હિંડનબર્ગના આરોપો સામે ભારતીય શેરબજારો ફ્લેટ
અમદાવાદ, 12 ઓગસ્ટઃ અત્યંત વોલેટાઇલ માર્કેટ, યુએસ સ્થિત હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા મૂડી બજારના નિયમનકાર સેબીના ચેરપર્સન સામે આક્ષેપો કર્યા બાદ નિફઅટીએ 24,350 પોઇન્ટની નીચે બંધ આપ્યું છે. માર્કેટ રેગ્યુલેટર સેબી, તેના ચેર માધાબી પુરી બુચ અને તેના પતિ ધવલ બુચે હિંડનબર્ગ રિપોર્ટમાં મુકવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે. સેબીએ પણ પુષ્ટિ કરી છે કે અધ્યક્ષે દરેક સમયે યોગ્ય ખુલાસો કર્યો હતો. બંધ સમયે, સેન્સેક્સ 56.99 પોઈન્ટ અથવા 0.07 ટકા ઘટીને 79,648.92 પર અને નિફ્ટી 20.50 પોઈન્ટ અથવા 0.08 ટકા ઘટીને 24,347 પર હતો.
વૈશ્વિક સંકેતો પોઝિટિવ હોવા છતાં, બજાર નકારાત્મક નોંધ પર ખુલ્યું અને શરૂઆતના કલાકોમાં ઘટાડાની ચાલ આગળ વધી હતી. હિંડનબર્ગ સંશોધન અહેવાલ પછી નિફ્ટી 24,200ની નજીક ઉતરી ગયો. પરંતુ જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ બજારે તમામ ખોટ ભૂંસી નાખી, નિફ્ટી સુધારા સાથે 24,500ની નજીક પહોંચયો હતો. જો કે, છેલ્લા કલાકના વેચાણના કારણે માર્કેટ ફ્લેટ બંધ રહ્યું હતું.
અદાણી જૂથ પ્રારંભિક પીછેહટ બાદ સુધારાની ચાલ
અદાણી ગ્રીન એનર્જીનો શેર ગ્રીનમાં સમાપ્ત થયો હતો, અને અદાણી ટોટલ ગેસ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પાવર, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી વિલ્મર અને અદાણી પોર્ટ્સ મોટા ઘટાડા બાદ પાછળથી સાધારણ ઘટી ગયા હતા.
નિફ્ટી ગેઇનર્સ | નિફ્ટી લૂઝર્સ |
Hero MotoCorp, Axis Bank, ONGC, Infosys અને JSW સ્ટીલ | NTPC, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટ્સ, SBI અને ડૉ. રેડ્ડીઝ લેબ્સ |
BSE મિડકેપ ઈન્ડેક્સ સપાટ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 0.5 ટકા વધ્યો હતો. સેક્ટરમાં એફએમસીજી, પાવર, પીએસયુ બેન્ક અને મીડિયા 0.5-2 ટકા, જ્યારે બેન્ક, ટેલિકોમ, આઇટી, ઓઇલ એન્ડ ગેસ, મેટલ અને રિયલ્ટી 0.3-1 ટકા વધ્યા હતા.
ટેકનિકલી માર્કેટ દિશાવિહિન… આ પાર કે પેલે પાર બ્રેકઆઉટની રાહ જુઓ
વર્તમાન ઇન્ટ્રા-ડે માર્કેટ ટેક્સચર બિન-દિશાવિહીન છે તેથી સ્તર આધારિત ટ્રેડિંગ ડે- ટ્રેડર્સ માટે આદર્શ વ્યૂહરચના હશે. બુલ્સ માટે, 24400/79850 તાત્કાલિક બ્રેકઆઉટ ઝોન હશે. તેની ઉપર, બજાર 24500-24550/80100-80400 સુધી જઈ શકે છે. બીજી બાજુ, 24300/79500ની નીચે સેન્ટિમેન્ટ બદલાઈ શકે છે. નિફ્ટી નીચામાં 24200-24170/79200-79000 ના સ્તરને ફરીથી ચકાસી શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)