Dharmaj Cropનો IPO પ્રથમ દિવસે જ 1.79 ગણો છલકાઇ ગયો
અમદાવાદઃ આજે શરૂ થયેલા ધર્મજ ક્રોપ ગાર્ડના IPOને રોકાણકારોએ પ્રથમ દિવસે જ વધાવી લીધો હતો. જે પ્રથમ દિવસે જ ફુલ્લી એટલેકે 1.79 ગણો ભરાઈ ચૂક્યો હતો. જેમાં રિટેલ રોકાણકારોએ સૌથી વધુ 2.60 ગણી અરજીઓ કરી હતી. એનઆઈઆઈ પોર્શન 1.80 ગણો જ્યારે ક્યુઆઈબી 35 ટકા ભરાયો હતો.
અમદાવાદ સ્થિત એગ્રોકેમિકલ કંપની ધર્મજ ક્રોપ ગાર્ડ IPO હેઠળ રૂ. 251.15 કરોડ એકત્ર કરવા માગે છે. જેની પ્રાઈસ બેન્ડ રૂ. 216-237 અને માર્કેટ લોટ 60 શેર્સ છે. IPO 30 નવેમ્બરે બંધ થશે. જેના શેર એલોટમેન્ટ 5 ડિસેમ્બરે અને લિસ્ટિંગ 8 ડિસેમ્બરે થશે.
ગ્રે માર્કેટમાં 23 ટકાનું આકર્ષક પ્રિમિયમ
ધર્મજ ક્રોપનું ગ્રે માર્કેટમાં 23 ટકા પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. અર્થાત રૂ. 237ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 55 પ્રિમિયમે ગ્રે માર્કેટમાં ડિમાન્ડમાં છે. મજબૂત ફંડામેન્ટલ્સ અને સેક્ટર ફેન્સીમાં હોવાથી મોટાભાગના બ્રોકર્સે IPO ભરવા સલાહ આપી છે. જેમાં આનંદ રાઠી, બીપી વેલ્થ, કેનેરા બેન્ક, કેપિટલ માર્કેટ, ચોઈસ ઈક્વિટી બ્રોકિંગ, મારવાડી શેર્સ, ટોપ શેર બ્રોકર્સ સહિતના બ્રોકરેજ હાઉસ સમાવિષ્ટ છે.
IPO સબ્સ્ક્રિપ્શન એક નજરે (પ્રથમ દિવસ)
કેટેગરી | સબ્સ્ક્રિપ્શન (x) |
QIB | 0.35 |
NII | 1.80 |
રિટેલ | 2.60 |
કર્મચારી | 1.77 |
કુલ | 1.79 |
IPO ફંડામેન્ટલ્સ
કંપનીની નેટવર્થ છેલ્લા 4 વર્ષથી સતત વધી રહી છે. 2018-19માં 10.46 કરોડની નેટવર્થ 2021-22માં વધી 82.82 કરોડ થઈ છે. ચોખ્ખો નફો અને આવકોમાં પણ નોંધનીય વૃદ્ધિ જોવા મળી છે. જુલાઈ, 2022 સુધી કંપનીનું કુલ દેવું રૂ. 51.56 કરોડ છે.
ફાઈનાન્સિયલ પર્ફોર્મન્સ એટ અ ગ્લાન્સઃ (આંકડા કરોડ રૂ.માં)
વિગત | કુલ આવકો | ચોખ્ખો નફો | કુલ દેવું |
2018-19 | 139.95 | 5.02 | 20.35 |
2019-20 | 199.16 | 10.76 | 20.18 |
2020-21 | 303.56 | 20.96 | 26.92 |
2021-22 | 396.29 | 28.69 | 36.93 |
જુલાઈ-22 | 221.17 | 18.36 | 51.56 |