦૯-૪૫ કલાકે કેન્દ્રીય ગૃહ મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે છે અને અતિથિ વિશેષ તરીકે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ક્રેડાઈ ગાર્ડન પીલ્ડ્સ પાર્કના વિશાળ પ્લોટ એરીયામાં ભાતિ ભાતિના ફલાવર પ્લાન્ટસ, અલગ અલગ મોટા અને ધટાદાર વૃક્ષો પૈકી મિયાવાકી પધ્ધતિથી ૧૨૮૦૦ પ્લાન્ટ્સ, વિશાળ વૉકીંગ ટ્રેક, એન્ટ્રન્સ પ્લાઝા, ફાઉન્ટેન, સરસ લૉન, સ્ટેટ ઓફ ધ આર્ટ ડ્યુઅલ લાઈટ પોલ્સ, આર્ટ પ્લાઝા,શ્રેષ્ઠ ગુણવત્તાવાળી મ્યુઝીક સીસ્ટમ, સી. સી. ટી.વી કેમરા, સુરક્ષા કર્મીઓની કેબીન, વૉસ એરીયા અને એટ્રેકટીવ ગેટ, બોરલેલ, પરકોલેટીંગ વેલ, સીનીયર સીટીઝન માટે બેચીસ જેવી તમામ પ્રકારની સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યુ છે.