મુંબઈ, 12 ઓગસ્ટઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.59015.5 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9596.8 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.49415.12 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓગસ્ટ વાયદો 17548 પોઈન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.664.66 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.6062.38 કરોડનાં કામકાજ થયાં હતાં. MCX સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.69719ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.70200 અને નીચામાં રૂ.69714ના સ્તરને સ્પર્શી, રૂ.69895ના આગલા બંધ સામે રૂ.285 વધી રૂ.70180ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ વાયદો 8 ગ્રામદીઠ રૂ.56197ના ભાવે ખૂલી, રૂ.178 વધી રૂ.56442ના ભાવ થયા હતા. જ્યારે ગોલ્ડ-પેટલ ઓગસ્ટ વાયદો 1 ગ્રામદીઠ રૂ.6873ના ભાવે ખૂલી, રૂ.23 વધી રૂ.6896ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.69504ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.69900 અને નીચામાં રૂ.69436ના મથાળે અથડાઈ, રૂ.69604ના આગલા બંધ સામે રૂ.286 વધી રૂ.69890ના સ્તરે પહોંચ્યો હતો.

સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.6062.38 કરોડનાં કામકાજ

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.80425ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.81660 અને નીચામાં રૂ.80232ના મથાળે અથડાઈ, રૂ.80543ના આગલા બંધ સામે રૂ.1087 વધી રૂ.81630ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.1056 વધી રૂ.81651ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો ઓગસ્ટ વાયદો રૂ.1053 વધી રૂ.81652ના સ્તરે પહોંચ્યો હતો.

બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 17548 પોઈન્ટના સ્તરે

બિનલોહ ધાતુઓમાં રૂ.1655.80 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.10.8 વધી રૂ.787.4ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે જસત ઓગસ્ટ વાયદો રૂ.3.6 વધી રૂ.261.3ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ ઓગસ્ટ વાયદો રૂ.2 વધી રૂ.216.2ના ભાવ થયા હતા. જ્યારે સીસું ઓગસ્ટ વાયદો 95 પૈસા વધી રૂ.187.8ના સ્તરે પહોંચ્યો હતો.

ક્રૂડ તેલ રૂ.83 સુધર્યું

એનર્જી સેગમેન્ટમાં રૂ.1754.49 કરોડનાં કામકાજ થયાં હતાં. MCX ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો બેરલદીઠ રૂ.6471ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6533 અને નીચામાં રૂ.6461ના મથાળે અથડાઈ, રૂ.6444ના આગલા બંધ સામે રૂ.83 વધી રૂ.6527ના ભાવે બોલાયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.84 વધી રૂ.6524ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.184ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.189.8 અને નીચામાં રૂ.184ના મથાળે અથડાઈ, રૂ.180.5ના આગલા બંધ સામે રૂ.8.1 વધી રૂ.188.6ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો રૂ.7.8 વધી રૂ.188.5ના ભાવ થયા હતા.

કૃષિચીજોમાં મેન્થા તેલ ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.975ના ભાવે ખૂલી, રૂ.5.1 ઘટી રૂ.974.4ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.9596.8 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.49415.12 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2308.36 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.3754.02 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ.1114.82 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.145.80 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ.37.94 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.357.25 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.584.14 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1170.36 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.6.86 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ.6.86 કરોડનાં કામ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)