Crypto Futures: દેશનું પ્રથમ ક્રિપ્ટો-રૂપિ પરપેચ્યુઅલ ફ્યુચર્સ એક્સચેન્જ ‘Pi42’ લોન્ચ, ક્રિપ્ટો ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ સરળ બનાવશે
મુંબઈ, 7 ફેબ્રુઆરી: દેશમાં પ્રથમ ક્રિપ્ટો-રૂપિ પરપેચ્યુઅલ ફ્યુચર્સ એક્સચેન્જ લોન્ચ થયું છે. ક્રિપ્ટો ઉદ્યોગના દિગ્ગજો, નિશ્ચલ શેટ્ટી અને અવિનાશ શેખરે આજે તેમના નવા સાહસ, Pi42 લોન્ચની જાહેરાત કરી છે. Pi42 એ વિશ્વના સૌથી મોટા સુસંગત ક્રિપ્ટો ફ્યુચર્સ પ્લેટફોર્મ તરીકે ગ્રોથ કરવાના ઉદ્દેશ સાથે ભારતમાં કામગીરી શરૂ કરી છે. આગામી 2-3 વર્ષોમાં હાલના 30+ મિલિયન ભારતીય ક્રિપ્ટો રોકાણકારોને લક્ષ્ય બનાવીને મુખ્ય વૈશ્વિક બજારોમાં તેની પહોંચને વિસ્તૃત કરવાનો હેતુ ધરાવે છે.
વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો બજારોમાંનું એક હોવા છતાં, ભારતીય રોકાણકારોને ક્રિપ્ટો ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં ભાગ લેવાની ખૂબ જ મર્યાદિત તકોનો સામનો કરવો પડી રહ્યો છે. વધુમાં, હાલમાં ભારતીય રોકાણકારોને INRમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ ઓફર કરતું કોઈ એક્સચેન્જ નથી.
Pi42નો ઉદ્દેશ્ય ભારતીય રોકાણકારોને સોલ્યુશન ઓફર કરીને આ તમામ પડકારોનો સામનો કરવાનો છે જે માત્ર ડેરિવેટિવ્ઝની શ્રેણી જ પ્રદાન કરે છે. અનુપાલન, કર કાર્યક્ષમતા અને સગવડતા સુનિશ્ચિત કરે છે.
Pi42ની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ:
- સીમલેસ INR ટ્રેડિંગ: રોકાણકારો ટ્રાન્સફરેબલ ફી, જટિલતાઓ અને TDSની જરૂરિયાતને દૂર કરીને સીધા INRમાં રોકાણ કે ટ્રેડિંગ કરી શકે છે.
- પર્પેચ્યુઅલ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સ: આનાથી રોકાણકારો 20x સુધીના લીવરેજ સાથે ક્રિપ્ટો માર્કેટમાં એક્સપોઝર મેળવી શકે છે અને કોઈ સમાપ્તિ તારીખ નથી.
- અદ્યતન ટ્રેડિંગ ફીચર્સ: કોઈ પણ વ્યક્તિ માર્જિન ટ્રેડિંગ, સ્ટોપ-લોસ ઓર્ડર્સ અને અન્ય અદ્યતન સાધનોનો લાભ લઈ શકે છે જેથી તેઓ જોખમનું સંચાલન કરી તેમના નફામાં મહત્તમ વધારો કરી શકે.
- નિયમનકારી સુસંગત, સુરક્ષિત અને વિશ્વસનીય પ્લેટફોર્મ: Pi42 પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) માર્ગદર્શિકાનું પાલન કરે છે અને ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (FIU)ની મંજૂરી માટે અરજી કરી છે. તદુપરાંત, પ્લેટફોર્મ રોકાણકારોના હિતની રક્ષા કરવા માટે સલામતી અને સુરક્ષા પગલાંના ઉચ્ચતમ ધોરણો જાળવે છે.
- ક્રિપ્ટો દિગ્ગજો દ્વારા તૈયાર કરાયેલ: Pi42 ભારતમાં ક્રિપ્ટો એક્સચેન્જ તરીકે અલગ છે, જે ક્રિપ્ટો, ફાઇનાન્સ, રેગ્યુલેશન અને ટેક્સેશનમાં વ્યાપક અને સંબંધિત અનુભવ ધરાવતી ટીમ દ્વારા રચવામાં આવે છે, જેમાં કોઈ પડકારો ન હોવાની ખાતરી આપતાં મજબૂત અને સુવ્યવસ્થિત ટ્રેડિંગ અનુભવ પ્રદાન કરે છે.
Pi42નું નેતૃત્વ નિશ્ચલ અને અવિનાશ બંને કો-ફાઉન્ડર તરીકે કરશે, Pi42ના કો-ફાઉન્ડર નિશ્ચલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, “ક્રિપ્ટો ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ વોલ્યુમ સમગ્ર વિશ્વમાં સ્પોટ વોલ્યુમ્સ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે કારણ કે ફ્યુચર્સ ટ્રેડિંગ રોકાણકારો માટે વધુ સારી તરલતા, લાભ મેળવવાની તક, વધુ નફો કમાવવાની સંભાવના જેવા અનેક ફાયદાઓ ધરાવે છે. Pi42 લૉન્ચ કરવા પાછળનો અમારો ઉદ્દેશ્ય ભારતીય રોકાણકારોને અનુકૂળ અને નવા જમાનાના ક્રિપ્ટો ફ્યુચર્સ ટ્રેડિંગની તક પૂરી પાડવાનો છે, જેનાથી તેઓને તેમના નાણાકીય લક્ષ્યાંકો પૂરા કરવામાં મદદ મળે છે.”
અવિનાશ શેખરે જણાવ્યું હતું કે, “ભારત ક્રિપ્ટો રોકાણકારોની સંખ્યા વધુ હોવા છતાં તેમની પાસે ફ્યુચર્સ ટ્રેડિંગ જેવા ક્રિપ્ટોમાં ઈનોવેશન શોધવાની અત્યંત મર્યાદિત તકો છે. અમારો ઉદ્દેશ્ય આધુનિક સમયના રોકાણકારો માટે ઉદ્યોગમાં નવું જીવન આપવાનો છે અને તેમને એક પ્લેટફોર્મ સાથે સશક્ત બનાવવાનો છે જે આખરે તેમને કર-કાર્યક્ષમ અને નિયમનકારી સુસંગત ટ્રેડિંગ વિકલ્પો ઓફર કરીને નાણાકીય સ્વતંત્રતાને ફરીથી વ્યાખ્યાયિત કરવામાં મદદ કરશે. અમે આગામી 12 મહિનામાં ભારતનું સૌથી મોટું અને મનપસંદ ક્રિપ્ટો ફ્યુચર્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ બનવાની ઈચ્છા રાખીએ છીએ.”
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)