એરપોર્ટ સર્વિસ એગ્રીગેટર ડ્રીમફોક્સ સર્વિસિસ (Dreamfolks Services)નો IPO શેરદીઠ રૂ. 326ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. સવારે રૂ. 505ની કિંમતે ખુલ્યા બાદ ઉપરમાં રૂ. 550 અને નીચામાં રૂ. 448.50 થયા બાદ છેલ્લે રૂ. 462.65ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 136.65 (41.92 ટકા)ના પ્રિમિયમ દર્શાવે છે. કંપનીએ શેરદીઠ રૂ. 326ની ઈશ્યૂ પ્રાઈઝ સાથે રૂ. 562.10 કરોડનું ફંડ મેળવ્યું છે.

ડ્રીમ ફોક્સઃ ઇન્ટ્રા-ડે ટ્રેડ ડિટેઇલ્સ

વિગતકિંમત
ઇશ્યૂ પ્રાઇસ326
ખુલ્યો505
વધી550
ઘટી448.50
બંધ462.65
સુધારો(રૂ.)136.65
સુધારો (ટકા)41.92