અમદાવાદ, 26 એપ્રિલઃ

સીએસબી બેન્કે 31 માર્ચ, 2024ના અંતે પૂર્ણ થતાં ચોથા ત્રિમાસિક અને વાર્ષિક નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. તે અનુસાર બેન્કે રૂ. 567 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે અગાઉના નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 547 કરોડ સામે 4 ટકા વધ્યો છે. કાર્યકારી નફો વાર્ષિક ધોરણે 10 ટકા વધી રૂ. 780 કરોડ નોંધાયો છે. જે અગાઉના વર્ષે રૂ. 707 કરોડ હતો. ચોથા ત્રિમાસિકમાં કાર્યકારી નફો અગાઉના વર્ષની રૂ. 202 કરોડ સામે 13 ટકા વધી રૂ. 228 કરોડ થયો છે. એનઆઈઆઈ ક્રમશઃ રૂ. 1476 કરોડ (રૂ. 1334 કરોડ FY 2023) અને રૂ. 386 કરોડ (રૂ. 349 કરોડ Q4 FY 23) નોંધાઈ છે.

કુલ ડિપોઝીટ વાર્ષિક ધોરણે 21 ટકા વધી હતી. CASA બુક 27.20 ટકા હિસ્સા સાથે રૂ. 8085 કરોડ થઈ છે. એડવાન્સિસ 31.03.2024માં 82 ટકા સીડી રેશિયો સાથે વાર્ષિક ધોરણે 18 ટકા વધી રૂ. 24336 કરોડ થઈ છે.

બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ પ્રલય મોંડલે પર્ફોર્મન્સ વિશે જણાવ્યું હતું કે, “અમારા SBS 2030 વિઝનનું આ બીજુ વર્ષ છે. અમે બિઝનેસમાં 20 ટકા ગ્રોથ સાથે રૂ. 567 કરોડનો ચોખ્ખો નફો, 18 ટકા નેટ લોન બુક ગ્રોથ અને 21 ટકા ડિપોઝિટ ગ્રોથ નોંધાવ્યો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)