ક્રેસંડા રેલ્વે સોલ્યુશન્સ SYND ડેવલપર્સમાં બહુમતી હિસ્સો હસ્તગત કરશે
મુંબઈ, 9 જાન્યુઆરી: અગાઉ ક્રેસંડા સોલ્યુશન્સ લિમિટેડ તરીકે જાણીતી અગ્રણી ખાનગી રેલ્વે ઓક્સિલિયરી કન્સીર્જ સર્વિસ અને ડિજિટલ મીડિયા કંપની, ક્રેસંડા રેલ્વે સોલ્યુશન્સે SYN ડેવલપર્સ (SYND)માં બહુમતી હિસ્સો મેળવવા માટે શેર ખરીદી કરાર (SPA) કર્યાની જાહેરાત કરી છે. SYND હાલમાં પશ્ચિમ બંગાળના 25 ગામોની 2 લાખ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે જલ જીવન મિશન હેઠળ પશ્ચિમ બંગાળમાં પાણી પુરવઠા પ્રોજેક્ટનો અમલ કરી રહી છે. આ પ્રોજેક્ટ 68 કિલોમીટરમાં ફેલાયેલો છે અને તેનાથી 50,000 પરિવારોને ફાયદો થશે.
ક્રેસંડા રેલવે સોલ્યુશન્સના મેનેજિંગ ડિરેક્ટર અરુણ ત્યાગીએ જણાવ્યું કે, અમે અગાઉ ઈસ્ટર્ન રેલ્વેની 500થી વધુ ટ્રેનો માટે જાહેરાત અને કન્સીર્જ સર્વિસીઝના અધિકારો અને કોલકાતા મેટ્રો પાસેથી ડિજિટલ એડવર્ટાઇઝિંગ અધિકારો પ્રાપ્ત કર્યા છે. પશ્ચિમ બંગાળમાં અમારી ફૂટપ્રિન્ટ્સને વધુ વિસ્તૃત કરવા માટે, અમે હવે SYN ડેવલપર્સ સાથે વેચાણ ખરીદી કરાર કર્યો છે.
ક્રેસંડા રેલવે સોલ્યુશન્સે માસ્ટરમાઇન્ડ એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડમાં 51% હિસ્સાનું સફળ હસ્તાંતરણ પણ પૂરું કર્યું છે. હવે જરૂરી નિયમનકારી મંજૂરીઓ અને અન્ય જરૂરી શરતોની પૂરી થવા પર આ વ્યવહાર પૂર્ણ કરવામાં આવ્યો છે. માસ્ટરમાઈન્ડ એડવર્ટાઈઝિંગ એ કન્ટેન્ટ લાઇસન્સિંગ, મૂવી સિન્ડિકેશન, ડાયસ્પોરા માર્કેટિંગ, ફિલ્મ પ્રોડક્શન વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપનીએ તાજેતરમાં એક અનોખું ઓટીટી પ્લેટફોર્મ ‘FIRNG’ લોન્ચ કર્યું છે જે ન જોવાયેલી અને હિન્દીમાં ડબ થયેલી આંતરરાષ્ટ્રીય મૂવીઝ દર્શાવે છે.
ત્યાગીએ વધુમાં ઉમેર્યું હતું કે માસ્ટરમાઇન્ડ એડવર્ટાઇઝિંગનું હસ્તાંતરણ ઓટીટી સેગમેન્ટમાં અમારો પ્રવેશ દર્શાવે છે, જ્યાં અમે ભારતીય દર્શકોને હિન્દીમાં આંતરરાષ્ટ્રીય કન્ટેન્ટ પ્રદાન કરીશું. આંતરરાષ્ટ્રીય કન્ટેન્ટ, ખાસ કરીને કોરિયન અને જાપાનીઝ, હિન્દીમાં ડબ કરવામાં આવ્યું છે જે ગેમચેન્જર છે. આ બજાર ઝડપથી વિકસી રહ્યું છે અને અમારો ઉદ્દેશ્ય તેમાંથી લાભ મેળવવાનો છે.
ક્રેસંડા રેલવે સોલ્યુશન્સે તાજેતરમાં ઉત્તર પ્રદેશના 16 પ્રદેશોમાં ઉત્તર પ્રદેશ રોડવેઝ બસોની બહારની જગ્યા પર એડવર્ટાઇઝમેન્ટ સર્વિસીઝ પૂરી પાડવા માટે ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ (યુપીએસઆરટીસી) ની ઈ-બિડિંગ પ્રક્રિયામાં ભાગ લીધો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)