મુંબઈ, 18 જૂન: આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે (“ABSLI”) એબીએસએલઆઈ સુપર ટર્મ પ્લાન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ઓલ ઇન વન પ્યોર પ્રોટેક્શન ટર્મ ઇન્શ્યોરન્સ લક્ષ્યાંક સાથે જોડાયેલી નાણાંકીય સુરક્ષા સાથે બિલ્ટ-ઇન હેલ્થ મેનેજમેન્ટ સર્વિસીઝ પૂરી પાડવા માટે બનાવવામાં આવ્યો છે.

એબીએસએલઆઈ સુપર ટર્મ પ્લાન નીચે મુજબના ત્રણ ખાસ તૈયાર કરેલા કવરેજ વિકલ્પો પસંદ કરવાની સુવિધા આપે છેઃ

  1. લેવલ કવર પોલિસીની મુદત દરમિયાન ફિક્સ્ડ સમ એશ્યોર્ડ પૂરું પાડે છે જે લાઇફ ઇન્શ્યોરન્સ લેનારના મૃત્યુ થવા પર લમ્પસમ, માસિક આવક અથવા બંનેના મિશ્રણ તરીકે ચૂકવાય છે.
  2. ઇન્ક્રીઝિંગ કવર સમય જતા વધતી સુરક્ષા પૂરી પાડીને સમ એશ્યોર્ડને દર વર્ષે પાંચ ટકા (સાદું વ્યાજ) વધારે છે.
  3. પ્રીમિયમ પાછું આપવા સાથે લેવલ કવર ફિક્સ્ડ ડેથ બેનિફિટ સુનિશ્ચિત કરે છે અને સાથે સાથે જો મેચ્યોરિટી સુધી પોલિસીધારક જીવી જાય તો ચૂકવાયેલા કુલ પ્રીમિયમની 100 ટકા રકમ પણ પાછી આપે છે.

આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડના એમડી અને સીઈઓ કમલેશ રાવે જણાવ્યું હતું કે એબીએસએલઆઈ સુપર ટર્મ પ્લાન ક્લેઇમની જાણ કર્યા પછી તાત્કાલિક ચૂકવણીની સુવિધા પૂરી પાડે છે, જેના હેઠળ ક્લેઇમની નોંધણીના કામકાજના એક દિવસની અંદર ચોક્કસ રકમ ચૂકવવાપાત્ર હોય છે. આ પ્લાન મૃત્યુ થવા પર વિતરણ કરવામાં પણ વધુ સુગમતા પ્રદાન કરે છે. શરૂઆતમાં, પોલિસીધારકો ત્રણ ચૂકવણી વિકલ્પોમાંથી પસંદ કરી શકે છે: એક સામટી રકમ, સમાન માસિક આવક, અથવા બંનેનું મિશ્રણ (આવક વત્તા એક સામટી રકમ).

વધુમાં, Staggered Death Benefit વિકલ્પ નોમિનીને પાંચ વર્ષના સમયગાળા દરમિયાન માસિક હપ્તામાં લાભ મેળવવા માટે સક્ષમ બનાવે છે. વધુમાં, આ પ્લાનમાં Commutation of Income Benefit સમાવિષ્ટ છે, જેનાથી નોમિની ઇન્કમ બેનિફિટ સમયગાળા દરમિયાન કોઈપણ સમયે માસિક આવક ચૂકવણીને એક સાથે રકમમાં રૂપાંતરિત કરી શકે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)