Electronics Mart IPO પ્રથમ દિવસે 1.69 ગણો ભરાયો
અમદાવાદઃ ઇલેક્ટ્રોનિક્સ માર્ટ ઇન્ડિયા (EMI)નો રૂ. 500 કરોડનો આઈપીઓ (IPO) આજે ખૂલ્યો છે. પ્રથમ દિવસના અંતે કુલ 1.69 ગણો ભરાયો હતો. જે પૈકી રિટેલ પોર્શન 1.98 ગણો, એનઆઇઆઇ પોર્શન 1.04 ગણો અને ક્યૂબીઆઇ પોર્શન 1.68 ગણો છલકાઇ ગયો છે. ઈશ્યૂ પ્રાઈસ બેન્ડ શેરદીઠ રૂ. 56-59 છે.
ગ્રે પ્રિમિયમ રૂ. 5 વધ્યું
ગ્રે માર્કેટમાં ઈએમઆઈ આઈપીઓના પ્રિમિયમ રૂ. 30થી વધી રૂ. 35 થયું છે. મોટાભાગના બ્રોકરેજ હાઉસે આઈપીઓ સબ્સ્ક્રાઈબ કરવા ભલામણ કરી છે. આઈપીઓનું લિસ્ટિંગ 60 ટકા પ્રિમિયમે થવાનો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે.
બ્રોકરેજએ યોગ્ય વેલ્યૂએશન, ગ્રોથની સંભાવના અને બજારના વર્ચસ્વને ધ્યાનમાં રાખીને આ IPOમાં સબ્સ્ક્રાઇબ કરવાની સલાહ આપી છે. જો કે, કેટલાક બ્રોકરેજ હાઉસે ઓનલાઈન માર્કેટની આકરી હરિફાઈને ધ્યાનમાં રાખી સાવચેતીનું વલણ દર્શાવ્યું છે.
વિવિધ બ્રોકરેજ હાઉસની નજરે આઈપીઓઃ
Reviewer | Recommendation |
Angel One | Apply |
Axis Capital | Not Rated |
Canara Bank | Apply |
Capital Market | May Apply |
Choice Equity Broking Pvt Ltd | Apply |
DALAL & BROACHA STOCK BROKING PVT | Apply |
Dilip Davda | May Apply |
Hem Securities | Apply |
Indsec Securities | Apply |
JM Financial Institutional Securities | Not Rated |
Marwadi Shares and Finance Ltd | Apply |
Nirmal Bang | Apply |
Reliance Securities | Apply |
Religare Broking Limited | Neutral |
SMC Global | Neutral |
TopShareBrokers.com | Apply |
Ventura Securities Limited | Apply |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)