ટકાઉ કૃષિ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સના વૈશ્વિક પ્રદાતા યુપીએલે તેના પ્રોગ્રામ હેઠળ પ્રોન્યુટિવા પેકેજનો ઉપયોગ કરીને ગુજરાતમાં ખેડૂતોને તેમના મગફળીના પાકની ઉપજમાં લગભગ 35 ટકાનો વધારો કરવામાં મદદ કરી છે તથા આ પ્રોગ્રામને મોટાપાયે અપનાવવામાં આવે તો ભારતની ખાદ્ય તેલની આયાતો ઉપરની નિર્ભરતામાં ઘટાડો કરી શકાય. વર્ષ 2021માં ગુજરાતમાં આ પ્રોગ્રામ મગફળીની ખેતી હેઠળના 12,000 એકરથી વધુ વિસ્તારમાં લાગુ કરવામાં આવ્યો હતો, જ્યાં લગભગ 4000 ખેડૂતો કસ્ટમાઇઝ્ડ પેકેજનો ઉપયોગ કર્યો છે. તેની સાથે પ્રોગ્રામથી છેલ્લાં ત્રણ વર્ષમાં હવે 75000થી વધુ ખેડૂતોને લાભ થઇ રહ્યો છે અને 2.5 લાખ એકરથી વધુ વિસ્તારના ખેતરોને આવરી લેવાયા છે.

પ્રોન્યુટિવા સદા સમૃદ્ધ પ્રોજેક્ટના વ્યાપ હેઠળ મગફળીના ખેડૂતોને આઇપીએમ કિટ્સ, સોઇલ ટેસ્ટિંગ, વેધર સર્વિસિસ, ક્રોપ એડવાઇઝરી અને હાઇ-ટેક ઇનેબલ્ડ ફાર્મર મિકેનાઇઝેશન સર્વિસિસ જેવી સંકલિત કૃષિ સેવાઓ પ્રદાન કરવામાં આવી હતી, જેથી મગફળીની ઉપજ અને આવકમાં વધારો કરી શકાય. તેમણે યુપીએલની ગ્રાઉન્ડબ્રેકિંગ પ્રોડક્ટ “ZEBA”નો પણ ઉપયોગ કર્યો છે, જે પાણી અને પોષક તત્વો શોષે છે અને જ્યારે છોડને તેની જરૂર પડે ત્યારે તેને રિલિઝ કરે છે. આ પ્રોજેક્ટે મગફળીના ખેડૂતોના ઉત્કર્ષ માટે ટેક્નોલોજી સર્વિસિસની સાથે ઇનપુટ્સ અને એડવાઇઝરી પ્રદાન કરવાની સાથે-સાથે દેશભરમાં ખૂબજ લાભદાયી મગફળીની ખેતીને બળ આપવાની સંભાવનાઓ પણ પ્રદર્શિત કરી છે, જેના પરિણામે ખાદ્ય અને પોષણ સુરક્ષામાં યોગદાન આપી શકાય તથા દેશનના નેશનલ એડિબલ ઓઇલ મીશનમાં મદદરૂપ બને છે.

ખાદ્ય તેલો ભારતીય રસોઇનો મહત્વપૂર્ણ હિસ્સો છે અને તેમ છતાં આર્થિક સર્વેક્ષણ મૂજબ દેશની ખાદ્ય તેલની જરૂરિયાતના 60 ટકા આયાત દ્વારા પૂર્ણ કરાય છે. ગુજરાત મગફળીના અગ્રણી ઉત્પાદક તરીકે આ પ્રોગ્રામના અમલીકરણ માટે ખૂબજ મહત્વપૂર્ણ રાજ્ય છે તથા તે ભારતની તેલની કુલ આયાતનો અંદાજે 10 ટકાની સંભાળ લઇ શકે છે.

પ્રોન્યુટિવા પ્રોગ્રામનું અમલીકરણ કરનાર ખેડૂતોએ તેમની ઉપજ અને નફામાં જબરદસ્ત લાભ જોયા છે. પ્રોગ્રામ હેઠળના ખેતરોમાં સરેરાશ ઉપજ એકરદીઠ 1056 કિલો નોંધાઇ છે, જે એકરદીઠ 800 કિલોથી વધુ છે તથા સૂકા ઘાસચારો એકરદીઠ 2500 કિલોથી વધીને એકદીઠ 3500 કિલો થતાં એકંદર એકરદીઠ આવકમાં રૂ. 20,136નો વધારો થયો છે. ખેડૂતોની સરેરાશ ચોખ્ખી આવકમાં આશરે 36 ટકાનો વધારો થયો છે. આ પ્રોગ્રામથી જે-તે વિસ્તારના યુવાનો વચ્ચે રોજગારનું પણ સર્જન થયું છે, જ્યાં તેમને ટકાઉ કૃષિ કામગીરી અંગે તાલીમ અને કૌશલ્ય પ્રદાન કરાયું હતું. યુપીએલના પ્રોન્યુટિવાથી દેશભરમાં 18 લાખ એકરને આવરી લેતાં 2.22 લાખ ખેડૂતોને લાભ થયો છે.

યુપીએલના ડાયરેક્ટર, ઇન્ડિયા રિજન, આશિષ દોભાલે કહ્યું હતું કે, ખેડૂતો અમારા મહત્વપૂર્ણ હીતધારકો હોવા તરીકે અમારા પ્રયાસો અને પ્રવૃત્તિઓમાં કેન્દ્રસ્થાને છે તથા અમે તેમના ઉત્કર્ષ અને સમૃદ્ધિ માટે સતત પ્રયાસ કરીએ છીએ. ઇનોવેશનનો ઉપયોગ કરતાં ટકાઉપણાની પુનઃકલ્પના કરવાના અમારા પ્રયાસોના ભાગરૂપે ખેડૂતોને ટકાઉ પ્રેક્ટિસ અપનાવવા સક્ષમ કરવાની અમે આશા રાખીએ છીએ, જેનાથી પર્યાવરણની સ્થિતિની સાથે ખેડૂતોની આવકને પણ પ્રોત્સાહન મળશે. આ ક્રોપ પેકેજ ઉપજમાં અને મગફળીના પાકના તેલની માત્રામાં વધારો કરવા પ્રત્યે સમર્પિત છે, જે ભારતને ખાદ્ય તેલોના ઉત્પાદનમાં આત્મ-નિર્ભર બનાવવાનો પ્રયાસ છે.

ગુજરાતમાં હિંમતનગરના તલોદના નાવા ખાતેના ખેડૂત અંકુરભાઇ પટેલે કહ્યું હતું કે, હું મારા ખેતરમાં 10 એકરમાં પ્રોન્યુટિવાનો ઉપયોગ કરું છું અને મેં મગફળીના વજનમાં 64 ટકાનો વધારો તથા ઘાસચારાના વજનમાં 17 ટકાનો વધારો જોયો છે.

ગુજરાતના ભાવનગરના તળાજાના થાડસના ખેડૂત રામજીભાઇ નાગજીભાઇએ કહ્યું હતું કે, મેં મારા પ્લોટના 15 એકરમાં યુપીએલના પ્રોન્યુટિવા પેકેજનો ઉપયોગ કર્યો છે. પ્રત્યેક 10 છોડ દીઠ મગફળીનું વજન 138 કિલોથી વધીને 178 કિલો થયું છે તથા ઉપજમાં 29 ટકાનો વધારો થયો છે.