GJEPC અને ડી બીયર્સ ગ્રુપે નેચરલ ડાયમંડ્સને પ્રોત્સાહન આપવા માટે વ્યૂહાત્મક સહયોગ કર્યો
મુંબઇ, 9 જાન્યુઆરીઃ ડાયમંડ કંપની ડી બીયર્સ ગ્રુપ અને ભારતની જ્વેલરી ટ્રેડ બોડી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે (GJEPC ) ભારતના રત્ન અને આભૂષણોના વેપારમાં નેચરલ ડાયમંડની છબિને મજબૂત બનાવવા માટે વ્યૂહાત્મક સહયોગનો પ્રારંભ કર્યાની જાહેરાત કરી છે.
INDRA – Indian Natural Diamond Retailer Alliance શીર્ષક હેઠળના આ સહયોગ હેઠળ ભારતમાં સ્વતંત્ર રિટેલર્સને પરંપરાગત સાધનોથી આગળ વધીને મદદ કરવા પર ધ્યાન અપાશે. આ સહયોગ અંગે ઇન્ટરેક્ટિવ રોડશૉ જાન્યુઆરી 2025માં શરૂ થશે જેમાં GJEPC ના મેમ્બર્સ પ્રોગ્રામમાં જોડાઈ શકશે.

GJEPC ના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે 85 અબજ યુએસ ડોલરની વેલ્યુ ધરાવતું ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટ ઝડપી વૃદ્ધિ માટે તૈયાર છે અને તે 2030 સુધીમાં 130 અબજ યુએસ ડોલરે પહોંચવાની ધારણા છે.
ડી બીયર્સ બ્રાન્ડ્સના સીઈઓ સેન્ડ્રિન કોન્સેઇલરે જણાવ્યું હતું કે હાલ ભારતીય જ્વેલરી રિટેલ સેક્ટરમાં નેચરલ ડાયમંડ્સનો પ્રસાર માત્ર લગભગ 10 ટકા જેટલો જ છે જે અમેરિકા જેવા મેચ્યોર જ્વેલરી માર્કેટ્સમાં જોવાતા દર કરતાં ખૂબ ઓછો છે.
રિટેલર્સ પ્રોગ્રામ માટે www.INDRAonline.in પર રજિસ્ટ્રેશન કરાવી શકશે અને જેનેરિક નેચરલ ડાયમંડ પ્રોડક્ટના જ્ઞાન તેમજ માર્કેટ ઇન્ટેલિજન્સ પોર્ટલની એક્સેસ પર કેન્દ્રિત બહુભાષી સ્ટાફ ટ્રેનિંગ મોડ્યુલ્સનો લાભ મેળવશે.