મોંઘવારીનું દબાણ હોવા છતાં એપ્રિલ મહિનામાં દેશના સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિઓમાં મજબૂત સ્થિતી જોવા મળી છે. એસએન્ડપીગ્લોબલનો સર્વિસ સેક્ટરનો પીએમઆઇ ઇન્ડેક્સ 57.9ની સપાટીએ પહોંચ્યો છે જે પાંચ મહિનાની ટોચે આંબ્યો છે. માર્ચમાં તે 53.6 પર હતો આ સતત નવમો મહિનો છે કે જ્યારે સર્વિસ સેક્ટરમાં સકારાત્મક ગ્રોથ જોવા મળી રહ્યો છે અને પીએમઆઇ ઇન્ડેક્સ 50 ની ઉપર જળવાઇ રહ્યો છે. પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) 50 થી ઉપરની પ્રવૃત્તિમાં વધારો સૂચવે છે જ્યારે 50થી નીચેનો ઘટાડો ઘટાડો સૂચવે છે. છેલ્લા કેટલાક મહિનામાં વેપારી ગતિવિધિઓમાં થયેલા વધારાની અસર અને તેના કારણે નોકરીઓમાં થયેલા વધારાની અસર સર્વિસ સેક્ટર પર જોવા મળી રહી છે. એસએન્ડપી ગ્લોબલના ઇકોનોમી ડાયરેક્ટર પોલિયાના ડી લિમાના જણાવ્યા અનુસાર સર્વિસ સેક્ટર માટે પીએમઆઇ અહેવાલ ખૂબ જ પ્રોત્સાહક છે. માંગમાં વધારો થવાથી નવા વેપારનો પ્રવાહ અને ઉત્પાદનમાં વધારો થયો છે. ગ્રાહક સેવાઓ અને ફાઇનાન્સ અને વીમા સેક્ટરના અર્થતંત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા પેટા-ક્ષેત્રો હતા. જ્યારે રિયલ એસ્ટેટ અને બિઝનેસ સર્વિસમાં વેચાણ અને ઉત્પાદનમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. તે જ સમયે વધતી જતી મોંઘવારીને કારણે, સર્વિસ પ્રોવાઇડરે ખોરાક, ઇંધણ અને કાચા માલ માટે વધુ ચૂકવણી કરવી પડે છે. આ સિવાય વેતન ખર્ચમાં વધારો થવાને કારણે ઉત્પાદનની કુલ કિંમત પણ વધી છે.