શુક્રવારે ડાઉ જોન્સમાં 137 પોઇન્ટનો સુધારો
ડાઉ જોન્સમાં 137 પોઇન્ટનો સુધારો, જોકે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ
શુક્રવારે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જનો ડાઉ જોન્સ ઇન્ડેક્સ 137 પોઇન્ટના સુધારા સાથે 34721 પોઇન્ટ નોંધાયો હતો. એસએન્ડપી 500 11.93 પોઇન્ટ ઘટી 4488.28 પોઇન્ટ અને નાસ્ડેક 186.30 પોઇન્ટના ઘટાડા સાથે 13711 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. ફેર રિઝ્રવ તેની બેલેન્સશીટને ટ્રીમ કરવાની યોજના ધરાવતી હોવાના અહેવાલો પાછળ ઇન્વેસ્ટર્સની વેચવાલી રહી હતી.
ટેકનોલોજી શેર્સમાં સાધારણ ઘટાની જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં સત સુધારાની ચાલ રહી હતી. ટેકનોલોજી શેર્સ જેવાં કે ટેસ્લા, એપલ અને આલ્ફાબેટમાં ઘટાડાની ચાલ રહી હતી.