અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ ભારતીય ઇક્વિટી માર્કેટની ગ્રોથ સ્ટોરીના નવા માપદંડ તરીકે ગિફ્ટ નિફ્ટીએ નવી સિદ્ધિ મેળવવા સાથે 26 સપ્ટેમ્બર, 2023ના રોજ 15.25 બિલિયન યુએસ ડોલર (રૂ. 1,26,930 કરોડ જેટલું)ના ટર્નઓવર સાથે 3,86,350 કોન્ટ્રાક્ટની ઓલ-ટાઇમ હાઇ સિંગલ ડે ટ્રેડિંગ એક્ટિવિટી પર પહોંચી હતી. ગિફ્ટ નિફ્ટીએ એક મહિનામાં તેનો અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો જ્યારે ટર્નઓવર 29 ઓગસ્ટ, 2023ના રોજ 12.98 બિલિયન યુએસ ડોલરની ટોચે પહોંચ્યું હતું. NSE IX પર ટ્રેડિંગ ટર્નઓવર 3 જુલાઈ, 2023ના રોજ ગિફ્ટ નિફ્ટીના ફુલ-સ્કેલ ઓપરેશનની શરૂઆતથી ઝડપથી વધી રહ્યું છે. ફુલ-સ્કેલ કામગીરીના પ્રથમ દિવસથી જ ગિફ્ટ નિફ્ટીએ 178.54 બિલિયન યુએસ ડોલરના કુલ ક્યુમ્યુલેટિવ ટર્નઓવર સાથે કુલ 4.59 મિલિયનથી વધુ કોન્ટ્રાક્ટ્સનું કુલ ક્યુમ્યુલેટિવ વોલ્યુમ જોયું છે.

15.25 અબજ ડોલર (રૂ. 1,26,930 કરોડ જેટલું) ના ટર્નઓવર સાથે 3,86,350 કોન્ટ્રાક્ટ્સની ઓલ-ટાઈમ હાઈ સિંગલ ડે ટ્રેડિંગ એક્ટિવિટી નોંધાવી26 સપ્ટેમ્બર, 2023ના રોજ ઓપન ઈન્ટરેસ્ટ 12.19 બિલિયન યુએસ ડોલર (રૂ. 1,01,433 કરોડ જેટલું) ના મૂલ્યના 3,09,141 કોન્ટ્રાક્ટ્સ જેટલું છે.