• કોટનના વાયદાના ભાવમાં વૃદ્ધિ
  • રબર, મેન્થા તેલમાં નરમાઈઃ બુલડેક્સમાં 129 પોઈન્ટ
  • એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 62 પોઈન્ટની મૂવમેન્ટ

એમસીએક્સ પર બુધવારે ક્રૂડ વાયદામાં તેજીની આગેકૂચ સાથે સોના-ચાંદીમાં પરસ્પર વિરુદ્ધ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જ્યારે કોટનના વાયદા વધ્યા હતા. રબર અને મેન્થાતેલમાં નરમાઇની ચાલ રહી હતી.

 વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,59,683 સોદાઓમાં કુલ રૂ.13,409.21 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના એપ્રિલ વાયદામાં 129 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના એપ્રિલ વાયદામાં 62 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 63,576 સોદાઓમાં કુલ રૂ.4,176.28 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,398ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,760 અને નીચામાં રૂ.51,320ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.166 વધી રૂ.51,537ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.106 વધી રૂ.41,145 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.11 વધી રૂ.5,122ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,339ના ભાવે ખૂલી, રૂ.145 વધી રૂ.51,384ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.66,178ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.66,400 અને નીચામાં રૂ.65,900ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 159 ઘટી રૂ.66,039ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 154 ઘટી રૂ.66,280 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.151 ઘટી રૂ.66,293 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 6,043 સોદાઓમાં રૂ.1,189.17 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.2.65 વધી રૂ.282.55 અને જસત એપ્રિલ વાયદો રૂ.3.20 વધી રૂ.356ના ભાવ થયા હતા. આ સામે તાંબુ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી રૂ.821.40 અને સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.185ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 39,469 સોદાઓમાં કુલ રૂ.3,162.35 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,711ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,886 અને નીચામાં રૂ.7,686ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.64 વધી રૂ.7,849 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.40 વધી રૂ.471.30 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 2,118 સોદાઓમાં રૂ.250.89 કરોડનાં કામકાજ થયા હતા. કોટન એપ્રિલ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.43,240ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.43,850 અને નીચામાં રૂ.42,880ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.770 વધી રૂ.43,780ના સ્તરે પહોંચ્યો હતો. રબર એપ્રિલ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,120ના ભાવે ખૂલી, રૂ.278 ઘટી રૂ.17181 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.60 ઘટી રૂ.1109.80 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 13,639 સોદાઓમાં રૂ.2,420.32 કરોડનાં 4,699.849 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 49,937 સોદાઓમાં કુલ રૂ.1,755.96 કરોડનાં 264.791 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 19,384 સોદાઓમાં રૂ.1,725.82 કરોડનાં 22,17,300 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 20,085 સોદાઓમાં રૂ.1,437 કરોડનાં 30826250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,583 સોદાઓમાં રૂ.225.17 કરોડનાં 51875 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 515 સોદાઓમાં રૂ.25.38 કરોડનાં 228.24 ટન, રબરના વાયદાઓમાં 20 સોદાઓમાં રૂ.0.34 કરોડનાં 20 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,162.225 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 453.918 ટન, ક્રૂડ તેલમાં 612000 બેરલ અને નેચરલ ગેસમાં 16537500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 142725 ગાંસડી, મેન્થા તેલમાં 416.52 ટન, રબરમાં 66 ટનના સ્તરે રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 47691 સોદાઓમાં રૂ.4,565.13 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.204.11 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.75.78 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,587.23 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.697.38 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 131.60 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ એપ્રિલ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.234 ખૂલી, ઊપરમાં રૂ.286.60 અને નીચામાં રૂ.205 રહી, અંતે રૂ.24.30 વધી રૂ.274.90 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.460ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.29.65 ખૂલી, ઊપરમાં રૂ.38 અને નીચામાં રૂ.27.70 રહી, અંતે રૂ.4.65 વધી રૂ.35.25 થયો હતો. સોનું મે રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.210 ખૂલી, ઊપરમાં રૂ.240 અને નીચામાં રૂ.195 રહી, અંતે રૂ.20 વધી રૂ.222.50 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સ પૈકી ક્રૂડ તેલ એપ્રિલ રૂ.7,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.215 ખૂલી, ઊપરમાં રૂ.234.20 અને નીચામાં રૂ.168.70 રહી, અંતે રૂ.21.20 ઘટી રૂ.181.90 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.460ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.29.40 ખૂલી, ઊપરમાં રૂ.30.20 અને નીચામાં રૂ.22.75 રહી, અંતે રૂ.3.20 ઘટી રૂ.24.70 થયો હતો. સોનું મે રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.330 ખૂલી, ઊપરમાં રૂ.354.50 અને નીચામાં રૂ.264.50 રહી, અંતે રૂ.9 ઘટી રૂ.315 થયો હતો.