અમદાવાદ, 14 એપ્રિલ: સ્થાનિક બજારમાં અમદાવાદ ખાતે સોનું પ્રતિ 10 ગ્રામ રૂ.500 વધી રૂ.63000ની ઓલટાઇમ હાઇ સપાટી પર પહોચ્યું છે જ્યારે ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ રૂ.500ની ઝડપી તેજી સાથે રૂ.76000 કુદાવી રૂ.76500 બોલાઇ ગઇ છે. એપ્રિલ માસમાં સોનામાં રૂ.1500 અને ચાંદીમાં રૂ.4500ની આક્રમક તેજી જોવા મળી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ઔંશદીઠ સોનું ઝડપી 2050 ડોલર અને ચાંદી 26 ડોલરની સપાટી ક્રોસ કરી ગયા છે.

મોંઘવારીમાં રાહત મળતા વિશ્વની સેન્ટ્રલ બેન્કો હવે વ્યાજદરમાં વૃદ્ધિ અટકાવશે તેવા અહેવાલે સોના-ચાંદીને મજબૂત સપોર્ટ મળી રહ્યો છે. હાજર બજારની સાથે વાયદામાં પણ ભાવ નવી ઉંચી સપાટી પર ક્વોટ થતા હતા. સોનું સવા વર્ષમાં 27 ટકાથી વધુ રિટર્ન સાથે 63000ના રેકોર્ડ સ્તરે રહ્યું છે. એક તરફ સોનામાં ભાવો ઉછળી રહ્યા છે તો સોનાની નીચી કિંમતે ઇન્વેસ્ટમેન્ટ માટે ખરીદી કરનારા ઉંચા ભાવમાં વેચાણ કરી સરેરાશ 20-25 ટકા સુધી નફો મેળવી રહ્યાં હોવાનું પણ જોવા મળી રહ્યું છે.

એપ્રિલમાં ચાંદીમાં રૂ. 4500નો જંગી ઉછાળો

અમદાવાદ સ્પોટ

વિગત31-12-2314-4-23તફાવત
સોનુ6150063000+1500
ચાંદી7200076500+4500

ઇન્ટરનેશનલ

સોનું (ઔંશદીઠ)19812050+69
ઇન્ટરનેશનલ ચાંદી (ઔંશદીઠ)23.9526.05+2.10

દિવાળી સુધીમાં સોનું 65000, ચાંદી 85000 થઇ શકે

સોનાની કિંમત વૈશ્વિક સ્તરે જે રીતે વધી રહી છે તેને ધ્યાનમાં લેતા સુધીમાં સોનાની કિંમત સ્થાનિક બજારમાં પ્રતિ 10 ગ્રામ રૂ.65000ની સપાટી ક્રોસ કરી શકે છે તેવું કેડિયા કોમોડિટીઝના અજય કેડિયાનું કહેવું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2040 ડોલર પહોંચ્યું છે જે ઝડપી 2070-2150 ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે. ચાંદી વધી 85000નો ટાર્ગેટ છે. જ્યારે વૈશ્વિક ચાંદી 30 ડોલરની સપાટી કુદાવે તેવી સંભાવના છે.