ગાંધાર ઓઈલ રિફાઈનરીનો IPO 22 નવેમ્બરેઃ પ્રાઇસબેન્ડ રૂ.160-169
આઇપીઓ ખૂલશે | 22 નવેમ્બર |
આઇપીઓ બંધ થશે | 24 નવેમ્બર |
ફેસ વેલ્યૂ | રૂ.2 |
પ્રાઇસબેન્ડ | રૂ.160-169 |
લોટ | 88 શેર્સ |
આઇપીઓ સાઇઝ | 29,626,732 શેર્સ |
આઇપીઓ સાઇઝ | ₹500.69 કરોડ |
લિસ્ટિંગ | BSE, NSE |
BUSIENSSGUJARAT.IN RATING | 7/10 |
મુંબઇ, 20 નવેમ્બરઃ ગાંધાર ઓઈલ રિફાઈનરી (ઈન્ડિયા) લિમિટેડ શેરદીઠ રૂ.2ની મૂળકિંમત અને રૂ. 160-169ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ સાથે તા. 22 નવેમ્બર (મંગળવારે) મૂડીબજારમાં પ્રવેશી રહી છે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફરનો સમયગાળો- મંગળવાર, 21 નવેમ્બર, 2023 રહેશે. ઇશ્યૂ તા. 24 નવેમ્બરે બંધ થશે.
બિડ ન્યૂનતમ 14,872 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 88 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે. ફ્લોર પ્રાઈસ 80.00 ગણી છે અને કેપ પ્રાઈસ ઈક્વિટી શેરની ફેસ વેલ્યુ કરતાં 84.50 ગણી છે. IPOમાં રૂ. 3,020 મિલિયનના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો દ્વારા 1,17,56,910 ઇક્વિટી શેર્સના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે.
ઇશ્યૂ યોજવાના મુખ્ય હેતુઓ
કંપની (1) બેંક ઓફ બરોડા પાસેથી ટેક્સોલ દ્વારા મેળવેલી લોન સુવિધાની પુન:ચુકવણી/પૂર્વ ચુકવણી માટે ધિરાણ માટે લોન દ્વારા ટેક્સોલમાં રોકાણ (2) ટેક્સોલમાં રોકાણ માટે ફ્રેશ ઈશ્યુની આવકનો ઉપયોગ કરવા માંગે છે; (ii) કંપનીના સિલ્વાસા પ્લાન્ટમાં ઓટોમોટિવ ઓઈલની ક્ષમતામાં વિસ્તરણ માટે જરૂરી સાધનો અને સિવિલ વર્કની ખરીદી દ્વારા મૂડી ખર્ચ; (3) કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાત માટે ભંડોળ પૂરું પાડવા અને (4) અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ફ્રેશ ઇશ્યૂથી મળનારી રકમનો ઉપયોગ કરવા માંગે છે.
લિસ્ટિંગઃ શેર્સને બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ બંને પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે.
લીડ મેનેજર્સઃ નુવામા વેલ્થ મેનેજમેન્ટ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
કંપનીની નાણાકીય કામગીરી એટ એ ગ્લાન્સ
સમયગાળો | Jun23 | Mar23 | Mar21 |
એસેટ્સ | 1,795.57 | 1,613.44 | 1,097.70 |
આવકો | 1,071.52 | 4,101.79 | 2,069.58 |
ચો. નફો | 54.28 | 213.18 | 161.14 |
નેટવર્થ | 810.79 | 760.21 | 375.76 |
અનામતો | 763.99 | 719.19 | 355.68 |
દેવાઓ | 335.62 | 169.53 | 176.78 |
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)