નિફ્ટી 18550ના રેઝિસ્ટન્સની નીચે, સેન્સેક્સમાં 347 પોઇન્ટનું કરેક્શન
અમદાવાદ, 31 મેઃ ભારતીય શેરબજારોએ ચાર દિવસની ચાંદની બાદ ફરી એકવાર પ્રોફીટ બુકીંગ ઘનઘોરનો અનુભવ કર્યો હતો. જેમાં સેન્સેક્સે 347 પોઇન્ટનું ધોવાણ નોંધાવ્યું હતું. વૈશ્વિક બજારમાં નબળા સેન્ટિમેન્ટ વચ્ચે બુધવારે સ્થાનિક શેરબજારોમાં ઘટાડો નોંધાયો હતો. BSE સેન્સેક્સ ઈન્ટ્રા ડે એક તબક્કે 668.11 પોઈન્ટ તૂટ્યો હતો. જો કે, અંતે 346.89 પોઈન્ટ (0.55 ટકા)ના ઘટાડા સાથે 62,622.24 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. NSE નિફ્ટી 99.45 પોઈન્ટ્સ (0.53 ટકા)ના ઘટાડા સાથે 18,534.40 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. બીજી બાજુ સેક્ટોરલમાં એફએમસીજી ઈન્ડેક્સ આજે ફરી નવી 18299.42ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. એફએમસીજી ઈન્ડેક્સમાં ટ્રેડેડ કુલ 80 પૈકી 51 સ્ક્રિપ્સમાં સુધારો અને 27માં ઘટાડો નોંધાયો હતો.
સેન્સેક્સ પેકમાં હેવી વેઇટ્સ હેવી ધોવાયા: BSE સેન્સેક્સ પર એક્સિસ બેન્કના શેરમાં સૌથી વધુ 2.41 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એ જ રીતે એસબીઆઈ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં પણ બે ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ, આઈટીસી, પાવરગ્રીડ, ટીસીએસ, બજાજ ફાઈનાન્સ અને ઈન્ફોસીસના શેર પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
રોકાણકારોના આકર્ષણનું કેન્દ્ર રહી આ ચાર સ્ક્રીપ્સ
સ્ક્રિપ્સ | બંધ | ઉછાળો |
સુઝલોન | 11.74 | 10.03 ટકા |
અરવિંદ | 127.80 | 7.58 ટકા |
જીઆર ઈન્ફ્રા | 96.55 | 8.34 ટકા |
ટોરેન્ટ ફાર્મા | 129.55 | 7.55 ટકા |