Dividend This Week: SBI Life, IIFL સહિતના આ શેરોના રોકાણકારોને ડિવિડન્ડની લ્હાણી, જાણો અન્ય કોર્પોરેટ એક્શન વિશે
અમદાવાદ, 10 માર્ચઃ આ સપ્તાહે આઈઆઈએફએલ, એસબીઆઈ લાઈફ સહિત વિવિધ કંપનીઓ દ્વારા તેના રોકાણકારોને શેરમાં રોકાણના બદલામાં રિવોર્ડ અર્થાત ડિવિડન્ડની લ્હાણી કરવામાં આવશે. મોટાભાગના રોકાણકારોને નિયમિત અને ચોક્કસ ડિવિડન્ડ આપતી કંપનીઓમાં રોકાણને પ્રાધાન્ય આપતાં હોય છે. જેની પાછળનું કારણ કંપનીની નફાકારકતા અને મજબૂત સ્થિતિનું તારણ મેળવી નિશ્ચિત રિટર્ન મેળવવાનું છે. કંપનીઓ પોતાને થતા નફામાંથી તમામ ખર્ચાઓ, જોગવાઈઓ બાદ કર્યા બાદ વધતી રકમમાંથી અમુક હિસ્સો તેના શેરધારકોને વહેંચે છે.
IIFL Securities Ltd, SBI Life Insurance Company Ltd સહિતની કંપનીઓ આ સપ્તાહે ડિવિન્ડ જારી કરવાની છે. જેની રેકોર્ડ ડેટ 11 માર્ચથી શરૂ થાય છે. અમુક કંપનીઓ બોનસ અને સ્ટોક સ્પ્લિટ પણ કરશે. કંપની દ્વારા નક્કી કરવામાં આવેલી રેકોર્ડ ડેટના દિવસે શેરમાં રોકાણ ધરાવતા શેરધારકો આ ડિવિન્ડ મેળવવાને પાત્ર ગણાય છે. Ex-Dividendનો અર્થ રેકોર્ડ ડેટના આગલા દિવસનો ટ્રેડિંગ દિવસ થાય.
Wonder Electricals Ltd: કંપની શેરદીઠ રૂ. 1 ડિવિન્ડ ફાળવશે. એક્સ-ડિવિડન્ડ ટ્રેડિંગ 14 માર્ચ છે. રેકોર્ડ ડેટ 15 માર્ચ છે.
Autoriders International Ltd: કંપની શેરદીઠ 50 પૈસા ડિવિન્ડ ફાળવશે, 15 માર્ચ શેર એક્સ-ડિવિડન્ડ ટ્રેડ થશે.
IIFL Securities Ltd: અગ્રણી બ્રોકરેજ કંપની શેરદીઠ રૂ. 3 ડિવિન્ડ ફાળવશે. રેકોર્ડ ડેટ 18 માર્ચ છે.
India Gelatine & Chemicals Ltd: કંપની શેરદીઠ રૂ. 10 પેટે વચગાળાનું ડિવિડન્ડ જારી કરશે. એક્સ-ડિવિન્ડ ડેટ 15 માર્ચ છે.
ISMT Ltd: શેરદીઠ 50 પૈસા પેટે વચગાળાનું ડિવિડન્ડ, એક્સ-ડિવિડન્ડ 15 માર્ચે અને રેકોર્ડ ડેટ 18 માર્ચ છે.
Kirloskar Ferrous Industries Ltd: શેરદીઠ રૂ. 3 ડિવિડન્ડ આપશે. એક્સ-ડિવિડન્ડ ટ્રેડિંગ 15 માર્ચે થશે.
SBI Life Insurance Company Ltd: વીમા કંપનીએ વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. શેર 15 માર્ચે એક્સ-ડિવિડન્ડ કારોબાર કરશે.
Stock Splits:
OK Play India: કંપની 1 શેરનું 10 શેરમાં વિભાજન કરશે. અર્થાત ₹10ની ફેસવેલ્યૂ ધરાવતા શેરની ફેસવેલ્યૂ ₹1માં સ્પ્લિટ કરશે. શેર 11 માર્ચે એક્સ-સ્પ્લિટ ટ્રેડ થશે.
Waaree Renewable Technologies: રૂ. 10ની મૂળકિંમત ધરાવતા શેરનું રૂ. 2માં વિભાજન કરશે. શેર 15 માર્ચે એક્સ-સ્પ્લિટ ટ્રેડ થશે.
સ્ટોક સ્પ્લિટ એ કોર્પોરેટ પ્રક્રિયા છે. જ્યારે કોઈ કંપની લિક્વિડિટી વધારવા માટે તેના શેરની સંખ્યામાં વધારો કરે છે ત્યારે તે સ્ટોક સ્પ્લિટ કરે છે. કંપની શેરધારકોને વધારાના શેર જારી કરે છે. જે તેમની ખરીદ કિંમત ઘટાડવામાં પણ મદદરૂપ બની બહોળુ રિટર્ન કમાવવાની તક આપે છે.
બોનસ શેર્સઃ
ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ લિ.એ 1:1ના રેશિયોમાં બોનસ ઇશ્યૂ જાહેર કર્યો છે. શેર્સ 15 માર્ચે એક્સ-બોનસ ટ્રેડ કરશે.
M. K. Proteins Ltd એ 2:1 રેશિયોમાં બોનસ ઇશ્યૂ જાહેર કર્યો. શેર્સ 15 માર્ચે એક્સ-બોનસ ટ્રેડ કરશે.
અન્ય કોર્પોરેટ એક્શનઃ
- મુદ્રા ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ: E.G.M. 11 માર્ચના રોજ
- અરુણજ્યોતિ બાયો વેન્ચર્સ લિમિટેડ: 12 માર્ચે ઇક્વિટી શેરનો રાઇટ ઇશ્યૂ
- ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ: 14 માર્ચે આવક વિતરણ (InvIT).
- કેનોપી ફાઇનાન્સ લિમિટેડ: 15 માર્ચના રોજ એકીકરણ
- ફોકસ બિઝનેસ સોલ્યુશન લિમિટેડ: E.G.M. 15 માર્ચના રોજ
- Macfos Ltd: E.G.M. 15 માર્ચના રોજ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)