DCX Sytemsનો આઈપીઓ પ્રથમ દિવસે જ ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ, ગ્રે માર્કેટમાં પ્રિમિયમ વધ્યા
અમદાવાદ
નવા વર્ષ સંવત 2079નો પ્રથમ DCX Systemsનો આઈપીઓ ખૂલતાની સાથે જ ગણતરીના કલાકોમાં ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. રિટેલ રોકાણકારોએ સૌથી વધુ 8.70 ગણી આઈપીઓ અરજી કરી છે. રૂ. 500 કરોડની ઈશ્યૂ સાઈઝના આઈપીઓની પ્રાઈસ બેન્ડ 197-207 છે.
એનઆઈઆઈ પોર્શન 2.16 ગણા સાથે કુલ 2.11 ગણો ભરાયો ગતો. ક્યુઆઈબી પોર્શન 0.03 ગણો ભરાયો હતો. રિટેલ રોકાણકાર એક એપ્લિકેશન અંતર્ગત 72 શેર્સ માટે રૂ. 14904નું રોકાણ કરવુ પડશે.
Category | Subscription (times) |
QIB | 0.03 |
NII | 2.16 |
bNII (bids above ₹10L) | 1.76 |
sNII (bids below ₹10L) | 2.95 |
Retail | 8.70 |
Total | 2.11 |
ગ્રે પ્રિમિયમ વધ્યું
ડીસીએક્સ સિસ્ટમના આઈપીઓ ખૂલતાંની સાથે જ ગ્રે પ્રિમિયમ રૂ. 10 વધી રૂ. 80 આસપાસ બોલાઈ રહ્યા હતા. જે અગાઉ 70 હતા. લિસ્ટિંગ દરમિયાન 40 ટકા સુધી પ્રિમિયમ મળવાનો આશાવાદ આઈપીઓ નિષ્ણાતો આપી રહ્યા છે. 2 નવેમ્બરે આઈપીઓ બંધ થશે. જેના શેર એલોટમેન્ટ 7 નવેમ્બરે અને લિસ્ટિંગ 11 નવેમ્બરે થશે.
ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભર અને મેક ઈન ઈન્ડિયા મિશન હેઠળ વધતા પ્રોત્સાહનો અને બિઝનેસને જોતાં ડીસીએક્સ સિસ્ટમનો ગ્રોથ મજબૂત રહેવાનો સંકેત છે. કંપની 60થી 70 ટકા મેન્યુફેક્ચરિંગ ઈઝરાયલ, અમેરિકા, કોરિયામાં એક્સપોર્ટ કરે છે. આરએચપી અનુસાર, કંપનીની કુલ આવકો અને ચોખ્ખો નફો છેલ્લા 3 નાણાકીય વર્ષથી સતત વધ્યો છે.
નાણાકીય પર્ફોર્મન્સ એટ અ ગ્લાન્સ (આંકડા કરોડ રૂ.માં)
વિગત | 2019-20 | 2020-21 | 2021-22 |
કુલ આવકો | 465.2 | 683.2 | 1124.3 |
ચોખ્ખો નફો | 9.74 | 29.55 | 65.60 |
ઈપીએસ (રૂ.) | 1.39 | 4.22 | 9.19 |