ગોદરેજનો આર્કિટેક્ચરલ ફિટિંગમાં આગામી 3 વર્ષમાં બમણો ગ્રોથ હાંસિલ કરવાનો લક્ષ્યાંક, ગુજરાતમાં 20 ટકા વૃદ્ધિ કરશે

અમદાવાદ, 17 જુલાઇઃ ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બોયસનો બિઝનેસ એવી ગોદરેજ લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સ (GLAFS)એ આજે ગુજરાતમાં ઔપચારિક લોન્ચિંગ પૂર્વે અમદાવાદમાં હોમ ડિઝાઈન, આર્કિટેક્ચરલ ફિટિંગ્સ અને વધુમાં નવા ઈનોવેશન્સ રજૂ કર્યા હતા.

આ સાથે કંપની ગુજરાતમાં ચાલુ નાણાંકીય વર્ષમાં 20% વૃદ્ધિ કરવાનું લક્ષ્ય ધરાવતી હોવાનું બિઝનેસ હેડ શ્યામ મોટવાણીએ જણાવ્યું હતું. મોટવાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગોદરેજ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ સેગમેન્ટમાં 6 ટકા માર્કેટ ધરાવે છે. 30થી 40 ડેવલપર્સ સાથે જોડાણ મારફત ગુજરાતમાં બિઝનેસ વિસ્તરિત કરી રહી છે. છેલ્લા 3થી5 વર્ષોમાં બ્રાન્ડે ખાસ કરીને ભારતીય ગ્રાહકો માટે બનાવેલ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ અને સિસ્ટમ્સ રેન્જ દ્વારા તેમના વ્યવસાયને વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગતવર્ષે આ સેગમેન્ટમાં કંપનીએ રૂ. 500 કરોડનો બિઝનેસ કર્યો હતો. જે કોવિડ બાદથી 70 ટકા ગ્રોથ દર્શાવે છે. આગામી 2થી3 વર્ષમાં 1000 કરોડનું ટર્નઓવર હાંસિલ કરવા 56 મેટ્રો શહેરોમાં ફોકસ વધારી રહી છે. ટોપ-3 બ્રાન્ડ બનવાની યોજના

સુપર SKIDO

નવા રજૂ કરાયેલ સુપર SKIDO સહિત SKIDO કિચન ઓર્ગેનાઈઝર્સ ખાસ ભારતીય રસોડા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે ભારતીય વાસણો જેમ કે કઢાઈ, ફ્રાય પેન અને વધુ માટે સ્ટોરેજ સોલ્યુશન્સ ઓફર કરે છે. SKIDO જગ્યાનો અસરકારક રીતે ઉપયોગ કરે છે અને વપરાશકર્તા માટે અર્ગનોમિક્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે.