એપિગ્રાલે CPVC રેસિન ઉત્પાદનક્ષમતા 1.5 ગણી વધારીને 75,000 TPA કરી
અમદાવાદ, 9 એપ્રિલ: એપિગ્રાલ લિમિટેડએ ગુજરાતમાં એનાં દહેજ પ્લાન્ટમાં સીપીવીસી (ક્લોરિનેટેડ પોલીવિનાયલ ક્લોરાઇડ) રેસિન પ્લાન્ટની વધારાની 45,000 TPA (ટન પ્રતિ વર્ષ) ક્ષમતા કાર્યરત કરવાની જાહેરાત કરી છે. આ વિસ્તરણ સાથે એપિગ્રાલની કુલ સીપીવીસી રેસિન ક્ષમતા નોંધપાત્ર 75,000 TPA પર પહોંચશે.
સીપીવીસી રેસિન ક્ષમતામાં વધારા ઉપરાંત એપિગ્રાલે 35,000 TPAની અંદાજિત ક્ષમતા સાથે સીપીવીસી સંયોજન ઉત્પાદનમાં પણ પ્રવેશ કર્યો છે. પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે અને નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં શરૂ થવાની ધારણા છે. ભારતની સીપીવીસી માગ અંદાજે 2,50,000 ટન પ્રતિ વર્ષ (TPA) છે અને હજુ પણ વધી રહી છે, જે અંતર્ગત વાર્ષિક વૃદ્ધિ 10 ટકાથી 13 ટકા વચ્ચે રહેવાની ધારણા છે. આ ક્ષેત્રમાં એપિગ્રાલનું વ્યૂહાત્મક વિસ્તરણ કંપનીની નવીનતા અને પર્યાવરણલક્ષી સાનુકૂળતા પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે. એપિગ્રાલનાં સીએમડી મૌલિક પટેલે કહ્યું હતું કે, અમારી કુલ ક્ષમતા વધારીને 75,000 TPA કરશે. સીપીવીસી રેસિન પ્લાન્ટ કાર્યરત થવાની સાથે અમે બહુઉત્પાદક કંપની બનવાનાં અમારાં લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યાં છીએ, ડેરિવેટિવ્સ અને સ્પેશિયાલ્ટી કેમિકલ સેગમેન્ટમાંથી આવકનો હિસ્સો વધારવા સજ્જ છીએ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)