GCCI: માનદ મંત્રી અને માનદ ખજાનચી ચૂંટાયા
વર્ષ 2023-24 GCCIના હોદ્દેદારો
અજય પટેલ | પ્રમુખ |
સંદીપ એન્જીનીયર | સિનિયર ઉપ-પ્રમુખ |
પથિક પટવારી | તત્કાલીન પૂર્વ પ્રમુખ |
મિહિર પટેલ | ઉપ-પ્રમુખ |
અપૂર્વ શાહ | માનદ મંત્રી |
પ્રશાંત પટેલ | માનદ મંત્રી (રીજિયોનલ) |
ગૌરાંગ ભગત | માનદ ખજાનચી |
અમદાવાદ, 23 જુલાઇઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની તા. 22-7-2023 ના રોજ મળેલી કારોબારી સમિતિની મિટિંગમાં વર્ષ 2023-24 માટે માનદ મંત્રી, માનદ મંત્રી (રીજિયોનલ) અને માનદ ખજાનચીની બિનહરીફ ચૂંટણી થઇ હતી અને માનદ મંત્રી તરીકે અપૂર્વ શાહ, માનદ મંત્રી (રીજિયોનલ) તરીકે પ્રશાંત પટેલ અને માનદ ખજાનચી તરીકે ગૌરાંગ ભગત સર્વાનુમતે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની તા. 12-07-2023 ના રોજ મળેલ વાર્ષિક સામાન્ય સભામાં ચેમ્બરના પ્રમુખ તરીકે અજયભાઇ પટેલ; સિનિ. ઉપ-પ્રમુખ તરીકે સંદીપ એન્જીનિયર તથા ઉપ-પ્રમુખ તરીકે મિહિર પટેલને બિનહરીફ ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે પથિક પટવારીએ તત્કાલીન પૂર્વ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.