CSB Bank એ MSME માટે ટર્બો લોન લોંચ કર્યું
મુંબઇ,18 ઓક્ટોબર, 2024: MSME ને તેમની વૃદ્ધિની સફરને વેગ આપવામાં મદદરૂપ બનવાની કટીબદ્ધતાના ભાગરૂપે ખાનગીક્ષેત્રના ધિરાણકર્તા CSB Bank એ નવી લોન ઓફરિંગ એસએમઇ ટર્બો લોનની રજૂઆત કરી છે. આ સરળ લોન-સોલ્યુશન પ્રોડક્ટ દ્વારા સીએસબી બેંક વિવિધ ક્ષેત્રોની એમએસએમઇ માટે ઝડપી, સમસ્યા-મુક્ત ધિરાણની ઉપલબ્ધતાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
એસએમઇ ટર્બો લોનની મુખ્ય વિશેષતાઓ:
રૂ. 5 કરોડ સુધીની લોન
ઓડી, ટીએલ અને ટ્રેડ સુવિધાની ઓફર
તાત્કાલિક સૈદ્ધાંતિક મંજૂરી
સરળ સ્કોરકાર્ડ ઉપર લોનની મંજૂરી
નાના બિઝનેસ માટે નવી લોન ઓફરિંગ વિશે વાત કરતાં એસએમઇ બિઝનેસના ગ્રૂપ હેડ શ્યામ મણીએ કહ્યું હતું કે, “આ મલ્ટી-ફીચર્ડ પ્રોડક્ટ એમએસએમઇને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવા માટે સશક્ત બનાવવા માટે ઝડપી, સરળ અને વધુ પારદર્શક ક્રેડિટ સોલ્યુશન્સ ઓફર કરવા માટે વિકસાવવામાં આવી છે. ટર્બો લોન પ્રોડક્ટ સરળ ધિરાણ મૂલ્યાંકનના આધારે ઝડપી સૈદ્ધાંતિક મંજૂરીની ઓફર કરીને એસએમઇ માટે ધિરાણ સરળ બનાવે છે. ધિરાણ પ્રક્રિયાની પરંપરાગત અડચણોને દૂર કરીને અમે નાના બિઝનેસિસને માત્ર ઝડપી વૃદ્ધિ હાંસલ કરવા માટે સશક્ત નથી કરી રહ્યાં, પરંતુ અર્થતંત્રના સર્વાંગી વિકાસમાં પણ યોગદાન આપી રહ્યા છીએ. સ્કોરકાર્ડ વ્યાપક કુશળતા ધરાવતા ઉદ્યોગ નિષ્ણાતોના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે.”
આ પ્રોડક્ટ આજના ગતિશીલ વ્યવાસિય માહોલમાં એમએસએમઇને આગળ વધવામાં મદદરૂપ બનવાના સીએબી બેંકના વ્યાપક મીશનનો હિસ્સો છે તથઆ તે બેંકના સસ્ટેઇન, બિલ્ડ, સ્કેલ 2030ના લક્ષ્યને પણ અનુરૂપ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)