મુંબઈ, 29 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,406ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,539 અને નીચામાં રૂ.59,271ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.140 વધી રૂ.59,493ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.374 વધી રૂ.48,883 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.59 ઘટી રૂ.5,941ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.23 વધી રૂ.59,453ના સ્તરે પહોંચ્યો હતો. સોના-ચાંદીમાં MCX પર 57,939 સોદાઓમાં રૂ.6,066.87 કરોડનાં કામકાજ થયાં હતાં. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,550ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,556 અને નીચામાં રૂ.71,061ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.83 ઘટી રૂ.71,146ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.49 ઘટી રૂ.71,243 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.35 ઘટી રૂ.71,252 બોલાઈ રહ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.12 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં તાંબુ મે વાયદો રૂ.708.60ના ભાવે ખૂલી, રૂ.2.25 વધી રૂ.708.70 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.209.35 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.185ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.1 વધી રૂ.210ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.0.20 ઘટી રૂ.209.80 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.183.95 જસત-મિની મે વાયદો રૂ.0.65 વધી રૂ.210.55 બોલાઈ રહ્યો હતો. MCX ખાતે 4,199 સોદાઓમાં રૂ.,471.19 કરોડના વેપાર થયા હતા.

વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,99,441 સોદાઓમાં કુલ રૂ.16,158.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,762.56 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8383.81 કરોડનો હતો.

નેચરલ ગેસ, મેન્થા તેલ પણ મામૂલી વધ્યા

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,054ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,076 અને નીચામાં રૂ.6,004ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.7 વધી રૂ.6,011 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.8 વધી રૂ.6,013 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.201ના ભાવે ખૂલી, રૂ.3 વધી રૂ.202.30 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 3 વધી 202.5 બોલાઈ રહ્યો હતો. 33,008 સોદાઓમાં રૂ.1,212.31 કરોડનો ધંધો થયો હતો.

કોટન-ખાંડીના વાયદાના ભાવમાં રૂ.860ની વૃદ્ધિ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે કોટન ખાંડી જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.58,440ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,300 અને નીચામાં રૂ.58,440ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.860 વધી રૂ.58,980ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9 વધી રૂ.953 બોલાયો હતો. રૂ.12.19 કરોડનાં કામકાજ થયા હતા.

કોમોડિટી વાયદાઓમાં રૂ.7,763 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.8383 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4,499.64 કરોડનાં 7,558.826 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,567.23 કરોડનાં 219.473 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.502.90 કરોડનાં 8,31,860 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.709.41 કરોડનાં 3,50,14,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.100.38 કરોડનાં 4,816 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.10.10 કરોડનાં 549 ટન તાંબાના વાયદાઓમાં રૂ.279.48 કરોડનાં 3,915 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.81.23 કરોડનાં 3,830 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.11.04 કરોડનાં 1,872 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.1.15 કરોડનાં 11.88 ટનનાં કામકાજ થયાં હતાં.