લોજિસ્ટિક્સ સર્વિસિઝ સ્ટાર્ટઅપ Delhiveryના આઈપીઓને પ્રથમ દિવસે રોકાણકારોએ નબળો પ્રતિસાદ આપ્યો છે. કંપની રૂ. 462-587 પ્રાઈસ બેન્ડ પર રૂ. 5235 કરોડ એકત્ર કરવા માગે છે. જો કે, પ્રથમ દિવસે માત્ર 21 ટકા ભરાયો હતો. જેમાં રિટેલ પોર્શન 30 ટકા, ક્યુઆઈબી 29 ટકા ભરાયો હતો. માર્કેટ લોટ 30 શેર્સ પર કંપની કર્મચારીઓને પ્રાઈસ બેન્ડ પર રૂ. 25 ડિસ્કાઉન્ટ આપી રહી હોવા છતાં એમ્પ્લોયી પોર્શન 0.06 ગણો ભરાયો હતો. આઈપીઓ 13 મેએ બંધ થશે. ગ્રે માર્કેટમાં કોઈ પ્રિમિયમ બોલાઈ રહ્યા નથી. જો કે, અનલિસ્ટેડ ઝોનમાં તેનો શેરદીઠ ભાવ રૂ. 740 આસપાસ હતો.

કેટેગરીસબ્સ્ક્રિપ્શન (x)
ક્યુઆઈબી 0.29
એનઆઈઆઈ0.01
રિટેલ0.30
એમ્પ્લોયી0.06
કુલ0.21