GHCLનો ચોથા ત્રિમાસિકગાળામાં નફો 25 ટકા વધ્યો
અમદાવાદ, 1 મે: કેમિકલ કંપની GHCLએ શનિવારે નાણાકીય વર્ષ 2022-2023ના ચોથા ત્રિમાસિકગાળા માટેના તેના નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. તે અનુસાર ચોખ્ખી આવક 8% વધીને રૂ. 1,141 કરોડ થઈ ગઈ છે, જે 31 માર્ચ, 2022ના રોજ પૂરાં થયેલાં તદનુરૂપ ત્રિમાસિકગાળામાં રૂ. 1,058 કરોડ હતી. ઇબીઆઇડીટીએ 10% વધીને રૂ. 370 કરોડ થઈ ગઈ છે, જે ગત વર્ષના તદનુરૂપ ત્રિમાસિકગાળામાં રૂ. 338 કરોડ હતી. તો ચોખ્ખો નફો (પીએટી) 25% વધીને રૂ. 251 કરોડ થઈ ગયો હતો, જે ગત નાણાકીય વર્ષના તદનુરૂપ ત્રિમાસિકગાળામાં રૂ. 200 કરોડ હતો.
નાણાકીય પર્ફોમન્સ અંગે ટિપ્પણી કરતાં GHCL લિમિટેડના એમડી આર. એસ. જલાનએ જણાવ્યું કે, નાણાકીય વર્ષ નાણાકીય વર્ષ 2021-2022ની રૂ. 3,061 કરોડની આવકની સરખામણીએ નાણાકીય વર્ષ 2022-2023માં આવક 50% વધીને રૂ. 4,584 કરોડ થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2021-2022ની રૂ. 737 કરોડની ઇબીઆઇડીટીએની સરખામણીએ નાણાકીય વર્ષ 2022-2023માં ઇબીઆઇડીટીએ 106% વધીને રૂ. 1,520 કરોડ થઈ ગઈ હતી. નાણાકીય વર્ષ 2021-2022માં કરવેરાની ચૂકવણી પછી રૂ. 422 કરોડનો નફો થયો હતો, જેની સરખામણીએ નાણાકીય વર્ષ 2022-2023માં કરવેરાની ચૂકવણી પછીનો નફો 159% વધીને રૂ. 1,092 કરોડ થઈ ગયો હતો.