EMudhraના IPO લિસ્ટિંગમાં ખાયા- પિયા કુછ નહિં, ગ્લાસ તોડા બારાઆના
ઇ-મુધ્રાના આઇપીઓએ પણ રોકાણકારોને લિસ્ટિંગના પ્રથમ દિવસે રૂ. 256ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 271ની સપાટીએ ખુલ્યા બાદ શેર રૂ. 279
થઇ નીચામાં રૂ. 255.40 અને છેલ્લે રૂ. 258.85 બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ કરતાં રૂ. 2.85 એટલેકે 1.11 ટકાનો સુધારો દર્શાવે છે. જેના કારણે રોકાણકારોની સ્થિતિ ખાયા પિયા કુછ નહિં ગ્લાસ તોડા બારાઆના જેવી થઇ છે. NSE ખાતે પણ ભાવ રૂ. 256 બંધ રહ્યો હતો. ઈમુદ્રાના રૂ. 412.79 કરોડનો આઈપીઓ 2.71 ગણો ભરાયો હતો
ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ
ઇશ્યૂ પ્રાઇસ | 256 |
ખૂલી | 271 |
વધી | 279 |
ઘટી | 255.40 |
બંધ | 258.85 |
સુધારો | રૂ. 2.85 |
સુધારો | 1.11% |
એથર શુક્રવારે લિસ્ટિંગ કરાવશે
સ્પેશ્યાલિટી કેમિકલ્સ મેન્યુફેક્ચરર એથર શુક્રવારને તા. 3 જૂનના રોજ લિસ્ટિંગ કરાવશે. કંપનીએ રૂ. 808 કરોડનો આઇપીઓ યોજ્યો હતો. ગ્રે માર્કેટમાં રૂ. 642ની ઈશ્યૂ પ્રાઈઝ ઉપર ગ્રે માર્કેટમાં પ્રિમિયમ રૂ. 15 આસપાસ બોલાઈ રહ્યું છે.સેબી સમક્ષ ફાઇલ ઓફર ડોક્યુમેન્ટ્સ
જૂન માસમાં: જેમિનિ એડિબલ્સ એન્ડ ફેટ્સ મે માસમાઃ પ્લાઝા વાયર્સ લિ., ફર્સ્ટમેરિડિયન બિઝનેસ સર્વિસિસ, પ્રિસ્ટાઇન લોજિસ્ટિક્સ એન્ડ ઇન્ફ્રા., ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ, પેમેટ ઇન્ડિયા એપ્રિલ માસમાઃ યુનિપાર્ટ્સ ઇન્ડિયા, પ્રોટિન ઇ-ગવ ટેકનો., શાહ પોલિમર્સ, પ્રાસોલ કેમિ., કાયનેસ ટેકનો, સેન્કોગોલ્ડ, બીબા ફેશન, ગોલ્ડ પ્લસ ગ્લાસ, આધાર હાઉસિંગ, ડીસીએક્સ સિસ્ટમ્સ, યથાર્થ હોસ્પિટલ, કેફીન ટેકનો.