અમદાવાદ : દિલ્હીમાં 7 માં CII 3 R એવોર્ડ્સ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ઇન્ડસ્ટ્રીના  વેસ્ટ મેનેજમેન્ટ બદલ GHCL લિમિટેડને 3 R માં CII એક્સલન્સ એવોર્ડ એનાયત કરાયો હતો. આ એવોર્ડ વેસ્ટ મેનેજમેન્ટ અને ઇન્ડસ્ટ્રીમાં બેન્ચમાર્ક સ્થાપિત કરવામાં 3આર ના (રિડ્યુસ, રિયૂઝ, રિસાઇકલ) સિદ્ધાંતો પ્રત્યે GHCLના પ્રયાસોને પ્રદર્શિત કરે છે.

GHCL એ સુત્રપાડાના (ગુજરાત) તેના સોડા એશ પ્લાન્ટમાં કાર્યક્ષમ રીતે વેસ્ટ મેનેજમેન્ટ તથા પર્યાવરણ અને સસ્ટેનેબેલીટી અપ્પ્રોચ પ્રત્યે પ્રાથમિકતા આપવાના સમર્પિત પ્રયાસો બદલ એવોર્ડ મેળવ્યો છે. CII 3 R એવોર્ડ ચાર સ્તરીય માળખાકીય મૂલ્યાંકન પ્રક્રિયા બાદ એનાયત કરાય છે, જેમાં ઓનસાઇટ મૂલ્યાંકન પણ સામેલ છે. વેસ્ટ મેનેજમેન્ટ પ્રત્યે સંસ્થાની પ્રાથમિકતા તથા આ વિસ્તારોમાં ઇનોવેશન અને નફાને પ્રસારિત કરીને સામાજિક અને પર્યાવરણીય સ્થિરતા પ્રાપ્ત કરવાના તેના પ્રયાસોને આધારે GHCLની પસંદગી કરાઇ છે.

આ પ્રસંગે GHCLના એમડી આર એસ જલન એ જણાવ્યું હતું કે, આજના સમયમાં વેસ્ટ મેનેજમેન્ટ ખૂબજ મહત્વપૂર્ણ છે ત્યારે સસ્ટેનેબલ સોલ્યુસન ને પ્રોત્સાહન આપવાના પ્રયાસોથી સામગ્રી (material) અને પ્રક્રિયાની (processes) કાર્યક્ષમતામાં વધારો કરવામાં મદદ મળે છે.