અમદાવાદ, 2 જૂન: ફ્યુચર જનરલી ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે નવી હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ – D.I.Y હેલ્થ – લોંચ કરવાની જાહેરાત કરી છે, જે ગ્રાહકોને તેમની જરૂરિયાત મૂજબ કવરેજ પસંદ કરવાની ફ્લેક્સિબિલિટી અને સ્વતંત્રતા પ્રદાન કરવા માટે ડિઝાઇન કરાઇ છે. જે 17 બેઝ ફીચર્સ, 20 મોડ્લુયલર ફીચર્સની વિશાળ શ્રેણી ઓફર કરવા સાથે પાવર ઓફ ચોઇસની ઉજવણી કરતી પ્રોડક્ટ છે. ફ્યુચર જનરલી ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ અનુપ રાઉએ જણાવ્યું હતું કે, D.I.Y હેલ્થ પ્રોડક્ટ વ્યક્તિઓને આંગળીના ટેરવે તેમનું પોતાનું કવરેજ ડિઝાઇન કરવા, તેના ઉપર નિયંત્રણ રાખવા, અનુકૂળતા અને કસ્ટમાઇઝેશન કરવા સક્ષમ કરે છે. ઉજ્જવળ ભવિષ્યમાં આપનું સ્વાગત છે, જ્યાં ઇન્સ્યોરન્સ તમારી જરૂરિયાતોને અનુરૂપ છે. વર્ષ 2023ની સૌથી નોંધપાત્ર ઓફરિંગ્સ પૈકીની એક હોવા તરીકે FGII તેની ઓનલાઇન ડિસ્ટ્રિબ્યુશન ચેનલ અને ડિસ્ટ્રિબ્યુટર્સની મદદથી પ્રોડક્ટ વિશે જાગૃકતા ફેલાવવા માગે છે. કંપનીને મલ્ટી-પ્લેટફોર્મ એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ કેમ્પેઇન પણ ટૂંક સમયમાં રજૂ કરવાની આશા છે

આ નવી પ્રોડક્ટ તાજેતરમાં યુનોમેર દ્વારા કરાયેલા FGII સર્વેમાં મળેલા પ્રતિસાદોને પણ અનુરૂપ છે, જે મૂજબ ભારતમાં મોટાભાગના હેલ્થ ઇન્સ્યોરન્સ ગ્રાહકો અને તેને લેવા ઇચ્છુક વ્યક્તિઓ મહત્વપૂર્ણ ફીચર તરીકે કસ્ટમાઇઝેશન પસંદ કરે છે તથા તેના માટે વધારાનું પ્રીમિયમ ચૂકવવામાં તેમને કોઇ વાંધો નથી. આ પ્રોડક્ટ એફજી ડોગ હેલ્થ કવર, એફજી હેલ્થ એબ્સોલ્યુટ તથા ઇન્ડસ્ટ્રીમાં નવીન પહેલ કરતાં LGBTQIA+ સમુદાયના સદસ્યોને હેલ્થ ઇન્સોયરન્સ ઓફર કરવા સહિતની ઘણી નવીન દરખાસ્તો ધરાવે છે.