માર્ચમાં 77 હજાર સામે એપ્રિલમાં ઘટી 72 હજાર EV વેચાયા

છેલ્લા કેટલાક સમયથી ઈલેક્ટ્રિક વાહનોમાં આગના બનાવો બનતા તેનો ઝડપી ગ્રોથને બ્રેક વાગી છે. એપ્રિલમાં EVના વેચાણો નોંધનીય રીતે ઘટ્યા છે. માર્ચમાં 77,244 EVનું વેચાણ થયું હતું જે એપ્રિલમાં ઘટીને 72,536 હજાર થયું હતું.  છેલ્લા એક વર્ષમાં બીજી વખત ઈલેક્ટ્રિક વાહનોના માસિક ધોરણે વેચાણો ઘટ્યા છે.

પેટ્રોલના ઊંચા ભાવને કારણે દેશમાં EVs (મુખ્યત્વે ટુવ્હિલર્સ)નું વેચાણ માસિક ધોરણે 25થી 35 ટકાના દરે વધી રહ્યું છે. મે 2021માં 3311 EV વેચાયા હતા. જે ડિસેમ્બર 2021 સુધીમાં 50 હજારની સપાટી ક્રોસ કરી ગયા હતા. બાદમાં જાન્યુઆરીમાં વેચાણમાં થોડો ઘટાડો નોંધાયો હતો. ફેબ્રુઆરીથી વેચાણ ફરી વધવા લાગ્યા હતા. અને માર્ચમાં તે વધીને રેકોર્ડ 77,244 પર પહોંચ્યા હતા. માર્ચના અંતથી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરમાં આગના  બનાવો નોંધાયા હતા. જેના કારણે ઈલેક્ટ્રિક વાહનોના વાહનોના વેચાણને અસર થઇ છે. ઓલા પ્યોર ઇવી અને ઓકિનાવા જેવી ઘણી કંપનીઓને તેમના ઈલેક્ટ્રિક વાહનો પાછા મંગાવવા પડ્યા હતા. સરકારે નવા EV સ્કૂટર લોન્ચ કરવા પર પ્રતિબંધ પણ મૂક્યો છે. પરિણામે ખરીદદારોના સેન્ટિમેન્ટને અસર થઈ હતી અને માર્ચની સરખામણીએ એપ્રિલમાં વેચાણ 4.5 હજારથી વધુ ઘટીને 77,244 થઈ ગયું હતું. શક્ય છે કે ગ્રાહકો સરકારની બેટરી સ્વેપિંગ પોલિસીની પણ રાહ જોઈ રહ્યા હોય, જે સ્પષ્ટ કરશે કે બેટરી પર કોને સબસિડી મળશે.

માસ વાર ઈ-સ્કૂટરના વેચાણ

માસટૂ-વ્હિલર્સ
જાન્યુઆરી48,165
ફેબ્રુઆરી54,046
માર્ચ77,244
એપ્રિલ72,536