અમદાવાદ, 5 મેઃ Manappuram Financeના પ્રમોટર્સ સામે મની લોન્ડરીંગ કેસ હેઠળ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED)એ કેરળ સ્થિત એનબીએફસીના એમડી અને સીઈઓ વીપી નંદાકુમારની 143 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. લોકો પાસેથી ગેરકાયદેસર ડિપોઝીટ એકત્રિત કરી મની લોન્ડરિંગ કર્યુ હોવાના આરોપો હેઠળ ઈડીએ કંપનીના હેડક્વાર્ટર થ્રીસ્સુર સ્થિત છ સ્થળો પર દરોડા પાડ્યા હતા. કંપનીએ શેરમાં કડાકો નોંધાતા સ્ટોક એક્સચેન્જ પર સ્પષ્ટતા કરી હતી કે, ઈડીની કાર્યવાહી તેના પ્રમોટર વિરૂદ્ધ છે. લિસ્ટેડ કંપની વિરૂદ્ધ નથી. કંપની આ મામલે સંડોવાયેલી નથી. આ મામલે વીપી નંદાકુમારે જણાવ્યુ હતુ કે, આ કાર્યવાહી કંપની સંબંધિત નથી.પરંતુ તેની પ્રાઈવેટ કંપની મનપ્પુરમ એગ્રો ફાર્મ્સ વિરૂદ્ધ થઈ હતી. જે બંધ થઈ ચૂકી છે.

ઈડીએ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસમાં તપાસ કાર્યવાહી હાથ ધરી 143 કરોડની સંપત્તિ, દસ્તાવેજો જપ્ત કર્યા હતા. જેમાં 20 અબજની કિંમતના મનપ્પુરમ ફાઈનાન્સના શેર્સ જપ્ત કર્યા હતા. જેની અસાઈન્ડ વેલ્યૂ 140 કરોડ છે. તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, મની લોન્ડરિંગની આવક

નંદાકુમાર તેમના નામે, પત્નિ અને બાળકોના નામે સ્થાવર મિલકતોમાં રોકી હતી. તેમજ મણપ્પુરમના શેરોમાં ડાઇવર્ટ કરી હતી.EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ વીપી નંદકુમારની કુલ રૂ. 143 કરોડની સંપત્તિને ફ્રીઝ કરી છે,” સ્થિર અસ્કયામતોમાં આઠ બેન્ક ખાતાઓમાં રાખવામાં આવેલી થાપણો, લિસ્ટેડ શેરોમાં રોકાણ અને મણપ્પુરમ ફાઇનાન્સ લિમિટેડના શેરનો સમાવેશ થાય છે, એજન્સીએ જણાવ્યું હતું કે મની લોન્ડરિંગ દર્શાવતા વિવિધ “ગુનાહિત” દસ્તાવેજો અને 60 સ્થાવર મિલકતોના દસ્તાવેજો પણ સર્ચ દરમિયાન જપ્ત કરવામાં આવ્યા હતા.

નંદ કુમાર સામે મની લોન્ડરિંગના આરોપો

ઈડીએ દાવો કર્યો હતો કે, જાહેર થાપણોના રૂપમાં મની લોન્ડરિંગ અને મોટા પાયે રોકડ વ્યવહારો અંગેના પુરાવા રિકવર કરવામાં આવ્યા છે, જે નંદકુમાર દ્વારા તેમની માલિકીની ફર્મ મણપ્પુરમ એગ્રો ફાર્મ્સ (MAGRO) દ્વારા આરબીઆઈની મંજૂરી વિના રિકવર કરવામાં આવ્યા છે. નંદકુમાર દ્વારા લિસ્ટેડ કંપની મણપ્પુરમ ફાઇનાન્સ લિમિટેડની વિવિધ શાખા કચેરીઓમાં તેના કેટલાક કર્મચારીઓ દ્વારા ડિપોઝીટ “ગેરકાયદેસર રીતે” એકત્રિત કરવામાં આવી હતી. રૂ. 53 કરોડની થાપણો રોકડમાં પરત કરવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું છે, પરંતુ તેની ચુકવણી કે કેવાયસીના કોઈ પુરાવા સાથે નથી. એજન્સીએ કહ્યું કે મણપ્પુરમ ફાઇનાન્સ લિમિટેડના મુખ્ય નાણાં અધિકારી (CFO) અને અન્ય કર્મચારીઓની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે, જેમણે મની લોન્ડરિંગના ગુનામાં મદદ કરી હોવાની શંકા છે.