DAM કેપિટલ એડવાઇઝર્સનો આઇપીઓ 19 ડિસેમ્બરે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ. 269-283
ઇશ્યૂ ખૂલશે | 19 ડિસેમ્બર |
ઇશ્યૂ બંધ થશે | 23 ડિસેમ્બર |
એન્કર ઇન્વેસ્ટર બિડિંગ | 18 ડિસેમ્બર |
ફેસ વેલ્યૂ | રૂ.2 |
પ્રાઇસબેન્ડ | રૂ.269-283 |
લોટ સાઇઝ | 53 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | 29690900 શેર્સ |
લિસ્ટિંગ | બીએસઇ, એનએસઅઇ |
અમદાવાદ, 18 ડિસેમ્બરઃ DAM કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ ગુરુવાર, 19 ડિસેમ્બર, 2024ના રોજ તેના આઈપીઓની ઓફરિંગ ખોલવાની દરખાસ્ત કરે છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ સોમવાર, 23 ડિસેમ્બર, 2024 રહેશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બિડ/ઓફર ખૂલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે બુધવાર, 18 ડિસેમ્બર, 2024 રહેશે. ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 269થી રૂ. 283 નક્કી કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 53 ઇક્વિટી શેર્સમાં તથા ત્યારબાદ 53 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે. કંપનીના (“equity shares”) પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના 2,96,90,900 સુધીના ઇક્વિટી શેર્સનો આઈપીઓ રજૂ થઈ રહ્યો છે. આ ઓફરમાં મલ્ટીપલ્સ અલ્ટરનેટ એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (“MAAMPL”) દ્વારા 87,14,400 સુધીના ઇક્વિટી શેર્સ, નરોત્તમ સત્યનારાયણ સેખસારિયા (“NSS”) દ્વારા 70,42,400 સુધીના ઇક્વિટી શેર્સ, આરબીએલ બેંક લિમિટેડ (“RBL”) દ્વારા 57,71,000 સુધીના ઇક્વિટી શેર્સ, ઈઝીએક્સેસ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ દ્વારા 50,64,250 સુધીના ઇક્વિટી શેર્સ (“EFSL”, together with MAAMPL, NSS and RBL, the “Investor Selling Shareholders”) અને ધર્મેશ અનિલ મહેતા દ્વારા 30,98,850 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.
લીડ મેનેજર્સઃ નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ આ ઓફરના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ
DAM કેપિટલ એડવાઈઝર્સ લિમિટેડ ભારતમાં એક રોકાણ બેંક છે. કંપની આના ક્ષેત્રોમાં નાણાકીય ઉકેલોની વિશાળ શ્રેણી ઓફર કરે છે: જેમાં (i) ઇક્વિટી કેપિટલ માર્કેટ્સ (ECM), મર્જર અને એક્વિઝિશન્સ (M&A), પ્રાઇવેટ ઇક્વિટી (PE), અને સ્ટ્રક્ચર્ડ ફાઇનાન્સ એડવાઇઝરીનો સમાવેશ કરતી ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ; અને (ii) સંસ્થાકીય ઇક્વિટી જેમાં બ્રોકિંગ અને સંશોધનનો સમાવેશ થાય છે.
કંપનીએ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ દ્વારા 27 IPO, 16 લાયકાત ધરાવતી સંસ્થાઓ પ્લેસમેન્ટ, 6 ઑફર્સ ફોર સેલ, 6 પ્રેફરન્શિયલ ઇશ્યૂ, 4 રાઇટ્સ ઇશ્યૂ, 8 બાયબેક, 4 ઓપન ઑફર્સ અને 1 પ્રારંભિક જાહેર ઑફર સહિત 72 ECM વ્યવહારો સફળતાપૂર્વક એક્ઝિક્યુટ કર્યા છે. DAM કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ M&A; સહિત 23 સલાહકારી વ્યવહારો પર પણ સલાહ આપી છે; એડવાઇઝરી, પ્રાઇવેટ ઇક્વિટી એડવાઇઝરી અને સ્ટ્રક્ચર્ડ ફાઇનાન્સ એડવાઇઝરી અને તેણે એક્વિઝિશનથી એટલે કે નવેમ્બર 7, 2019, 31 ઓક્ટોબર, 2024 સુધી બ્લોક ટ્રેડ્સ પણ કર્યા છે. કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, DAM કેપિટલ (USA) Inc. ન્યુ યોર્ક, યુએસએમાં સમાવિષ્ટ છે અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન સાથે બ્રોકર-ડીલર તરીકે નોંધાયેલ છે.
લિસ્ટિંગઃ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“RHP”) દ્વારા ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (“NSE”) પર લિસ્ટ કરવાની યોજના છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)