ફોકસ લાઇટિંગનો Q2-2024 ચોખ્ખો નફો 109% વધી રૂ.9.61 કરોડ
મુંબઈ, 30 ઓક્ટોબર 30: એલઇડી લાઇટ્સ અને ફિક્સરના ઉત્પાદન અને નવીન લાઇટિંગ સોલ્યુશન્સમાં રોકાયેલી ફોકસ લાઇટિંગ એન્ડ ફિક્સ્ચર લિમિટેડે (NSE – FOCUS) નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 9.61 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 4.59 કરોડના ચોખ્ખા નફાની સરખામણીમાં 109.4%ની વૃદ્ધિ દર્શાવે છે. કુલ આવક રૂ. 57.86 કરોડ (રૂ. 40.61 કરોડ) થઇ છે. જે 42.5 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
કંપની ગુજરાતમાં સાણંદ ખાતે ઉત્પાદન એકમ ધરાવે છે
કંપની હાલમાં પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી પૂરી પાડે છે જેમાં રિસેસ્ડ એડજસ્ટેબલ સ્પોટલાઇટ્સ, રિસેસ્ડ ડાઉનલાઇટ્સ, સરફેસ માઉન્ટેડ સ્પોટલાઇટ્સ, સરફેસ-માઉન્ટેડ/સસ્પેન્ડેડ ડાઉનલાઇટ્સ, સિસ્ટમ બેઝ્ડ સ્પોટલાઇટ્સ/વોલ વોશર, ટ્રેક-માઉન્ટેડ સ્પોટલાઇટ્સ વગેરેનો સમાવેશ થાય છે જે દરેક અલગ-અલગ કાર્ય ક્ષમતાઓ ધરાવે છે. કંપની ગુજરાતના સાણંદ ખાતે તેનું ઉત્પાદન એકમ ધરાવે છે.
એબિટા વાર્ષિક ધોરણે 57.8% વૃદ્ધિ સાથે રૂ. 13.11 કરોડ નોંધાઈ હતી. નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં માટે એબિટા માર્જિન અને નેટ પ્રોફિટ માર્જિન અનુક્રમે 22.65% (220 બેસિસ પોઈન્ટ્સની વાર્ષિક ધોરણે વૃદ્ધિ) અને 16.61% (531 બેસિસ પોઈન્ટ્સની વાર્ષિક ધોરણે વૃદ્ધિ) નોંધાયા હતા. નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં માટે ઈપીએસ વાર્ષિક ધોરણે 62% વૃદ્ધિ સાથે રૂ. 7.34 કરોડ નોંધાઈ હતી.
સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે, કંપનીએ વાર્ષિક ધોરણે 64.1%ની વૃદ્ધિ સાથે રૂ. 110.84 કરોડની કુલ આવક અને 174.86%ની વાર્ષિક ધોરણએ વૃદ્ધિ સાથે રૂ. 18.78 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
કંપનીની કામગીરી પર ટિપ્પણી કરતાં, ફોકસ લાઇટિંગ એન્ડ ફિક્સ્ચર્સના મેનેજિંગ ડિરેક્ટર અમિત શેઠે જણાવ્યું હતું કે, એબિટા અને ચોખ્ખા નફામાં અમારો પ્રભાવશાળી વધારો મુખ્યત્વે ઓપરેશનલ કાર્યક્ષમતા અને કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન પગલાં પરના અમારા અવિરત ધ્યાનને આભારી છે. અમને પૂરો વિશ્વાસ છે કે અમારી નવીન પ્રોડક્ટ ઓફરિંગ આખા વર્ષના બાકીના સમયગાળા દરમિયાન નોંધપાત્ર વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે.