નવી દિલ્હી, 2 ઓગસ્ટ: જીએચસીએલએ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક માટે નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. તે અનુસાર ચોખ્ખી આવક રૂ. 849 કરોડ છે જે ગયા વર્ષના Q4 થી 1% વધી છે પરંતુ ગયા વર્ષના Q1 થી 18% ઘટી  છે. EBIDTA રૂ. 235 કરોડ, જે ગયા વર્ષના Q4 થી 17% વધ્યો છે પરંતુ ગયા વર્ષના Q1 થી 24% નો ઘટાડો થયો છે. ચોખ્ખો નફો (અપવાદરૂપ વસ્તુઓ સિવાય) રૂ. 151 કરોડ નોંધાયો છે. જે નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિકની સરખામણીએ 21 ટકા વધ્યો છે, પરંતુ ગતવર્ષે સમાનગાળાની તુલનાએ 27 ટકા ઘટ્યો છે.

જીએચસીએલના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. જલાને નાણાકીય પ્રદર્શન વિશે જણાવ્યું હતું કે,  “અમે સ્થિર આવકો અને EBITDAમાં 17 ટકા સુધારા સાથે મજબૂત પ્રદર્શન સાથે વર્ષની શરૂઆત કરી છે. સોડાએશ માર્કેટમાં અમુક સ્થળોમાં મજબૂત માગ પરંતુ નબળી કિંમતો સાથે મિક્સ વલણ જોવા મળ્યું છે. પરંતુ ભારતમાં સકારાત્મક વલણો દ્વારા વેગ મળ્યો છે. ડિટરજન્ટ, ગ્લાસ જેવા મહત્ત્વના સેગમેન્ટમાં મજબૂત માગથી સ્થાનિક વપરાશને વેગ મળ્યો છે. કાર્યકારી શ્રેષ્ઠતા પર અમારૂ વ્યૂહાત્મક ફોકસ અને ગ્રોથ આધારિત પહેલોના અમલીકરણથી ઉપજમાં આકર્ષક પરિણામો મળતાં રહેશે. ગ્રીનફિલ્ડ સોડા એશ પ્લાન્ટની યોજના પ્રગત્તિના પંથે છે. અમે આગામી વર્ષે વેક્યુમ સોલ્ટ અને બ્રોમાઈન પ્રોજેક્ટ્સના અમલીકરણની અપેક્ષા રાખીએ છીએ. વધુમાં અમારા સોલ્ટ યીલ્ડમાં સુધારાનો લાભ લેતાં અને સોડિયમ બાય-કાર્બોનેટના વિસ્તરણની પહેલો આ વર્ષે પણ અમારા પર્ફોર્મન્સમાં નોંધપાત્ર યોગદાન આપશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)